લવ જેહાદ:16 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી

કારખાનામાં સાથે કામ કરતાં પર પ્રાંતિય શખ્સે કર્યુ  અપહરણ

શહેરમાં બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં લવ જેહાદના બનાવ જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં બેડીપરામાં સાથે કામ કરતી સગીરાને બિહારના યુવાન લગ્નની લાલચે ફસાવી અપહરણ કર્યાની ફરીયાદ તેના પિતાએ નોંધાવતા પોલીસ  તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

આ અંગે મળીત વિગતો અનુસાર ફરીયાદી મુકેશભાઇ મણીભાઇ શેખલીયાની સગીર વયની પુત્રી બેડીપરામાં આવેલ એક ઇનમીટેશનના કારખાનામાં કામ કરતી હતી. ત્યારે તેની સાથે કામ કરતો મોહમદ તૌસીફ ઉફેૃ સીંકદર શખ્સ તેની સગીર પુત્રીને લગ્નની લાલચ  આપી અને બે દિવસ પૂર્વે અપહરણ કરી ગયો છે.

બનાવની જાણ બી ડીવીઝન પોલીસમાં થતા પોલીસ બિહારના શખસ વિરુઘ્ધ અપહરણનો ગુનો નોંધી અને તેની શોધખોળ હાથ ધરી છે. વધુમાં જાણવા મળ્યું હતું કે સગીર યુવતિ અને મોહમદ બન્નેને થોડા સમયથી સાથે કામ કરતાં હતા અને ત્યાં જ પ્રેમ સંબંધ પાંડયો હોવાથી મોહમદે લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયો છે.