હારમાં પણ જીત અપાવનાર અને મારા દિલના રોગોની દવા એટલે “પ્રેમ”

પ્રેમ જુઓ તો, દિલની દવા છે,
પ્રેમ જુઓ તો ફકીરી સજા છે…!

ભીતર રડવાની ક્યાં મનાઈ છે,
સામસામે બળવાની શું મજા છે…!

વગોવવા માટે બેઠી આ પ્રજા છે,
કોણ સમજે કયાં કોનાં ગજા છે….!

હાર-જીતની ચાલુ આ કથા છે,
વિના તલવારે લડવાની કળા છે…!

થોભી જા આંસુ તું મૃગજળ થઈ,
કોઈક તો પૂછશે શું આ વ્યથા છે…!

નામ હવે બસ પ્રેમ મંદિરનું,
પારખી જુઓ આ એની જ ધજા છે…!

જાવું છે તડીપાર હવે બસ,
“દિવુ” પણ ક્યાં પ્રભુની રજા છે…!

– ‘ દિવુ ‘
દિવ્યેશગિરી ગોસ્વામી (વાંકાનેર)

તમે પણ કવિતા, સ્વરચિત ગીત, ગઝલ કે કથા, ટૂંકીવાર્તા લખવાના શોખીન હોવ તો તમારા દ્વારા રચિત કન્ટેન્ટ અમને અમારા ઈ-મેઈલ એડ્રેસ [email protected] પર મોકલી આપશો. જેને તમારા નામ સાથે અમે અમારા પ્લેટફોર્મ પર મૂકીશું. તમારી આવડત, કૌશલ્ય, કળા-કૃતિને અમે ઉજાગર કરીશું.