Abtak Media Google News

૧૯૦૦ ઉમેદવારો અને ૩૬ કંપનીઓએ ભાગ લીધો

રાજકોટમાં નિયામક રોજગાર અને તાલીમ ગાંધીનગર મદદનીશ નિયામક રોજગાર કચેરી રાજકોટ તથા એમ.જે. કુંડલીયા કોલેજનાં સહયોગથી જિલ્લા કક્ષાના મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવેલ જેમાં ૩૬ નોકરી દાતાઓએ ભાગ લીધેલો જેમાં ૧૯૦૦ ઉમેદવારો નામ લેવાના હતા. હાલમાં પ્રાથમિક સિલેકશન થયેલ છે. આ જોબફેરમા મદદનીશ નિયામક રાજેગાર સી.કે. મારડીયા તથા મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક અલ્પનાબહેન ત્રિવેદી તથા મનસુખભાઈ જોષી તેમજ મોડેલ કેરીયર સેન્ટર રાજકોટ, ઈન્ચાર્જ પ્રીન્સીપાલ ડો. નીલુબેન લાલચંદાણી, કમ્પ્યુટર ડિપાર્ટમેન્ટના એચસીડી નિરવ પંડયા ઉપસ્થિત રહ્યા હતા.

Vlcsnap 2018 02 09 11H59M42S98રોજગાર અને તાલીમ કેન્દ્ર ગાંધીનગરનો આભાર માનતા અબતક સાથેની વાતચીતમાં ડો. નીલુબેન લાલચંદાણીએ જણાવ્યું કે એમ.જે. કુંડલીયા કોલેજને જોબફેર માટેની તક મળી જેથી તેઓની નોકરી માટે ઈચ્છુક વિદ્યાર્થીનીઓને લાભ મળે તથા તેવોને અનુભવ મળે કે કેવી રીતે ઈન્ટરવ્યૂ આપવું તથા તેઓનાં પ્રેઝેન્ટેશનમાં પણ સુધારો થાય.

Vlcsnap 2018 02 09 12H01M35S213અબતક સાથેની વાતચીતમાં પરિન ફર્નીચરનાં એચઆરએ જણાવ્યું કે એમ.જે. કુંડલીયાની વિદ્યાર્થીનીઓનો રીસ્પોન્સ ખૂબજ સારો એવો જોવા મળ્યો. આ જોબ ફેરમાં ૫૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ એવી આશા દર્શાવી કે ૧૦૦૦ જેટલા ઈન્ટરવ્યૂઝ તેઓ લઈ શકશે.

Vlcsnap 2018 02 09 12H02M17S134અબતક સાથેની વાતચીતમાં એમ.જે. કુંડલીયા કોલેજની વિદ્યાર્થીની ધારા ગળોધાએ જણાવ્યું કે જોબફેર એમના માટે એક સારી તક મળી છે. અને જે વિદ્યાર્થીઓ જોબ માટેની ઈચ્છા ધરાવે છે. તેઓને આ પ્લેટફોર્મ પરથી પૂરતો લાભ મળી શકશે

Vlcsnap 2018 02 09 12H06M39S196

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.