- પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાએ અબતકની શૂભેચ્છા મુલાકાત દરમિયાન સમુહલગ્ન અંગે આપી વિસ્ૃતત માહિતી
- બાપથી સવાયો બેટો
કન્યા કેળવણીના ધામ તરીકે ગુજરાતભરમાં પ્રચલિત કદાવર ખેડુત નેતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની જન્મભૂમિ જામકંડોરણામાં તેમના પુત્ર અને ભાજપના યુવા નેતા અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા દ્વારા આગામી તા. 26 જાન્યુઆરી, 2025ના રોજ 511 દિકરીઓના ભવ્ય સમુહ લગ્નોત્સવ ’પ્રેમનું પાનેતર’નું વિશાળ આયોજન કરવામાં આવ્યું ‘અબતક’ સાથેની મુલાકાતમાં જયેશભાઇ રાદડીયા, ગોવિંદભાઇ રાણપરીયા, અરવિંદભાં ત્રાડા, રાજુભાઇ જુંજા ડો. મનોજભાઇ રાદડીયા, નીલેશભાઇ બાલંધા કાર્યક્રમની વધુ વિગતો આપી
ખેડુત નેતા મેહલભાઈ રાદડિયાની પૂણ્યસ્મૃતિમાં યોજાનાર આ 9માં શાહી સમુહ લગ્નોત્સવમાં આ વર્ષે પણ હવેલી જેવો વિશાળ અને ભવ્યાતિભવ્ય સેટ ઉભો કરવા ઉભો કરવામાં આવ્યો છે. 511 લગ્ન મંડપી, તથા રોમન અને ટ્રેડિશનલ શ્રીમના સ્ટેજ પ્રોગ્રામ માટે 75 વિદ્યા જમીનમાં તેમજ પાર્કિંગ, જમણવાર સહિતની વ્યવસ્થા માટે 125 વિઘા જમીનમાં તૈયારીઓ કરવામાં આવી છે.
સમુહ લગ્નોત્સવમાં આવતીકાલે ભવ્ય રાસોત્સવ આયોજન કરેલ છે. ગાયક કલાકાર ગીતાબેન રબારી તથા ગ્રુપ દ્વારા સાંજે 8 કલાકે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરેલ છે.
આ ઉપરાંત તા. ર6-1 ને રવિવારે બપોરે 2.30 કલાકે વરઘોડો નીકળશે આ ઉપરાંત 4 કલાકે દાતાઓનો સત્કાર સમારોહ યોજાશે. સાંજે પ કલાકે હસ્તમેળાપ, 6 વાગ્યે ભોજન સમારંભ અને સાંજના 8 કલાકે ક્ધયા વિદાયનો કાર્યક્રમ રાખેલ છે.
‘અબતક’ના મેનેજિંગ તંત્રી સતિષકુમાર મહેતાએ જણાવ્યું હતું કે , 511 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન”પ્રેમનું પાનેતર”નું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે સ્વ.ઠ્ઠિલભાઈ રાદડિયા નો વારસો જાળવી રાખવા જયેશભાઈ રાદડિયા તત્પર બન્યા છે ,આ ઉપરાંત સમાજલક્ષી સેવા કાર્યો કરવા તેમજ આ સમૂહ લગ્ન માં 511 દીકરીઓ ક્ધયાદાન કરવાનો એક સુંદર અવસર મળ્યો છે ત્યારે ઐતિહાસિક સમૂહ લગ્ન મા આજે સ્વયંસેવકો પોતાની ભૂમિકા અદા કરી રહ્યા છે તે એક વિશ્વાસપાત્ર ઘટના કહેવાય આજે માત્ર એક દીકરીના નહીં, પરંતુ 511 દીકરીઓ ના સમૂહલગ્ન કરવામાં આવશે જે સ્વ,વિઠ્ઠલભાઈ રાદડિયા શ્રેય જાય છે
