ભગવાન મહાવીર મહા વૈજ્ઞાનિક: રાષ્ટ્રસંત નમ્રમૂનિ મ.સા.

વૈજ્ઞાનિકો જેને પ્રયોગ દ્વારા પ્રુવ કરે, ભગવાન એને પ્રજ્ઞા દ્વારા જાણે

અઢી હજાર વર્ષ પહેલા ભગવાને કહેલા શબ્દોને પકડવા મથતા વૈજ્ઞાનિકોને અમુક અંશે સફળતા પણ મળી છે પરંતુ ભાષા અલગ હોવાથી તે સમજી શકાતું નથી, આ શબ્દો ૨૧૦૦૦ હજાર વર્ષ સુધી સચવાયેલા રહેશે: મ.સા.

થોડા સમય પહેલા છાપામાં ન્યુઝ આવ્યા હતા…. પજે વ્યકિતને આંખો નથી, તેને દુ:ખી થવાની જરૂર નથી, તે વ્યકિત કાનથી જોઈ શકશે સમાચાર વાંચીને ઘણાની આંખો આશ્ર્ચર્યથી પહોળી થઈ ગઈ… અરે ! આ તે કેવી શોધ ?? ભગવાન મહાવીરે ૨૫૦૦ વર્ષ પહેલા જ કહી દીધી છે, જે જૈન ધર્મના ઉપદેશ ગ્રંથ આગમમાં દર્શાવવામાં આવી છે. ભગવાન મહાવીરે તે સમયે કહ્યું હતુ કે આપણી પાંચે પાંચ સંજ્ઞાઓની ક્ષમતા છે. આ વાત વૈજ્ઞાનિકોએ અનેક પ્રકારનાં પ્રયોગોબ દ આજે પ્રુવ કરી !! ભગવાને આ પ્રકારની શકિતએ સંભિન્ન શ્રોત લબ્ધિ કહી છે.

આજે વૈજ્ઞાનિકો વર્ષોના વર્ષોનો સમય અને કરોડો રૂપીયાનો ખર્ચો કરી જે શોધ કરે છે એ જ વાત તો ભગવાને વગર પ્રયોગે વગર લેબોરેટરીનાં ઉપયોગે માત્ર પોતાની પ્રજ્ઞાદ્વારા ત્રક્ષણમા સમજાવી દીધી છે. ભગવાને કહ્યું હતુ કોઈ પણ જાતના માધ્યમ વિના શબ્દોનો ધ્વની સેકંડના લાખમાં ભાગમાં યૂનિવર્સના ઉપરથક્ષ લઈ નીચે સુધી પહોચી જાય. વિજ્ઞાને એ સિધ્ધાંતનાં આધારે જ મોબાઈલ ફોનની શોધ કરી.

ભગવાને કહ્યું હતુ કે આજે જે સૂર્યને આપણે જોઈએ છે તે જ સૂર્ય કાલે આપણી સમક્ષ નથી આવતો પણ પરમ દિવસે આવે છે. વૈજ્ઞાનિકોને હવે જણશાય છે. કે ગઈકાલના સૂર્યમાં અને આજના સૂર્યમાં ફરક છે. એજ પ્રમાણે ચંદ્રમાં પણ બે છે. ભગવાને કહ્યું હતુ જે વૃક્ષના મૂળમાં અમૂક પ્રકારના કોશો હોય તો એ વૃક્ષને ઉખાડીને બીજે ઉગાડી શકાય છે. વૈજ્ઞાનિકો કલબને કાપીને બીજી જગ્યાએ ઉગાડસવામાં આજે સફળ થયાં છે. ભગવાને કહ્યું હતુ કે કંદમૂળમાં અસંખ્ય જીવો હોય છે. માટે એ અભક્ષ્ય છે. સાયન્સ આજે પ્રયોગો દ્વારા સાબિત કરે છે. કંદમૂળમાં અબજો સેલ્સ છે. ભગવાને તે સમયે કહ્યું હતુ. પરમાણુ અવિભાજય છે, એના કયારેય બે ટૂકડા થઈ જ ન શકે. આજ સત્ય જાહેરમાં આવ્યું. ભગવાને કહ્યું હતુ, બેના સંયોજન થવા પર ત્રીજુ જન્મે છે. પણ એ કયારેય ટકતું નથી વિજ્ઞાને આજે સાબિત કર્યું કે સંયોજનથી સર્જાયેલું ટેમ્પરરી હોય છે.જયારે મૂળ હોય તે પરમેનેન્ટ હોય છે.

