Abtak Media Google News

આજથી ફોર્મનું વિતરણ શરૂ: આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

શેઠ ઉપાશ્રય જૈન સંઘ આયોજીત જૈન પ્રોગ્રેસીવ ગૃપ સંકલિત ‘માં અમૃતમ કેમ્પ’નું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશનના સહકારથી તા.૨૯.૧૨ને રવિવારના રોજ કરવામાં આવેલ છે. જેનાથી અનેક લોકોનો સમય, શકિત, સંપતિનો બચાવ થશે. એક જ દિવસે, એકજ સ્થળે અનેક લોકોને માં અમૃતમ કાર્ડ મળી જાશે.

શેઠ ઉપાશ્રય જૈન સંઘના ચેરમેન ચંદ્રકાંતભાઈ શેઠ સહિત દરેક સરકારી અધિકારીઓ, પદાધિકારીઓ સાનુકુળતા પ્રદાન કરી કેમ્પના આયોજનમાં અભૂતપૂર્વક સહકાર પ્રદાન કરશે. આ કેમ્પમાં જૈન પ્રોગ્રેસીવ ગ્રુપના હેમલભાઈ મહેતા, નીતીનભાઈ દોશી, રમેશભાઈ શેઠ, વિજયભાઈ આશરા, પ્રકાશભાઈ આશરા, દિનેશભાઈ ટીબડીયા, કેતનભાઈ શેઠ, જગદીશભાઈ ગોસલીયા, ચેતનભાઈ વખારીયા, પ્રફુલભાઈ ઘાટલીયા, હસુભાઈ શાહ પ્રતિકભાઈ મોદી, જતીનભાઈ કોઠારી, હિતેનભાઈ કામદાર, પ્રતિકભાઈ શાહ, જગદીપભાઈ દોશી, પંકજભાઈ શેઠ, જગદીશભાઈ શેઠ, તનસુખભાઈ સંઘવી, કેતનભાઈ કોઠારી, વિગેરે ઉપસ્થિત રહી આ આયોજનને સફળ બનાવશે.

વિશેષ માહિતી માટે સંપર્ક હિતેનભાઈ કામદાર મો. ૯૯૨૫૦ ૧૧૩૨૭ દિનેશભાઈ ટીબડીયા મો. ૯૪૨૭૭ ૨૬૬૪૪, જગદીશભાઈ ગોસલીયા મો. ૯૮૨૫૦ ૩૨૫૪૨, જગદીશભાઈ શેઠ મો. ૯૯૨૫૫ ૬૫૪૨૧ તથા વિજયભાઈ આશરા મો. ૮૮૬૬૦ ૪૬૬૮૦ ઉપર સંપર્ક કરવાનો રહેશે. અરજી કરનારે રાશન કાર્ડ (બારકોટેડ, આધાર કાર્ડની નકલ રજૂ કરવાની રહેશે)

તા.૨૫.૧૧ થી સવારે ૯ થી ૧૨ તથા બપોરે ૪ થી ૬ ફોર્મનું વિતરણ શેઠ ઉપાશ્રય જૈન સંઘ, રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ તેમજ મહાવીર નગર જૈન ઉપાશ્રયથી શરૂ કરવામાં આવશે. કેમ્પને સફળ બનાવવા આયોજકોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.