Abtak Media Google News

કલાકારો: કિયારા અડવાણી, મુસ્તફા બર્માવાલા, ઈશાન શંકર, રોનીત રોય, દલિપ તાહિલ, જોહની લીવર, સરત સકસેના

સ્ટોરી: તરવરિયો જુવાન રંચ (મુસ્તફા) એક પ્રોફેશનલ કાર રેસર છે. કોલેજ ગર્લ-કોડભરી ક્ધયા સારા થાપર (કિયારા અડવાણી) અબજપતિ બિઝનેસમેન થાપર (રોનીત રોય)ની એકલૌતી પુત્રી છે. સંજોગોવશાત એક કાર રેસ દરમિયાન રંચ અને સારાની મુલાકાત થાય છે. સારા અને રંચ વચ્ચે પ્રેમ થઈ જાય છે. બીજી તરફ, કોલેજમેટ આદિત્ય (ઈશાન શંકર) સારાને બેઈન્તેહા મુહોબ્બત કરે છે. ત્યાં સુધી કે પોતાના લોહીથી સારાને લવ લેટર પણ લખે છે. અકસ્માતે આદિત્યનું મૃત્યુ થાય છે. (આ સસ્પેન્સ છે) સારા પ્રેમી રંચને પિતા સાથે મુલાકાત કરાવે છે. સારા અને રંચના મેરેજ થાય છે ને પછી હનીમુન પર જાય છે. અહીં સસ્પેન્સ થ્રિલર છે. આગળ શું થાય છે. તે જોવા-જાણવા તમારે ફિલ્મ મશીન જોવી પડશે.

એકિટંગ: બોલીવુડમાં એન્ટ્રી લેનારા મુસ્તફા બર્માવાલાએ ફિલ્મ મશીનમાં કાર રેસર રંચની ભૂમિકા ભજવી છે. આ તેની પ્રથમ ફિલ્મ છે એટલે બધુ માફ. પરંતુ તેણે ડાયલોગ ડિલીવરી ઉપર મહેનત કરવી પડશે. તેના ચહેરાના હાવભાવ અને બોડી લેંગ્વેજમાં તેમજ ડાન્સ મુવ્સમાં કોન્ફીડન્સ દેખાય છે. બાય ધ વે, મુસ્તફા તે ડાયરેકટર અબ્બાસનો પુત્ર છે મુસ્તફાનો રફ ટફ લૂક ફિલ્મ જાનબાઝના અનિલ કપૂરની યાદ અપાવી ગયો. સારા થાપરના રોલમાં કિયારા અડવાણી બ્યુટીફુલ લાગે છે. તેની મહેનત પડદા પર દેખાય છે. આ સિવાય સારા (કિયારા)ના પ્રેમી આદિત્યની ભૂમિકામાં ઈશાન શંકરે છાપ છોડી છે. અન્ય સપોર્ટિંગ એકટર્સ દલિપ તાહિલ, રોનીત રોય, જહોની લીવર, સરત સકસેના વિગેરેનું કામ જસ્ટ ઓ.કે. સેક્ધડ હાફમાં જહોની લીવરની કોમેડી દર્શકોને જ‚ર રીલીફ આપે છે.

ડાયરેકશન: ફિલ્મ મશીનમાં ડાયરેકટર જોડી અબ્બાસ-મસ્તાનનું ડાયરેકશન છે. તેઓ અગાઉ ખિલાડી (અક્ષયકુમાર), બાઝીગર (શાહરુખ ખાન) અને રેસ (સૈફ અલિ ખાન) જેવી ઘણી સુપર હિટ ફિલ્મ આપી ચૂકયા છે પરંતુ મશીનમાં બાત કુછ જમી નહીં. કેમ કે, મશીનની સ્ટોરીમાં ટિવસ્ટ અને ટર્ન ૧૯૯૦ના દાયકાની ફિલ્મ જેવા છે. મતલબ કે, મશીનની સ્ટોરી અત્યારના ઓડીયન્સને અપીલ કરતી નથી. ફિલ્મના અમુક દ્રશ્યો બાઝીગર અને ડરને મળતા આવે છે. બેશક, મશીન ફિલ્મના લોકેશન અને કેમેરા વર્ક જબરદસ્ત છે. આ ફિલ્મનું મોટાભાગનું આઉટડોર શૂટિંગ અમેરીકાના જયોર્જિઆમાં થયું છે. એકંદરે, અબ્બાસ-મસ્તાનનું ડાયરેકશન ઠીક છે.

મ્યુઝિક: ફિલ્મ મશીનમાં એકથી વધુ સંગીતકારોએ મ્યુઝિક આપ્યું છે. તનિષ્ક બાગચી અને વિજુ શાહે મ્યુઝિક આપ્યું છે. આ સિવાય હજુ બે મ્યુઝિશિયનોએ પણ ગીતો તૈયાર કર્યા છે. ફિલ્મમાં બે ગીતનું કરાયું છે. જેમાં ફિલ્મ પડોશનનું ગીત એક ચતુર નાર અને બીજું ગીત ફિલ્મ મોહરા (અક્ષય કુમાર, રવીના ટંડન)નું તુ ચીજ બડી હૈ મસ્ત મસ્ત છે. આ બંને ગીત તેની સુપર્બ કોરીયોગ્રાફીને કારણે જામે છે. અન્ય ગીતો એકવાર સાંભળવા ગમે. બાકી એક પણ ગીત સુપરહીટ નથી. મુસ્તફાની આ પ્રથમ ફિલ્મ હોય જો મ્યુઝિક સુપરહીટ હોત તો બાત કુછ ઔર હી હોતી.

ઓવરઓલ: ફિલ્મ મશીન હીરો મુસ્તફાની પ્રથમ ફિલ્મ છે. તે તેના રફ ટફ લુકને કારણે આગળ જઈ શકે તેમ છે. ફિલ્મ એકવાર સિનેમા ઘરમાં જઈને જોવી જોઈએ. ફિલ્મની લંબાઈ ૨ કલાક અને ૪૦ મિનિટ છે. સેક્ધડ હાફ ખૂબ જ લાંબો છે. ફિલ્મની સ્ટોરી અને એકશન સીનમાં નવીનતા નથી. નવોદીત હીરો મુસ્તફા બર્માવાલા અને બ્યૂટીફુલ કિયારા અડવાણી માટે ફિલ્મ મશીન એકવાર જોવી હોય તો જોઈ શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.