આ સમુહ લગ્નમાં જોડાઈને ગૃહસ્થ જીવનનો પ્રારંભ કરનાર દિકરીઓને કરિયાવર માટે દાતાઓએ મન મુકીને દાનનો ધોધ વહાવ્યો છે અને તેના કારણે દરેક દિકરીને અંદાજે રૂા. 3 લાખની કિંમતની 120 ચીજવસ્તુઓનો કરિયાવર આપવામાં આવનાર ર છે. સાથો સાથ દરેક દિકરીને શ્રીમદ ભગવદ્ ગીતા – પણ 1 ભેટ ધરવામાં આવશે. કરિયાવરમાં ઘરગૃહસ્થિનું તમામ ફર્નિચર-રાચરચીલું આપવામાં આવનાર છે. વ્યવસ્થા જાળવવા માટે કરિયાવરની ચીજવસ્તુઓ લગ્નોત્સવ પહેલા જ જે તે ક્ધયાના સાસરિયામાં પહોંચાડવાની વ્યવસ્થા પણ જામ કંડોરણા છાત્રાલય દ્વારા કરવામાં આવી છે. દિકરીઓને ફ્રીઝ, ટીવી, બેડ, સોફા-સેટ, કબાટ, ટિપોઈ, ગાદલા, ઓસીકા, સોનાના દાણા, મંગળસુત્ર, રજવાડી ચેઈન વીથ પેન્ડલસેટ, ચાંદીનો તુલસીનો ક્યારો, સાંકળા, ડદોરો, ચાંદીની લક્ષ્મીજીની પ્રતિમા, ગણપતિજીની પ્રતિમા, કંકાવટી, ગાય, મિક્સર, બ્લેન્ડર, ટોસ્ટર સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓ ઉપરાંત વરરાજાની શેરવાની ચુડી, સાફા, સાલ, માળા, મોજડી તથા ક્ધયાના પાનેતર, સલવાર સુટ, ડિઝાઈનર સાડીઓ, કપલ રિસ્ટવોચ વિગેરે પણ કરિયાવરમાં આપવામાં આવનાર છે.
જામકંડોરણાના કાલાવડ રોડ પર આવેલ શ્રી હંસરાજભાઈ સવજીભાઈ રાદડિયા લેઉવા પટેલ વિદ્યાર્થીભવન ખાતે લેઉવા પટેલ સમાજની 511 દિકરીના ભવ્ય લગ્નોત્સવને સફળ બનાવવા મુખ્ય નિમંત્રક જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ ક્ધયા છાત્રાલય અને કુમાર છાત્રાલયના પ્રમુખ જયેશભાઈ રાદડિયા સહિતની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.
આ શાહી સમુહ લગ્નોત્સવના આયોજક ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે, “પ્રેમનું પાનેતર’ લગ્નોત્સવ સમારોહના મુખ્ય દાતા મુળ જામકંડોરણાના અને હાલ સુરત નિવાસી ઉદ્યોગપતિ રમેશભાઈ વલ્લભભાઈ ગજેરા તથા પરસોતમભાઈ (દાસભાઈ) વલ્લભભાઈ ગજેરા છે. જ્યારે અધ્યક્ષ સ્થાને કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા તથા સી. આર. પાટીલ ઉપસ્થિત રહેશે જ્યારે ઉદ્ઘાટક તરીકે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સુરતના ડાયમંડ ઉદ્યોગપતિ વસંતભાઈ ગજેરા, સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાના પિતા હંસરાજભાઈ રાદડિયા, કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, જેતપુરના ઉદ્યોગપતિ રાજુભાઈ હિરપરા તેમજ સુરતના ભક્તિગૃપના રમેશભાઈ ગજેરા અને સોમનાથ ઈન્ફ્રા.ના પરસોતમભાઈ ગજેરા ઉપસ્થિત રહેશે.
આ સિવાય લેઉવા પટેલ સમાજના સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતભરમાંથી રાજકીય, સામાજીક આગેવાનો,ઉદ્યોગકારો તેમજ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો દિકરીઓને આશિર્વાદ આપવા જામકંડોરણાના આંગણે ઉપરિવત રહેનાર છે.
