Abtak Media Google News

સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસના વધુ 763 કેસ, 23 અબોલ પશુઓએ જીવ ખોયો

માણસને કોરોનાએ અને અબોલ જીવ પશુઓને લમ્પી વાયરસે પાયમાલ કરી દીધા છે. તંત્રની સબ સલામતની વાતો અને પશુઓને કરાયેલ રસીકરણની વાતો વચ્ચે રાજકોટ સહિત સોંરાષ્ટ્રમાં અનેક જિલ્લાઓમાં લમ્પી વાયરસની લહેર યથાવત રહી છે અને આ લમ્પી વાયરસના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.

જેમાં રાજકોટ જિલ્લામાં 214, દ્વારકા જિલ્લામાં 197, જૂનાગઢ જિલ્લામાં 116, મોરબી જિલ્લામાં 90, ગીર સોમનાથ જિલ્લામાં 37, પોરબંદર જિલ્લામાં 45, અમરેલી  જિલ્લામાં 39 કેસ નોંધાયા છે.

સૌરાષ્ટ્રમાં વધુ 763 લમ્પી વાયરસના કેસ નોંધાયા છે જ્યારે 23 અબોલ જીવોના મોત થયા છે. સૌથી વધુ રાજકોટ જિલ્લામાં મોત થયાનું નોંધાયું હતુ. જિલ્લામાં 14 પશુ મોતને ભેટયા છે. રાજકોટ જિલ્લામા વધુ 214 પશુને લમ્પી વાયરસ થયો છે. આજે 14 પશુના મોત થયા છે. 5840 અબોલ જીવોનુ રસીકરણ કરવામા આવ્યુ હતુ.

દેવભૂમિ દ્વારકા જિલ્લામા નવા 197 કેસ નોંધાયા છે. આજે એક પશુનુ મોત થયુ છે. અત્યાર સુધીમા 118233 અબોલ જીવોનું રસીકરણ કરવામાં આવ્યુ છે. મોરબી જિલ્લામા 90 કેસ સામે આવ્યા છે. એક પશુનુ મોત થયુ છે. અત્યાર સુધીમા 1,20,563 પશુઓનુ રસીકરણ કરવામા આવ્યુ છે. જામનગર જિલ્લામા લમ્પીના નવા 25 કેસ થયા છે. બે પશુના મોત થયા છે. આજે 741 પશુને રસી મુકવામા આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં 37 કેસ નોંધાયા છે. એક પશુનુ મોત થયુ છે. અત્યાર સુધીમા 5955 અબોલ જીવોનુ રસીકરણ કરવામા આવ્યુ છે.પોરબંદર જિલ્લામાં 45 કેસ સામે આવ્યા છે. આજે 4 પશુના મોત થયા છે. 1550 પશુનુ રસીકરણ કરવામાં જૂનાગઢ જિલ્લામા આજે 116 કેસ લમ્પી વાયરસના નોધાંયા છે. 538 પશુનુ રસીકરણ કરવામા આવ્યુ છે.

અમરેલી જિલ્લામા બે દિવસમા 39 કેસ સામે આવ્યા છે. આજે એક પશુનુ મોત થયુ છે. અત્યાર સુધીમા 181802 પશુને રસીકરણ કરવામા આવ્યુ છે. વિસાવદરના આંબેચા ગામે લમ્પીના કારણે બે દિવસમા 4 ગાયો અને બળદનુ મોત થયુ છે. અત્યાર સુધીમા 29 પશુના મોત થયા છે. તાકીદે વળતર ચુક્વવા માગણી ઉઠી છે.

વડિયામાં લમ્પી વાયરસ ન ફેલાય તે હેતુથી ગોવર્ધન ગૌશાળામા પશુઓને રસીકરણ કરવામાં આવ્યું હતુ. રખડતાં ઢોરને પણ રસી મુકવામા આવી હતી. હળવદમા ગાયોમાં લંપી રોગ દૂર થાય તે માટે બાપા સીતારામ અન્નક્ષેત્ર મંડળ દ્વારા બાપાસીતારામની મઢુલી ખાતે સવારે 7 થી સાંજના 7 વાગ્યાસુધી રામધુનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.