Abtak Media Google News

કાર્યક્રમોના આમંત્રણ સોશિયલ મીડિયા દ્વારા મોકલી દેવામાં આવતા હોવાનું નગરસેવકોની ફરિયાદ

રાજકોટ મહાનગર પાલિકામાં આજે સવારે મળેલી જનરલ બોર્ડની બેઠક પૂર્વે મળેલી ભાજપના કોર્પોરેટરોની સંકલન બેઠકમાં સામાન્ય બોલાચાલી થવા હોવાનું જાણવા મળી રહ્યું છે. કોર્પોરેશનના કાર્યક્રમોમાં ભાજપના ચૂંટાયેલા નગરસેવકોની હાજરી ખૂબ જ ઓછી રહે છે. જે સંદર્ભે આજે સંકલન બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણીએ તમામ નગરસેવકોને એવી તાકીદ કરી હતી કે ચૂંટાયેલા જન પ્રતિનિધિ તરીકે કોર્પોરેશનના તમામ કાર્યક્રમોમાં હાજરી આપવી જોઇએ. હવે પછી આવી ફરિયાદ ન રહે તેવી પણ તેઓએ ટકોર કરી હતી.

દરમિયાન કેટલાકં મહિલા નગરસેવિકાઓ એવી ફરિયાદ કરી હતી કે કેટલાંક કાર્યક્રમોમાં તેઓનું માન-સન્માન જળવાતું નથી અને પૂરતી સિટીંગ વ્યવસ્થા પણ રાખવામાં આવતી નથી. આટલું જ નહી કાર્યક્રમોના નિમંત્રણ સોશિયલ મીડીયા મારફત મોકલવામાં આવે છે. આખો દિવસ ફોન હાથમાં રાખીને બેઠા હોતા નથી. જેના કારણે અનેક વખત એવું બને છે કે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નિમંત્રણ મળે છે. આ પ્રશ્ર્ન તાત્કાલીક અસરથી હલ કરવા માટે મહિલા નગરસેવિકાઓએ પ્રમુખ સમક્ષ બળાપો ઠાલવ્યો હતો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.