Abtak Media Google News

ચોમાસુ ૧લી ઓકટોબર બાદ વિદાય લે તેવા આસાર: સવારે ૨ કલાકમાં છોટાઉદેપુરના કવાંટમાં ૨ ઈંચ, નસવાડીમાં ૧ ઈંચ વરસાદ

ગુજરાતમાં ૧૨૨ ટકા જેટલો વરસાદ વરસી ગયો હોવા છતાં હજુ મેઘરાજા વિરામ લેવાના મુડમાં ન હોય તેવું લાગી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા પાંચેક દિવસથી વરાપ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. દરમિયાન અરબી સમુદ્રમાં એક નવું જ લો-પ્રેસર બની રહ્યું છે. જેની અસરતળે આગામી ૨૨ થી ૨૭ સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં હળવાી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. જો કે, ૨૧મી સુધી સૌરાષ્ટ્રમાં સંપૂર્ણપર્ણે વરાપ જેવો માહોલ રહેશે. આજે સવારે છોટાઉધેપુરના કવાંટમાં ૨ કલાકમાં ૨ ઈંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે નસવાડીમાં પણ ૧ ઈંચ વરસાદ પડયો હતો.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર અરબી સમુદ્રમાં એક લો-પ્રેસર બની રહ્યું છે જે દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ ફંટાય તેવી શકયતા છે અને મુંબઈ પરી પસાર થઈ અરબી સમુદ્રમાં વિલીન થઈ જશે. આ લો-પ્રેસર ડિપ્રેશન કે ડિપ ડિપ્રેશનમાં પરિવર્તીત થાય તેવી સંભાવના જણાય રહી છે. જેની અસર તળે આગામી ૨૨ થી ૨૭ સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં વરસાદની શકયતા રહેલી છે.

સૌરાષ્ટ્રમાં હળવાી મધ્યમ વરસાદ પડશે ત્યારે દક્ષિણ ગુજરાતમાં મધ્યમી ભારે વરસાદની શકયતા છે. અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ વરસી શકે છે. હાલ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોવાના કારણે ગમે તે સ્ળે બપોર બાદ વરસાદ વરસી શકે છે. આજે પણ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. આવતીકાલે પણ આ જ વિસ્તારમાં વરસાદની સંભાવના છે. જ્યારે શુક્રવારના રોજ વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી ઉપરાંત ભાવનગર અને અમરેલી જિલ્લામાં જ્યારે શનિવારે સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી અને ગીર-સોમના જિલ્લામાં વરસાદની શકયતા જણાય રહી છે.

અગાઉ હવામાન વિભાગ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે, ૨૬મી સપ્ટેમ્બરી ગુજરાતમાં ચોમાસુ વિદાય લે તેવી સંભાવના છે. પરંતુ લો અરબી સમુદ્રમાં લો-પ્રેસર સક્રિય તાં હવે રાજ્યમાં ૨૭ તારીખ સુધી વરસાદની નવી આગાહી આપવામાં આવી છે. સામાન્ય રીતે જ્યારે રાજસન અને પંજાબમાં એન્ટી સાયકલોનિક વિંડ શરૂ થતાં હોય છે ત્યારી ચોમાસાની વિદાયની શરૂ થતી હોય છે. આગામી ૧લી ઓકટોબર બાદ રાજ્ય સહિત સમગ્ર દેશમાંથી ચોમાસુ વિદાય લેવાની શરૂઆત કરે તેવી સંભાવના રહેલી છે. સામાન્ય રીતે ચોમાસાની વિદાયનો પીરીયડ એક પખવાડીયાનો ચાલતો હોય છે એટલે કે ૧૫ ઓકટોબર સુધી એટલે કે રાજ્ય કે દેશમાં ચાલુ રહેશે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન વલસાડ, નવસારી, ડાંગ, તાપી, જૂનાગઢ જિલ્લાના ૧૬ તાલુકામાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. આજે સવારી છોટાઉદેપુરમાં મેઘરાજા વરસી રહ્યાં છે. કવાંટમાં ૨ કલાકમાં ૨ ઈંચ, નસવાડીમાં ૧ ઈંચ જ્યારે છોટાઉદેપુર અને સનખેડામાં હળવા ઝાપટા પડયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.