Abtak Media Google News

 પ્રેમ પ્રકરણ કે ધરાર પ્રેમ?: પ્રોઢનું ઢીમ ઢાળી દીધું

અબતક,રાજકોટ

રાજકોટમાં નવાગામમાં દેવનગરનાં ઢોળા પર રહેતા પ્રૌઢની પ્રેમ પ્રકરણના કારણ હત્યા થતા ભારે ચકચાર મચી જવા પામી છે. પાડોશીએ સમાધાન માટે બોલાવી ‘તારો છોકરો કેમ મારી બેનને ફોન કરે છે’ કહી લોખંડના પાઈપ ઝીંકી શખ્સેપ્રૌઢનું ઢીમઢાળી દીધું હતુ બનાવની માહિતી પોલીસને થતા પોલીસ એક શખ્સની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ: તારો છોકરો મારી બેન ને કેમ ફોન કરે છે?

આ અંગે મળતી માહિતી મુજબ નવાગામમાં રહેતા હરસુખભાઈ ચકુભાઈ ફતેપરા નામના 50 વર્ષિય પ્રૌઢ ગઈકાલ બપોરે તેના પાડોશી હિતેશ ઝશપડાના ઘરે જૂના ઝઘડાનાં સમાધાન માટે ગયા હતા તે દરમ્યાન હિતેશે ઝઘડો કરી ઉશ્કેરાઈ હરસુખભાઈને લોખંડના પાઈપ ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા હતા. અને ત્યાથી નાશી ગયો હતો. બનાવની જાણ કુવાડવા પોલીસને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. અને પ્રાથમિક પૂછતાછમાં જાણવા મળ્યું હતુકે મૃતક હરસુખભાઈ મજુરી કામ કરતા હતા અને તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે.

હરસુખભાઈનો પુત્ર સાગર આરોપી હિતેશ ઝાપડાની બહેન સાથે ફોનમાં વાત કરતો હતો અને હિતેશને પ્રેમ પ્રકરણની શંકા થતા એક વર્ષ પહેલા ઝઘડો થયોહતો અને તે ઝઘડાનાં સમાધાન માટે હિતેશે હરસુખભાઈને બોલાવ્યા હતા અને બંને વચ્ચે બોલાચાલી થતા હિતેશે ઉશ્કેરાઈને લોખંડના પાઈપ ઝક્ષંકી હરસુખભાઈને મોતને ઘાટ ઉતાર્યા હતા. પોલીસે પરિવારજનોનું નિવેદન નોંધી હિતેશ ઉર્ફે ગેડા વાલાભાઈ ઝાપડાની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.