Abtak Media Google News

જુનાગઢ જિલ્લા પંચાયત ઉપર હવે ભાજપનો ભગવો લહેરાય તેવા ઉજળા સંકેતો મળી ગયા છે. તો બીજી બાજુ 9 તાલુકા પંચાયતમાંથી મોટાભાગની  તાલુકા પંચાયતમાં ભાજપ સત્તા ઉપર આવે તેવું આજના પરિણામો પરથી લાગી રહ્યું છે ટૂંકમાં કહીએ તો ગત ચૂંટણીમાં ભાજપને જે ધોબી પછાડ મળી હતી તેમાં આ વખતે ભાજપને ફાયદો થયો છે અને કોંગ્રેસ આ વખતના પરિણામોમાં ભુંડી હારનો સામનો કરી રહ્યું છે.

જૂનાગઢ જિલ્લાની કુલ 30 સીટોમાંથી જે ચૂંટણીના પરિણામો જાહેર થયા છે તેમાં 19 સીટ ઉપર ભાજપનો ભગવો લહેરાયો ચૂક્યો છે જ્યારે પાંચ સીટો કોંગ્રેસને અને 2 સીટ અન્યને મળી હોવાના સમાચાર મળી રહ્યા છે. ત્યારે અત્યારના  પરિણામ ઉપરથી ભાજપ જૂનાગઢ જિલ્લા પંચાયત ઉપર સત્તા ઉપર આવે તે સ્પષ્ટ થઇ જવા પામ્યું છે.

જ્યારે કેશોદ તાલુકા પંચાયતની 18 સીટોમાંથી ભાજપે 11 ઉપર વિજય મેળવ્યો છે અહીં કોંગ્રેસને 7 સીટ મળતા કેશોદ તાલુકા પંચાયત ઉપર ભાજપનું રાજ આવશે. તો વિસાવદરમાં 18 સીટોમાંથી 11 સીટો ભાજપે મેળવી લીધી છે ત્યાં 6 કોંગ્રેસ અને 1 અપક્ષ ને સીટ મળતા વિસાવદરમાં ભાજપ સત્તાના સૂત્રો સંભાળશે. માળિયામાં 20 સીટો ની ચૂંટણી યોજાઇ હતી તેમાંથી 17 સીટ ના પરિણામ જાહેર થયા છે જેમાં 11 ઉપર ભાજપ અને 6 સીટ ઉપર કોંગ્રેસ વિજેતા જાહેર થયેલ છે ત્યારે માળિયામાં પણ ભાજપ સત્તા સંભાળી તેવું સ્પષ્ટ થયું છે. આવી જ હાલત માંગરોળની છે જ્યાં 20 સીટો ની ચૂંટણી યોજાઈ હતી જેમાં થી 11 સીટો ભાજપને મળી છે, અને 6 કોંગ્રેસને તથા 3 અપક્ષને મળતા અહીં પણ ભાજપ બહુમતીમાં આવતા માંગરોળમાં પણ ભાજપ સત્તા ઉપર આવશે.

Screenshot 20210302 135914

આ સિવાય મેંદરડાની તમામ 16 સીટ ના પરિણામો જાહેર થયા છે જેમાં 9 સીટો કોંગ્રેસને 2 અપક્ષ ને અને પ ભાજપને મળી છે ત્યારે મેંદરડામાં કોંગ્રેસ શાસન ઉપર આવે તેવું જણાઈ રહ્યું છે જ્યારે વંથલીમાં 16 સીટ ના પરિણામ આજે જાહેર થયા છે તેમાંથી 8 કોંગ્રેસને, 1 અપક્ષ ને અને 7 ભાજપ ને મળતા જો તોડાજોડ ના થાય તો, વંથલીમાં કોંગ્રેસ શાસન ઉપર આવશે. માણાવદરમાં થોડું વિચિત્ર પરિણામમાં આવ્યો છે અહીં તમામ 16 સીટ  ના પરિણામ જાહેર થયા છે જેમાં 8 ભાજપને 7 કોંગ્રેસને અને 1 અપક્ષ ને સીટ મળવા પામી છે ત્યારે માણાવદરમાં તોડફોડ ની રાજનીતિ કરી પણ સવાયો પક્ષ કોણ સાબિત થાય છે તેના ઉપર સાતધારી પક્ષા નક્કી થશે. તો જુનાગઢની 18 સીટના આજે પરિણામ જાહેર થવાના હતા જેમાંથી 11 સીટના સતાવાર પરિણામો જાહેર થયા છે તેમાંથી 6 સીટ  ભાજપને ફાળે ગઇ છે, જ્યારે 2 કોંગ્રેસ અને 3 સીટ અન્ય મળી છે અને અપક્ષને પણ સીટો મળી હોવાનું બિનસત્તાવાર રીતે જાણવા મળી રહ્યું છે ત્યારે જૂનાગઢ તાલુકા પંચાયતના શાસન મેળવવા માટે પણ તોડફોડ નું રાજકારણ ખેલાય એવું મનાઈ રહ્યું છે.

જૂનાગઢ જિલ્લાની  9 તાલુકા પંચાયતની 158 સીટ માથી જાહેર થયેલા 140 પરિણામો ઉપર નજર કરીએ તો 78 સીટ ભાજપને 56 કોંગ્રેસને, 7 અપક્ષને અને  4 શીટ અન્યને મળી છે.

આમ જોઈએ તો ગત ચૂંટણી કરતાં આ વખતે ભાજપને આ ચૂંટણીમાં ખૂબ જ મોટી સફળતા મળી છે અને ગત વર્ષના જિલ્લા પંચાયતના શાસક કોંગ્રેસ પક્ષે જિલ્લા પંચાયતનું શાસન ગુમાંવ્યું છે અને મોટાભાગની તાલુકા પંચાયત પણ કોંગ્રેસે ગુમાવતા ભાજપ માટે આ ચૂંટણી ખૂબ જ ફાયદાકારક નીવડતા ભાજપ પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.