Abtak Media Google News

મિટોમેનિયાના લક્ષણો ધરાવતા લોકો બીજાનું ઘ્યાનનું કેન્દ્ર બનવા, પોતાની ભૂલ છુપાવવા અને પ્રશંસા મેળવવા માટે સતત અને વારંવાર ખોટું બોલે છે

દરેક વ્યક્તિમાં થોડા ઘણા અંશે ખોટું બોલવાનું વર્તન હોય છે. પોતાના અહમ ને સંતોષ માટે નાનું મોટું જુઠ મોટાભાગની વ્યક્તિ બોલતી હોય છે. પરંતુ સતત ખોટું અને ખોટી વાતને વધુ શણગારી સાચી બતાવવાની વિકૃતિ પણ હોય છે જેને મિટોમેનિયા (માયટોમેનિયા) તરીકે ઓળખવામાં આવે છે. અહીં વ્યક્તિ તર્ક લગાડી ખૂબ શાંતિથી બહુ મોટું ખોટું બોલી શકે છે. મિટોમેનિયાના લક્ષણો, તેની વિશેષતાઓનું વિશ્લેષણ ડો.ધારા આર.દોશી અને ડો.યોગેશ એ.જોગસણ દ્વારા કરવામાં આવ્યું હતું.

એક ભાઈ સતત ખોટી વાતો ઉપજાવી પોતાના સંતાનોને બધે જ ખરાબ રીતે ચિત્રિત કર્યા. ત્યાં સુધી કે લોકોને કહી રાખેલું કે મારી મિલકત મારા છોકરાવ ક્યાંક વેચી આવ્યા છે જો કે એવું કંઈ જ નહોતું.

એક 25 વર્ષનો યુવક પોતાની પત્નીને ચરિત્ર વિશે બેફામ બધે નિષેધક વાતો કરતો. કારણ જાણતા ખબર પડી એ પોતે ક્યાંય નોકરી ન કરતો અને પત્ની નોકરી કરી ગુજરાન ચલાવતી એ સહન નહોતું થતું

એક ભાઈજે પોતે પોતાની પત્નીથી છુપાવી ઘણી છોકરીઓ સાથે ડેટિંગ કરતા અને જ્યારે પત્નીને ખબર પડી તો બધો દોષનો ટોપલો તેના પર ઢોળ્યો કે હું કઈ નથી કરતો તારે જ લીધે મારી આ હાલત છે.

શુ છે મિટોમેનિયા?

મિટોમેનીઆ એક માનસિક વિકાર છે જેમાં વ્યક્તિ અનિવાર્યપણે એટલી હદે જૂઠું બોલે છે કે તે પોતાની ખોટી વાતોને માનવામાં સક્ષમ હોય છે અને લોકોને મનાવે પણ છે. માઈટોમેનિયા એટલે જેમાં લોકો બીજાના ધ્યાનનું કેન્દ્ર બનવા, પોતાની ભૂલ છુપાવવા અને પ્રશંસા મેળવવા માટે સતત અને વારંવાર ખોટું બોલે છે. આ લોકો વાસ્તવિકતાને ખોટી રીતે અને વિકૃત રીતે વ્યક્ત કરે છે જોકે મોટાભાગના કિસ્સાઓમાં તેઓ જાણે છે કે તેઓ જૂઠું બોલે છે, કેટલીકવાર તેઓ તેમની પોતાની ઉપજાવી કાઢેલ વાત પર વિશ્વાસ કરી બેસે છે અને તેમને વાસ્તવિક સમજે છે.

લક્ષણો

વાસ્તવિકતાને વધારે પડતી રજૂ કરવી: કેટલીકવાર, કોઈ ખોટી વાર્તાની શોધની જગ્યાએ, મેનિયાક વાસ્તવિકતાને વિસ્તૃત અને વધારીને રજૂ કરે છે, તેમાં વધારે પડતું ઉમેરી વધુ રસપ્રદ અને આકર્ષક બનાવવા માટે તેને શબ્દો દ્વારા શણગારે છે.  આ ઉપરાંત, આ લોકો તેમની વાર્તાઓ અતિશયોક્તિ સાથે રજૂ કરશે.

નિમ્ન આત્મગૌરવ અને આત્મ વિશ્વાસ: જૂઠું બોલવાની જરૂરિયાત ઘણીવાર ઓછા આત્મગૌરવ અને કોઈની જિંદગીને સ્વીકારવાની અસમર્થતા અને જલનવૃત્તિને કારણે પણ ઉભી થાય છે.  તેથી પોતાનો ખોટો વિચાર આહલાદક રીતે રજૂ કરે છે.સતત તણાવ અનુભવવો: સતત ભયની અનુભૂતિ સતત તણાવ અનુભવનાર જૂઠું વધુ બોલે છે. તણાવનો સામનો ન કરવાની ક્ષમતા વ્યક્તિને જુઠ તરફ ધકેલી જાય છે

પોતાના જુઠને સત્ય માનવાની માનસિકતા: આ પ્રકારનો મેનિયા ધરાવનાર વ્યક્તિ પોતાના જુઠને જ સત્ય માની લે છે અને એ જ રીતે સત્ય માની તેને જીવે છે.

કારણો

મગજમાં અમુક સ્ત્રાવો નું પ્રમાણ વ્યવસ્થિત ન હોવું જેમ કે ફ્રન્ટલ લોબ માં સફેદ સ્ત્રાવ ના અસમપ્રમાણને લીધે થઈ શકે. વ્યક્તિ જ્યારે પોતે તદ્દન ખોટી હોય પણ સમાજમાં સંબધો ટકાવી રાખવા હોય ત્યારે તે હળાહળ ખોટું બોલતી હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.