ભગવાને અઢી હજાર વર્ષ પહેલા કહ્યું હતુકે વિશ્ર્વમાં જેટલા જીવો છે તેટલા જ હતા તેટલા જ છે. અને તેટલા જ રહેશે અર્થાત વસ્તી વધતી પણ નથી અને ઘટતી પણ નથી ફકત એની પર્યાય અને પ્લેસ બદલાય છે. તેમ આજે જે હાથી છે તે કાલે મનુષ્ય પણ બની શકે છે અને મનુષ્યમાંથી પક્ષી પણ બની શકે છે, પણ આત્મા તો આત્મ જ રહે છે. વિજ્ઞાનીઓ હવે માનવા લાગ્યા છે જેને આપણે વસ્તી વ ધારો કહીએ છીએ તે ખરેખર વસ્તી વધતી નથી. અહીના ત્યાં જાય છે. અને ત્યાંના અહી આવે છે. બાકી જેટલા જીવ જન્મે છે. એટલા જ જીવ મૃત્યું પામે છે અને જેટલા મૃત્યુ પામે છે. એટલા જ જન્મે છે. ભગવાન મહાવીરે આગમમાં રાજા અને મંત્રીના દ્રષ્ટાંત સાથે સમજાવ્યું છે કે ગટરનાં પાણીને પણ જો સાત પ્રકારની પ્રક્રિયાથી શુધ્ધ કરવામાં આવે તો એ પીવા લાયક શુધ્ધ પાણી બની જાય. ભગવાને બતાવેલા એ સિધ્ધાંતના આધારે આજે પાણી ફિલ્ટર થાય છે. અને પાણીનું રીસાયકલીંગ પણ થાય છે. ભગવાને પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું જે અંતર બતાવ્યું છે, એસ્ટ્રોનટસે પણ એજ અંતર બતાવ્યું છે. ભગવાને યોજનમાં માપ બતાવ્યું છે આજના વૈજ્ઞાનિકો કિલોમીટરમાં બતાવે છે. ભગવાને કહ્યું હતુ, જેમ જેમ ગરમી વધે તેમ તેમ મનુષ્યની ઉંચાઈ ઘટે ઠંડકમાં બોડીના સેલ્સ જેટલો વિકાસ કરી શકે તેટલો ગરમીમાં ન કરી શકે.

ભગવાને કહ્યું હતુ. કોઈ પણ પદાર્થની એક જ સમયે ફકત એક લાખ જ ઈમ્પ્રેશન પાડી શકાય એનાથી વધારે કયારેય નહી આજે ટેકનોલોજી ડીપાર્ટમેન્ટવાળા ગમે તેટલુ હાઈફાઈ કોમ્પ્યુટર બનાવે છે, જર્મનીવાળા પણ કેટલા સમયથી પ્રયત્ન કરે છે પણ એક લાખથી વધારે કોપી એક સમયમાં નીકળતી જ નથી.

ભગવાન મહાવીરે દેશના આપતી વખ્તે કહ્યું હતુ આ શબ્દો ૨૧૦૦૦ વર્ષ સુધી સચવાયેલા રહેશે વૈજ્ઞાનિકો મશીન્સ દ્વારા એ શબ્દોને પકડવામાં કંઈક અંશે સફળ થયા છે. પણ ભાષા અલગ હોવાના કારણે એ શબ્દોને સમજી શકતા નથી. ભગવાને અઢી હજાર વર્ષ પહેલા કહ્યું હતુ, વાદળા છ મહિનાથી વધારે ન ટકે અને હવાને હવા જ મારી શકે. સાયન્સે એપ્રયોગ દ્વારા સાબિત કર્યું.

આવા તો હજારો સિધ્ધાંતો અને સત્ય છે. જે ભગવાને અઢી હજાર વર્ષ પહેલા કહ્યા છે,અને એને વૈજ્ઞાનિકો અનેક પ્રકારના પ્રયોગો અનેક પ્રકારની ટેકનોલોજી અને અનેક પ્રકારની લેબોરેટરીની સહાય દ્વારા સાબિત કરવા વર્ષોના વર્ષો અથાગ મહેનત કરી રહ્યા છે. વૈજ્ઞાનિકો જેને પ્રયાગે દ્વારા ધ્રુવ કરે, ભગવાન એને પ્રજ્ઞા દ્વારા જાણે !! એટલે જ કહેશું ભગવાન મહાવીર મહા વૈજ્ઞાનિક ?