Abtak Media Google News

માં એક એવું વ્યતિત્વ જેની આગળ કોઈ ના આવે, અને જયારે વાત માં ની માં એટલેકે નાનીની હોય ત્યારે સમગ્ર અખંડ બ્રહ્માડના માલિકને પણ ઝાંખો પાડે તેવો માતૃપ્રેમનો એક કિસ્સો આપડી સામે આવ્યો છે.

માતા પોતાની દીકરી માટે શું કરી શકે છે? ગુજરાતના આણંદ જિલ્લાના એક ગામમાંથી સરોગેટ પ્રેગ્નનસીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક માતાએ તેની દીકરીની દીકરીને સરોગેટ ટેક્નિકથી પોતાની કુખેથી જન્મ આપ્યો. હાલમાં નાની(ઉ. 59 વર્ષ) અને તેની પૌત્રી એક દમ સ્વસ્થ છે.

માતૃત્વની આ આકર્ષક કથા ખુબ રસપ્રદ છે. નાનીએ પુત્રીને જન્મ આપ્યો તે જ દિવસે પૌત્રીને જન્મ આપ્યો. મતલબ કે 6 એપ્રિલના રોજ નાનીએ સરોગેટ ટેક્નિકથી તેની પુત્રીની પુત્રી (પૌત્રી)ને જન્મ આપ્યો હતો, તે જ દિવસે આ પૌત્રીની માતા (નાનીની દીકરી)નો જન્મ થયો હતો. આ એક ચમત્કાર જ કહેવાય કે, માં અને પુત્રીનો જન્મ એક જ તારીખે અને એક જ કૂખમાંથી થયો.

વર્ષ 2008માં બંનેના લગ્ન થયા હતા, લગ્નના 13 વર્ષ બાદ આ તેમનું પહેલું બાળક છે. આ બાળકના જન્મ માટે મહિલાએ સેરોગેસી ટેક્નિકનો સહારો લીધો. તેની પાછળ મહત્વનું કારણ એ હતું કે, આની પહેલા છ વાર તેમને કસુવાવડ થઈ હતી.

પ્રથમ ગર્ભાવસ્થામાં, ગર્ભમાં હૃદયની ધડકનનો વિકાસ થયો ન હતો. બીજી ગર્ભાવસ્થામાં, બાળકને 23 અઠવાડિયામાં જન્મ આપ્યો હતો, જે 23 દિવસમાં મૃત્યુ પામ્યો હતો. તેમ તેને છ કસુવાવડ થઈ હતી, જેમાં એકવાર તેને બ્રેઇન સ્ટ્રોક થયો હતો. તે સમયે ન્યુરો-સર્જને કહ્યું કે, હવે જો તે ગર્ભવતી થઈ તો તેના માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

આટલી બધી કસુવાવડ પછી મહિલાના પરિવારે ફરી પાછી પ્રેગ્નનસી માટે ચિંતા વ્યક્ત કરી. ત્યારે મહિલાની માતાએ 59 વર્ષની વયે સરોગેટ ટેક્નિકથી તેની પુત્રીને માતૃત્વનું સુખ આપશે તેવું વચન આપ્યું.

પુત્રીના જન્મના 2 દિવસમાં જ દંપતીને કોરોના ચેપ લાગ્યો, અને પછી બંને એ એક બીજાને અલગ અલગ રૂમમાં હોમ કોરન્ટાઇન થયા હતા. મહિલાના પતિની તબિયત વધુ ખરાબ થતા સારવાર માટે વડોદરા જવું પડ્યું, તે દરમિયાન બાળકીનો ખ્યાલ તેની નાની એ રાખ્યો હતો. તે નિયમિત તેને સ્તનપાન કરાવે, સાર સંભાળ રાખે. જયારે બંને દંપતી સાજા થઈ ઘર પરત આવ્યા તો એની દીકરી એક દમ તંદુરસ્ત હતી.

પોતાની માતાનો આભાર વ્યક્ત કર્તા મહિલાએ કહ્યું છે કે , ‘મારી પુત્રી, નાનાની સાથે હતી, તેને સિઝેરિયન કર્યા બાદ પણ મારી દીકરીનું ધ્યાન રાખ્યું અને સાથે ઘરનું તમામ કામ કર્યું હતું. મારી માતાએ જે કર્યું તેનું ઋણ હું ક્યારેય પણ નહીં ચૂકવી શકી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.