Abtak Media Google News

પશુ દવાખાનામાં રસીનો મર્યાદીત જથ્થો

છેલ્લા એક અઠવાડીયાથી પશુઓમાં લમ્પી વાયરસ દેખા દેતા તાલુકામાં સરકારી ચોપડે પર કેસ નોંધાયા છે જયારે શહેરમાં એકપણ ન હોવાનું તંત્ર જણાવી રહ્યું છે.

જેમ કોરોના માણસને વીણી વીણીને વરગી રહ્યો હતો તેમ પશુમાં લમ્પી નામનો વાયરસ રોગ છેલ્લા એક અઠવાડીયાથી ઝડપ ભેર વધી રહ્યો છે. ત્યારે પશુપાલકોમાં ભયનો માહો ઉભો થયો છે. સરકારી ચોપડે અત્યાર સુધીમાં તાલુકામાં પર કેસ નોંધાયા હોવાનું સરકારી પશુ ડોકટરે જણાવેલ છે જયારે ભાયાવદર, વરજાંગ જાળીયામાં વધુ કેસ જોવા મળી રહ્યા છે.

સરકાર દ્વારા પશુઓને રસી આપવામાં ઓરમાયુ વર્તન હોય તેમ શહેર તાલુકા અત્યાર સુધીમાં પ00 રસીના ડોઝ આવ્યા છે તેમાં જરુરીયાત મુજબ પશુઓને રસી અપાઇ રહી હોવાનું સરકારી પશુ ડોકટરે જણાવેલ છે જયારે નગરપાલિકા સંચાલીત એનીમલ હોસ્ટેલ ના પિયુષભાઇ માકડીયાએ જણાવેલ કે હાલમાં હોસ્ટેલ તેમજ ગૌ શાળામાં એક હજાર જેટલી ગાયો છે તેમાંથી 700 જેટલી ગાયોને અમોએ સ્વખર્ચ રસી આપી ચુકવા છીએ.

ત્યારે  સરકારે  તેમજ રાજયના પશુપાલન વિભાગે વહેલી તકે તમામ પશુઓ માટે રસી આપવાનો આદેશ આપવો જોઇએ. તાલુકામાં મોટા ભાગના પશુપાલકો રોજે રોજનું કરીને ખાય તેવા છે ત્યારે પોતે પાંચ થી છ પશુઓનો ઉછેર કરતા હોય તો તેઓને રસીના ખર્ચ પોશાય નહી રસી ના વાંકે પશુઓનું મોત થાય તો પશુપાલકોની રોજીરોટી છીનવાય જાય આવા સમય પશુપાલન આરોગ્ય વિભાગે ઝડપી નિર્ણય લઇ લમ્પી વાયરસથી પશુઓને બચાવવા રસી આપવી જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.