- સિરિયલ રેપિસ્ટના ગુનાને ગંભીર ગણાવતી સીબીઆઈ કોર્ટ : સાત લાખ રૂપિયાનો દંડ
લંપટ ગુરૂ ધવલ ત્રિવેદીને અંતિમ શ્વાસ સુધીની જેલની સજા સીબીઆઈની વિશેષ અદાલતે સજા ફટકારી છે. ચોટીલાથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ ગુજારનાર લંપટ શિક્ષક ધવલ હરીશચંન્દ્ર ત્રિવેદીને અમદાવાદની ખાસ સીબીઆઈ કોર્ટના જજ ડી.એચ.રાણાએ ગુનેગાર ઠરાવીને જીવે ત્યાં સુધીની કેદ અને કુલ રૂ.7 લાખ દંડ ફટકાર્યો છે. કોર્ટે નોંધ્યુ હતુ કે, આરોપી સામે ગુનો પુરવાર થયો છે. આવા ગુનાને હળવાશથી લઈ શકાય નહીં. સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપીને યોગ્ય સજા ફટકાવી ન્યાયહિતમાં જરૂરી છે.
સમગ્ર મામલા પર જો નજર કરવામાં આવે તો ચોટીલાની યુવતી ગુમ થતા તેના પરિવારે પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસ દ્વારા અપહરણ થયેલ યુવતી સંદર્ભે કોઈ ભાળ નહીં મેળવતા ગુજરાત હાઈકોર્ટે પોલીસની આકરી ટીકા કરીને તપાસ સીબીઆઈને સોંપી હતી. હાઈકોર્ટે એક તબક્કે ધવલ ત્રિવેદીને મેનિયાક ગણાવી સીબીઆઈને આદેશ કર્યો કે, ધવલ ત્રિવેદીને તાત્કાલિક ઝડપી લઈ સગીરાને કોઈપણ ભોગે બચાવો. આ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવા દરમિયાન હાઈકોર્ટની ખંડપીઠે કહ્યું કે, સીબીઆઈ માટે આ એક ખૂબ પડકારજનક કામ છે પરંતુ સીબીઆઈ આ પ્રકારના પડકારો ઝીલવા માટે જાણીતી છે. કોર્ટને સીબીઆઈ પાસે આશા છે કે, સીબીઆઈ અપેક્ષાઓ પર ખરી ઉતરશે.આ પછી ચોટીલાની યુવતી બાળક સાથે પોતાના ઘરે પરત આવ્યા બાદ સીબીઆઈએ તેની પુછપરછ કરી હતી ત્યારે ખબર પડી કે, ઓગષ્ટ 2018માં ચોટીલાની યુવતીનુ અપહરણ કરીને ઉત્તરાખંડમાં હરિદ્વાર નજીક આવેલા ગૈડી ખાતામાં રહેતા હતા. ધવલ ત્રિવેદી ત્યાં મેડિકલ સ્ટોર ચલાવતો હતો. માર્ચ 2020માં ધવલ ત્રિવેદી સાથે ઝઘડો થતા યુવતીએ મકાન માલિકને ધવલ ત્રિવેદીની સાચી ઓળખ આપી દીધી હતી, જેના કારણે તે ત્યાંથી નાસી છૂટયો હતો. સીબીઆઈને યુવતી પાસેથી ધવલ
ત્રિવેદીની કડીઓ મળતા તેમને વર્ષ 2020ના રોજ ઝડપી લીધો હતો. આ પછી ધવલ ત્રિવેદીને અમદાવાદ સાબરમતી જેલમાં લઈ ગયા હતા. સીબીઆઈએ આરોપી ધવલ ત્રિવેદીની કોર્ટમાંથી મંજૂરી મેળવીને પુછપરછ કરીને પુરાવા એકઠા કરીને કોર્ટમાં ચાર્જશીટ મુકયુ હતુ જે કેસ ચાલતા સીબીઆઈના ખાસ એડવોકેટ વરૂણ ત્રિવેદીએ 27 સાક્ષીઓ અને 69 દસ્તાવેજોના આધારે આરોપી સામેનો કેસ પુરવાર કરીને જણાવ્યુ હતુ કે, આરોપી સામે અગાઉ રાજકોટમાં દુષ્કર્મના કેસમાં સજા ફટકારી હતી.જયાથી પેરોલ મેળવીને ચોટીલાની યુવતીને ફસાવીને દુષ્કર્મ આચરીને સર્ગભા બનાવી દીધી હોવાનું પુરવાર થયુ છે. આવા કિસ્સામાં સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપીને જીવે ત્યાં સુધીની કેદની સજા ફટકારવી જોઈએ. ત્યારબાદ કોર્ટે આરોપીને ગુનેગાર ઠરાવીને જીવે ત્યા સુધીની કેદની સજા ફટકારી છે.
