રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં “લમ્પી” લપેટ ઘટી: 733 કેસ, 28 પશુના મોત

પશુઓમાં ઝડપથી વકરી રહેલો લમ્પી વાયરસ એની અસર ઘટાડી રહ્યો હોય એમ વર્તાય રહ્યું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં “લમ્પી”ની લપેટ ઘટી હોય એવું નોંધાય રહ્યું છે. ગઈકાલ માત્ર 733 જેટલાજ કેસ નોંધાયા છે જ્યારે 28 પશુના મોત થયાનું સામે આવ્યું છે.

જામનગર, મોરબી, અમરેલી જિલ્લામાં કેસમાં આંશિક ઘટાડો નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં લમ્પી કેસની સંખ્યા ઘટી છે, 733 જેટલા પશુઓમાં કેસ અને 28 જેટલાં પશુના મોત નીપજ્યાંનું જાહેર થયું છે. જેમાં દ્વારકામાં 241, રાજકોટમાં 168, જામનગરમાં 109, મોરબીમાં 96 કેસ નોંધાયા છે.

સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસના કેસમાં આંશિક ઘટાડો નોંધાયો છે. આજે 733 કેસ નોંધાયા છે. 28 પશુના મોત થયા છે. સઘન રસીકરણ ઝૂંબેશના કારણે વધુ પશુઓને ચેપ લાગતો અટકયો છે. જામનગર જિલ્લામાં 109 કેસ નોંધાયા છે. આજે 4 પશુના મોત થયા છે. 500 પશુઓનુ રસીકરણ કરવામા આવ્યુ છે. પોરબંદર જિલ્લામા પર કેસ નોંધાયા છે. આજે 12 પશુના મોત થયા છે. 2600 પશુનુ રસીકરણ કરવામાં આવ્યું હતું.

અમરેલી જિલ્લામા 7 કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમા 1,26,931 પશુઓનુ રસીકરણ કરવામા આવ્યુ છે. મોરબી જિલ્લામા લમ્પી વાયરસના 99 કેસ નોંધાયા છે. આજે 4576 5શુઓનુ રસીકરણ કરવામા આવ્યુ હતુ. દ્વારકા જિલ્લામાં નવા 241 કેસ નોંધાયા છે. અત્યાર સુધી 7146 પશુ લમ્પી ગ્રસ્ત બન્યા છે, આજે 1 પશુનુ મોત થયુ છે. 8851 પશુને રસી મુકવામા આવી હતી. જૂનાગઢ જિલ્લામાં આજે લમ્પીના નવા 38 કેસ સામે આવ્યા છે. આજે 5310 પશુઓનુ રસીકરણ કરવામાં આવ્યુ હતુ. ગીર સોમનાથ જિલ્લામા 16 કેસ થયા છે. અત્યાર સુધીમા 144 પશુઓને રસીકરણ કરવામાં આવ્યુ છે. રાજકોટ જિલ્લામાં 168 કેસ નોંધાયા છે, આજે 11 પશુના મોત થયા છે..આજે 9118 અબોલ જીવોનુ રસીકરણ કરવામાં આવ્યુ હતુ.

ગૌમાતાને બચાવવા દેશી ઈલાજ બાદ હવે 24 લાખ ગાયત્રી મંત્ર

ઉપલેટા પાસે આવેલ ગધેથડ આશ્રમે નોંધનિય કામગીરી થઈ રહી છે.ગાયના સ્વાસ્થ્ય, સ્મૃધ્ધિ અર્થે આશ્રમમાં દિવ્ય ગાયત્રી મંત્રોચ્ચારનું આયોજન કરાયું હતું આશ્રમના સાધક કહે છે કે, 50 વર્ષથી ગાયત્રી મંત્રથી ગૌવંશને બચાવવો એ આપણી ફરજ છે. ગાયત્રી સાધનામાં ઓતપ્રોત પૂ.લાલબાપુએ આ માટે વિશેષ ગૌમાતાના સ્વાસ્થ્ય માટે 24 લાખ પ્રકારના લાડુ સૂચવ્યા છે તે ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન શરૂ કર્યું છે તે અક્સીર છે. પૂ.લાલબાપુએ ગાય સનાતન પરંપરાનો ગૌવંશનો રક્ષા માટે 24 લાખ દિવ્ય જીવ છે. તેમાં 33 કરોડ ગાયત્રી મંત્રોનું અનુષ્ઠાન શરૂ કરાવી ગાયોમાં દેવતાઓનો વાસ હોવાનું શાસ્ત્રમાં જે વાત છે તે સાબિત કરી દીધું છે.

કોર્પોરેશનના ઢોર ડબ્બે અનેક ગાયોને લમ્પીની અસર

રાજમાર્ગો પર રખડતા-ભટકતા ઢોરને પકડી કોર્પોરેશન દ્વારા ઢોર ડબ્બે રાખવામાં આવે છે. હાલ ગૌવંશમાં લમ્પી સ્કિન ડીસીઝના રોગચાળાએ ભરડો લીધો છે. જેમાં કોર્પોરેશનના ઢોર ડબ્બે હાલ એક ડઝનથી પણ વધુની ગાયોને લમ્પીગ્રસ્ત બની ગઇ છે. જ્યારે 40થી વધુ ગાયોને લમ્પીના લક્ષણો જોવા મળી રહ્યા છે. જો કે, છેલ્લા કેટલાક દિવસોથી કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. શહેરમાં 80 ટકાથી વધુ ગૌવંશને વેક્સીન આપી દેવામાં આવી છે. હાલ કોર્પોરેશનના ઢોર ડબ્બામાં 1350થી વધુ ગાયો વસવાટ કરી રહી છે. જે પૈકી અમૂક ગાયોમાં જ લમ્પીના અસર જોવા મળી રહ્યા છે. ઢોર ડબ્બે રહેલા તમામ ઢોરને વેક્સીન આપી દેવામાં આવી છે. જે પશુપાલકોએ પોતાની ગૌવંશને લમ્પીની વેક્સીન નથી અપાવી તેને પણ ફોન કરી જાણ કરી બોલાવવામાં આવી રહ્યા છે.

ગાયમાતાઓ માટે લમ્પી રોગનો દેશી ઉપચાર

1 કિલો હળદર, 1 કિલો ઘી, 500 ગ્રામ સાકરનો ભુકો, 500 ગ્રામ કાળા મરીનો ભુકો, આ બધી જ વસ્તુઓને મિક્સ કરી લાડુ બનાવી સવારે તથા સાંજે ત્રણ દિવસ ઘઉંની રોટલી સાથે આપવાની, જો ગાયને વધારે તકલીફ હોય તો આ લાડુ ઘઉંની રોટલી સાથે

પાંચ દિવસ આપવા. ફટકડી તથા કપૂરના પાણીનો છંટકાવ ત્રણ દિવસ સુધી સવાર, બપોર, સાંજે તથા રાત્રે એમ ચાર વખત ગાયના શરીર ઉપર છંટકાવ કરવો. ગોળનું પાણી ત્રણ દિવસ સુધી રોજ સવારે એક વાર પીવડાવવું.