Abtak Media Google News

16 ગામોને સાવચેત કરાયા

ઉના-ગીરગઢડા તાલુકાની જીવાદોરી સમાન પીવાનું સિંચાઇનું પાણી પુરૂ પાડતા જંગલમાં કોદીયા ગામ પાસે આવેલ મછુન્દ્રી ડેમમાં ઉપરવાસ વરસાદથી પાણીની આવક વધતા 10 મીટર પૂરેપૂરો ભરાઇ જતાં વધુ 40 ક્યુસેક પાણી પસાર થતાં 0.09 મીટર ઓગન ઉપરથી ઓવરફ્લો થઇ મછુન્દ્રી નદીમાં પાણી જાય છે. હાલ ડેમમાં 26,7029 એમ.સીયુએમ જીવંત જથ્થો છે.

હજુ આવક વધવાની શક્યતા હોય સિંચાઇ વિભાગ, વહીવટી તંત્રએ આ ડેમ હેઠળ આવતા રસુલપરા, કોદીયા, દ્રોણ, જુડવડલી મેણ, ગુંદાળા, ચાચકવડ, ઉના, દેલવાડા, કાળાપાણ, રાજપૂત રાજપરા, રામપરા, ઝાખરવાડા, નવાબંદર ગામના લોકોને નદીના પટ્ટમાં અવરજવર કરવું નહીં. ઉંચાણવાળા વિસ્તારમાં રહેવું તેમ સૂચના આપેલ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.