Abtak Media Google News

કહેવાય છે કે જ્યારે પ્રેમ થાય છે ત્યાં કોઈ ધર્મ જોતાં નથી , ના તો કોઈ સરહદ જોવે છે.આવી જ એક ઘટના અમદાવાદમાં બની છે. ઇન્સ્ટાગ્રામ ના માધ્યમ દ્વારા યુવાન અને કીશોરી પ્રેમ માં પડ્યા હતા.યુવાન માટે કિશોરી પાકિસ્તાન બોર્ડર સુધી જતી રહી હતી.કિશોરીની ઉમર 18 વર્ષની ન હોવાને કારણે પોલિસ કાર્યવાહી કરીને તેને પાછી લાવવામાં આવી છે. આ સાથે પોલીસે તે યુવકની ધરપકડ પણ કરી લીધી છે.

યુવાનનું નામ રોહિત હતું. રોહિત અને તેના પિતા બન્નેને મેઘાણીનગર પોલીસે ઓપરેશન પાર પાડીને ધરપકડ કરી લીધી છે. જોકે, તમને જણાવી દઈએ કે, હાઇકોર્ટના આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. કિશોરીની ઉંમર માત્ર 17 વર્ષની છે અને રોહિત 18 વર્ષનો છે.

ઇન્સ્ટાગ્રામ ના માધ્યમ દ્વારા બંનેની મુલાકાત થય હતી, બન્ને એક બીજાને ક્યારેય રૂબરૂ પણ મળ્યા ન હતા.2 વર્ષ સુધી ઇન્સ્ટાગ્રામ ના માધ્યમ દ્વારા બંને વચ્ચે વાતચીત થતી હતી. કિશોરી અને આ યુવક વચ્ચે વાત થઈ અને કિશોરીને યુવકે પ્લેનની ટિકિટ મોકલી દિલ્હી બોલાવી લીધી હતી.

કિશોરી દિલ્હી થઈ પાકિસ્તાનથી 4 કિલોમીટર દૂર એવા પંજાબના ફઝલિકા જિલ્લાના લમચોર ગામમાં આવી ગઈ હતી. મહત્વનું છે કે, કિશોરીની ઉંમર નાની હતી જેથી તેના પિતાએ ફરિયાદ કરી અને બેવાર પોલીસ પંજાબ ગઈ પરંતુ પાછી આવી ગઈ. છેલ્લે હાઇકોર્ટમાં હેબિયર્સ દાખલ થયા બાદ પોલીસની એક ટીમ જેમાં પીઆઈ પણ હતા અને પાકિસ્તાનના બોર્ડર ઉપર ઓપરેશન હાથ ધર્યું હતુ. જે બાદ કિશોરી મળી આવી અને પોલીસે યુવકના તેની મદદગારીમાં તેના પિતાને પણ પકડી લાવી છે.

નોંધનીય વાત તો એ છે કે, યુવક એટલો ચાલાક છે કે તેને ચંદીગઢના હાઇકોર્ટમાં પોતે પોલીસ પ્રોટેક્શન માટે અરજી કરી હતી. રીલ જેવી આ રીયલ ઘટનામાં હાલ કિશોરી તેના પિતા પાસે આવી ગઈ છે અને બન્ને પિતા પુત્ર જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.