અલગ અલગ યુવતીઓને ફસાવ્યા બાદ ‘પરફેક્ટ વુમન ઈન માય લાઈફ’ પુસ્તક લખવાનો હતો
ધવલ હરીશચંન્દ્ર ત્રિવેદી મૂળ વડોદરાનો વતની છે અને મુંબઇ, વડોદરા, સુરત વગેરે ઘણાં શહેરોમાં યુવતીઓને પ્રેમજાળમાં ફસાવવાનો રેકર્ડ ધરાવે છે. તેના પરિવારના મોટાભાગના લોકો કોલેજમાં પ્રોફેસર છે. અંગ્રેજી ભાષા પર સારું પ્રભુત્વ, સંખ્યાબંધ ડિગ્રીઓ તેમજ વાક્છટાના કારણે તે સામેવાળી વ્યક્તિ પર આસાનીથી પ્રભાવ જન્માનવતો હતો. તેણે સી.આઇ.ડી. સમક્ષ એવી કબૂલાત આપી હતી કે તે દસ યુવતીઓને ફસાવ્યા બાદ ટેન પર ફેક્ટવુમન ઇન માય લાઇફ નામનું પુસ્તક લખવા માગતો હતો. ચોટીલાની યુવતી તેનો નવમો શિકાર હતી અને દસમી યુવતીને તે શોધી રહ્યો હતો.
પોક્સોના ગુનામાં આજીવન કેદ ભોગવતા ધવલે પેરોલ પર છૂટી ચોટીલાની સગીરાને ફસાવી
રાજકોટમાં સગીરા પર દુષ્કર્મ કેસમાં પોક્સો કાયદા હેઠળ ટ્રાયલ કોર્ટે વર્ષ 2014માં ધવલ ત્રિવેદીને આજીવન કેદની સજા કરી હ અને આ સજામાંથી તેને પેરોલ મળતા તેણે જેલમાંથી બહાર નીફ ચોટીલામાં અંગ્રેજીના ટયુશન શરૂ કર્યા હતા અને ત્યાંથી રુ. યુવતીને લઇ વર્ષ ઓગષ્ટ 2018ના રોજ નાસી છૂટયો હતો. યુવતીના પિતાએ હાઇકોર્ટમાં હેબિયસ કોર્સ કરતા હાઇકોર્ટને લાગ્યું હતું કે આરોપી મોટો ગુનેગાર છે, તેથી તેને શોધવાની કામગીરી સી.બી. આઇ.ને સોંપવી જોઇએ. ધવલ ત્રિવેદીની જાળમાંથી છૂટીને આવેલી યુવતી અત્યારે 21 વર્ષની છે અને તે એક બાળક સાથે પરત આવી છે. તે યુવતીનું કહેવું છે કે તેઓ ઉત્તરાખંડમાં હરિદ્વાર નજીક આવેલા ગૈડી ખાતામાં રહેતા હતા. ધવલ ત્રિવેદી ત્યાં મેડિકલ સ્ટોર ચલાવતો હતો. ગત માર્ચમાં એકદિવસ ધવલ ત્રિવેદી સાથે ઝઘડો થતા યુવતીએ મકાન માલિકને ધવલ ત્રિવેદીની સાચી ઓળખ આપી દીધી હતી, જેના કારણે તે ત્યાંથી નાસી છૂટયો હતો અને યુવતી તેના માતા-પિતા પાસે પરત આવી હતી.