છેલ્લા ઘણા સમયથી હિન્દી સીનેમા જગતની સાથોસાથ અર્બન ગુજરાતી ફિલ્મોએ પણ વેગ પકડયો છે. ‘છેલ્લો દિવસ’ પછી એક પછી એક ઘણીબધી ગુજરાતી ફિલ્મો આવી અને ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે તેમજ ગુજરાતી ફિલ્મ દર્શકોને રોમેન્ટીક, કોમેડી તેમજ પારીવારીક ફિલ્મો આપી રહ્યા છે. ત્યારે વધુ એક અર્બન ગુજરાતી ફિલ્મ ‘મેડ ફોર ઈચ અધર’ ૩ માર્ચે રીલીઝ થવા જઈ રહી છે. જેના પ્રમોશન માટે ફિલ્મના કલાકારોએ કિએટીવ હોબીઝોનની મુલાકાત લીધી હતી. ‘અબતક’ મિડિયા હાઉસ તથા કિએટીવ હોબીઝોનનો આભાર વ્યકત કરતા ગુજરાતી અર્બન મુવી મેડ ફોર ઈચ અધર’ના સ્ટાર કાસ્ટ અભિજીત તથા નિલમ ગાંધીએ જણાવ્યું હતુ કે અમારી મુવી ૩ માર્ચ રીલીઝ થવા જઈ રહી છે. આ મૂવીમાં રોમેન્સ પ્લસ કોમેડીનો સમન્વય જોવા મળશે. વધુમાં ‘દિયા ઔર બાતી’, છોટી બહુ, ઓર પ્યાર હો ગયા, જેવી સીરીયલોમાં કામ કરી ચુકેલા નિલમ ગાંધીએ જણાવ્યું હતુ કે ‘મેડ ફોર ઈચ અધર’ ટીનએજ લવ સ્ટોરી છે જેમાં હું મુંબઈની છોકરી છું અને ગામડાના રીક્ષાવાળાના પ્રેમમાં પડુ છું ઉપરાંત આ મુવીમાં એજયુકેશનનો પણ એક મેસેજ અપાયો છે. અને આ મૂવી હિન્દી મુવી જોઈ રહ્યા હોય એવું ફીલ કરાવશે.