Abtak Media Google News

અષાઢી બીજને ગુરુવારે ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાનો જમાલપુર નિજ મંદિરેથી સવારે 7 વાગ્યે અમીછાંટણા સાથે પ્રારંભ થયો છે. આ પહેલાં વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવી હતી.

Whatsapp Image 2019 07 04 At 3.43.36 Pmમંગળા આરતી બાદ નગરચર્યાએ નીકળેલા જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. તેમનો રથ એક હજાર ખલાસીઓ ખેંચી રહ્યા છે. ભગવાન જગન્નાથને ‘નંદીઘોષ’ નામના રથમાં, બહેન સુભદ્રાને ‘કલ્પધ્વજ’ અને ભાઈ બલભદ્રને ‘તાલધ્વજ’ નામના રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પહિંદવિધિ કરી છે. રથના માર્ગને સોનાની સાવરણીથી સાફ કર્યો છે. CM રૂપાણીએ રથ ખેંચાવીને રથયાત્રાની શરૂઆત કરી છે. જો કે આ વખતે દર વર્ષ કરતા ભાવિક ભક્તોની સંખ્યા ઘટી હોવાનું નજરે પડી રહ્યું હતું.

Whatsapp Image 2019 07 04 At 3.43.45 Pmરથયાત્રા નિજ મંદિર પરત ફરી રહી હતી ત્યારે 45 મિનિટ કાલુપુર સર્કલ પાસે રથયાત્રા અટકી ગઈ હતી. પોલીસ અને મંદિર વહીવટી તંત્ર વચ્ચે થોડી અણસમજ ઉભી થઇ હતી. પોલીસ રથયાત્રાને જલ્દી દોડાવી રહી હોવાનું લાગતા રથયાત્રા ઉભી રાખી દેવાઈ હતી. મંદિર વહીવટી તંત્ર અને પોલીસ વચ્ચે સમજાવટમાં સમય બગડતા રથયાત્રા મોડી ચાલી રહી છે. હવે રથ પ્રેમ દરવાજા પહોંચ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.