Abtak Media Google News

ઉજ્જવલા યોજના હેઠળ લોકોને આ લાભ મળશે : ચૂંટણીના એક વર્ષ બાકી છે તે પૂર્વે જ મુખ્યમંત્રીએ આપી મોટી રાહત

રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારના ચાર વર્ષ પૂરા થવા પર અને વિધાનસભા ચૂંટણીના લગભગ એક વર્ષ પહેલા સીએમ અશોક ગેહલોતે મોટી જાહેરાત કરી છે. સીએમ અશોક ગેહલોતે 1 એપ્રિલથી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે. ગેહલોતે સોમવારે ભારત જોડો યાત્રા અંતર્ગત અલવર જિલ્લાના માલાખેડામાં આયોજિત સભામાં આ જાહેરાત કરી હતી.

આ સાથે ગેહલોતે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું અને આરોપ લગાવ્યો કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ , ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન  જેવી તમામ સંસ્થાઓ આજકાલ ખુદ ડરી રહી છે કે તેમને ખબર નથી કે ઉપરથી શું આદેશ આવશે. ગેહલોતે કહ્યું કે હું આ પ્રસંગે જાહેરાત કરીશ કે આવા લોકો જે ગરીબી રેખા નીચે છે. ગરીબ છે અને ઉજ્જવલા યોજના સાથે જોડાયેલા છે તે લોકોનો અમે સર્વે કરાવીશું. તેના પછી આવતા વર્ષે 1 એપ્રિલ પછી 1040 રૂપિયાવાળો સિલિન્ડર 500 રૂપિયામાં આપવામાં આવશે.

સભાને સંબોધતા મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે કેન્દ્ર સરકાર ઈન્કમટેક્સ, ઈડીથી લોકોને ડરાવતી હતી, પરંતુ રાહુલ ગાંધીની યાત્રા શરૂ થયા બાદ હવે આ લોકો પોતે જ ડરી ગયા છે. ગેહલોતે કહ્યું કે દેશમાં લોકશાહીના મૂળ નબળા પડી ગયા છે અને રાહુલ ગાંધી એક હેતુ સાથે ચાલી રહ્યા છે. સીએમએ કહ્યું કે આઝાદી પછી આ પહેલી ભારત જોડો યાત્રા છે અને આજે આખો દેશ મોંઘવારી અને બેરોજગારીથી પીડિત છે, જેના માટે કોંગ્રેસ પાર્ટી લડી રહી છે.બીજી તરફ ઇઆરસીપીને લઈને ગેહલોતે ફરી એકવાર કેન્દ્ર સરકારને ઘેરી હતી અને કહ્યું હતું કે અમે કોઈપણ સંજોગોમાં ઇઆરસીપી રોકીશું નહીં અને તેને રાષ્ટ્રીય યોજના તરીકે રજીસ્ટર કરાવવા માટે અમારી લડાઈ ચાલુ રહેશે. ગેહલોતે કહ્યું કે દેશના વડાપ્રધાન આટલી મોટી યોજનાનું વચન આપવાનું ભૂલી ગયા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.