Abtak Media Google News

દરેક વ્યક્તિની જિંદગીમાં અનેક વખત દુ:ખ આવતા હોય છે. ત્યારે ઘણીવાર નિરાશાના વાદળ ઘેરાય જતા હોય છે લાગે કે હવે આ જીવનમાં કઈ કામ નથી. આવા અનેક વિચાર એક વ્યક્તિ જ્યારે નિષ્ફળતાની અનુભૂતિ કરે છે ત્યારે આવે છે. તો આવી ક્ષણે શું કરવું ? ત્યારે જો આપણે આ પૃથ્વી પર જીવેલા એક સામાન્ય માણસથી ઈશ્વર તરીકે પૂજાતા એવા સિદ્ધાર્થ ગૌતમના શ્રેષ્ટ વિચારોને તેમજ વચનોને જીવનમાં અમલી કારણ કરીએ કે તેને અનુસરાયે તો જીવનમાં ક્યારેય આવા વ્યર્થ વિચારો ઉદ્ભવ્તા જ નથી.

ત્યારે આજના પાવન પર્વ એટલે બુદ્ધપૂર્ણિમા નિમિતે જો આપણે ફરીથી ભગવાન બુદ્ધના થોડા અદ્ભુત વિચારોને ફરીથી વાંચયે અને તેને જીવનમાં ઉતાર્યે તો જિંદગી છે તેના કરતાં પણ વધુ ઉત્તમ બની જશે.

જેમાં તેમનો  પ્રથમ વિચાર એવું કહે છે કે દરેકને જીવનમાં ક્યારેક અને ક્યાક તો અવશ્ય દુ:ખ આવશે સાથે સંબંધોમાં પણ કોઈ વ્યક્તિ દગો અવશ્ય આપશે. ત્યારે આ બંને વસ્તુને જો વ્યક્તિ સહન કરતાં શીખી લે ત્યારબાદ જ તેને સાચા જ્ઞાનની સમજણ પડે છે.

જેમાં તેમનો બીજો વિચાર એવું કહે છે કે દરેક વાયક્તિ એક નહીં અનેક વાર અલગ-અલગ શબ્દોનું પ્રયોજન કરતાં હોય છે ત્યારે એ તે વાતચીતમાં હોય કે પછી કોઈને સલાહ આપતી વખતે ત્યારે આવા અનેક શબ્દોનું એક સાથે પ્રયોજન કરવા કરતાં એક સારો શબ્દ બોલોવો જોઈએ કારણ તે એક શબ્દ મનને અનેક રીતે શાંતિ આપે છે.

જેમાં તેમનો ત્રીજો વિચાર એવું દર્શાવે છે કે દરેક વસ્તુ આ જગતમાં બદલાવ માટે બનેલી છે. તો જીવનમાં બદલાવ એટલે જ આવે કારણ તમામ વસ્તુ એક બીજા સાથે અનેક રીતે જોડાયેલી છે. તેનાથી જ આ જગતમાં બદલાવ આવશે.

જેમાં ચોથો વિચાર એવું દર્શાવે છે કે દરેક વ્યક્તિની જીભ જે રીતે ચાકુ ધારદાર હોય છે તેજ રીતે તે આ જીભ એક ચાકુ સમાન છે. આ ચાકુ કોઈ વ્યક્તિને લોહી નીકળ્યા વગર સીધું દરેક વ્યક્તિને તેના શબ્દો સમાન ધાર સાથે વાતથી જ જીવ લે છે.

જેમાં પાંચમો વિચાર એવું દર્શાવે છે કે જે વ્યક્તિ પોતાના ધર્મનો શ્રેષ્ટપણે આદર કરે છે પણ જો તે બીજા કોઈ ધર્મનો જાણતા અને અજાણતા અનાદર કરે છે તો તે પોતાના ધર્મને નુકશાન પહોંચાડે છે. તો આ એક અનાદર પોતાના ધર્મને નુકશાન કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.