આ ઐતિહાસિક સમુહલગ્નોત્સવને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ જયેશભાઈ રાદડિયા ઉપરાંત ઉપપ્રમુખ ગોવિંદભાઈ રાણપરિયા, ખજાનચી વિઠલભાઈ બોદર, માનદ મંત્રી નિલેષભાઈ બાલધા, બાંધકામ સમિતિના ચેરમેન-કન્યા છાત્રાલય મોહનભાઈ કથિરિયા, કુમાર છાત્રાલય બાંધકામ સમિતિના ચેરમેન ધનજીભાઈ બાલધા તેમજ ટ્રસ્ટીઓ જયતિલાલ પાનસુરિયા, અરવિંદભાઈ તાળા, મનસુખભાઈ સાવલીયા, જમનભાઈ બાલધા, અશોકભાઈ બાલધા, રમેશભાઈ ખીચડિયા, મનોજભાઈ રાદડિયા, જસમતભાઈ કોયાણી, કિરણભાઈ કોયાણી, કરશનભાઈ બાલધા, બચુભાઈ બાલધા, દામજીભાઈ બાલધા, વીરજલાલ ગજેરા, વિનોદરાય પાનસુરિયા, જીવરાજભાઈ સતાસીયા, વલ્લભભાઈ કોટડિયા, નાથાભાઈ રૈયાણી, ધીરજલાલ સતાસીયા, છગનભાઈ સાવલીયા, ઝવેરભાઈ ભંડેરી, ભોવાનભાઈ વાગડિયા, હરિલાલ રાજપરા, વલ્લભભાઈ કાછડિયા, જમનભાઈ વાદી, નાથાભાઈ તાળા, લાલજીભાઈ ડોબરિયા, ધીરજલાલ પોકિયા, હરસુખભાઈ વેકરિયા, ગોપાલભાઈ વઘાસીયા, ભીખાભાઈ અજુડિયા, મનસુખભાઈ રેણપરા, જગદીશભાઈ પીપળીયા, વલ્લભભાઈ રૂપાપરા, બાવનજીભાઈ પાદરિયા, સવજીભાઈ સોરઠિયા, છગનભાઈ ઘાડિયા, રણછોડભાઈ પોકિયા, વેલજીભાઈ પટોડિયા, ભગવાનજીભાઈ ગીણોયા, રામજીભાઈ બાલધા, ધરમશીભાઈ સાવલીયા, વ્રજલાલ સતાસિયા, લાલજીભાઈ વેકરિયા, ભગવાનજીભાઈ બાલધા, દિપકભાઈ બાલધા, મહેશભાઈ સેંજલિયા વગેરે જહેમત ઉઠાવી રહયા.
મારા સ્વયંસેવકો મારી સાચી તાકાત છે: ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા
‘અબતક’ સાથેની મુલાકાતમાં ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા એ જણાવ્યું હતું કે,જામકંડોરણ ડોરણાના આંગણે યોજાનાર આ ઐતિહાસિક સમુહ લગ્નોત્સવ ગુજરાતભરમાંથી જરૂરિયાતમંદ પરિવારના 511 દિકરા-દિકરીઓને ગૃહસ્થ જીવનમાં પ્રસ્થાન કરવાનું અમને સૌભાગ્ય પ્રા’ત થયું છે. મારા પિતા વિઠ્ઠલભાઈ રાદડિયારો શરૂ કરેલી સમાજ સેવાની આ પરંપરા આગળ ધપાવવા સમગ્ર જામકંડોરણા તાલુકાના લેઉવા પટેલ સમાજના લોકો અને તાલુકાની 42 સંસ્થાઓ સહિયારા ભગીરથ પ્રયાસો કરી રહી છે. અને દર વર્ષે આ સેવાકાર્ય વધુને વધુ વિસ્તરી રહ્યું છે.આ ભવ્ય સમુહ લગ્નોત્સવ જામકંડોરણા જેવા નાના તાલુકા માટે ઐતિહાસિક અવસર બની રહેશે. જામકંડોરણાની બજારમાં 511 જાનના સામૈયા એક અવિસ્મરણીય પ્રસંગ બની રહેશે વરરાજાઓના સામૈયા માટે ગીર સફારીની ખુલ્લી જીપોથી માંડી વિન્ટેજ કાર સુધીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત મને દાતાઓનો ખૂબ જ સહકાર છે, લગ્ન મંડપથી માંડી જમણવાર અને પાર્કિંગ તથા ટ્રાફિક સહિતની વ્યવસ્થા માટે જામકંડોરણા તાલુકાના જ 10,000 સ્વયંસેવકો છેલ્લા 15 દિવસથી જહેમત ઉઠાવી રહ્યા છે. મારા સ્વયમ સેવકો એ જ મારી સાચી તાકાત છે આ ઉપરાંત તમામ ક્ધયાઓને બ્રાન્ડેડ ચીજ વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવશે.