ત્રિકોણબાગ ખાતે ભગવાન પરશુરામની મહાઆરતીમાં ભૂદેવો ઉમટયા

rajkot
rajkot

રાજકોટ: ભગવાન પરશુરામની જન્મ જયંતી નિમિતે ત્રિકોણબાગ ખાતે ભગવાન પરશુરામની મુર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે. તેમજ આયોજન પ્રમાણે સૌરાષ્ટ્ર બ્રહ્મ સમાજ, શિવસેના, બ્રહ્મ એકતા સમિતિ તથા શ્રીગોડ બ્રહ્મ સમાજના ભુપતભાઈ પંડયા, દિલીપભાઈ જોષી, એન.એન.ભટ્ટ, અલ્કેશભાઈ ભટ્ટ, શૈલેષભાઈ ભટ્ટ, યશવંતભાઈ શુકલ, અજયભાઈ

ત્રિવેદી, અશોકભાઈ ત્રિવેદી, યશવંતભાઈ દીક્ષિત, જયંતીભાઈ ત્રિવેદી, જીતુભાઈ ત્રિવેદી, જીમ્મીભાઈ અડવાણી અને નિલેશભાઈ મહેતા દ્વારા ભવ્ય આરતી કરવામાં આવી હતી. આ તકે પરશુરામ મહિલા સમિતિ દ્વારા બાળકોને વિવિધ પાત્રોનો વેશ ધારણ કરાવાયો હતો. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન હિરલબેન બલભદ્ર, સંચાલન દિપકભાઈ દવેએ અને આભારવિધિ કિરણબેન જોષીએ કરી હતી