Abtak Media Google News

દેશના રાષ્ટ્રીય ધોરી માર્ગો એટલે કે હાઇ-વેને મેન્ટેન (મરામત) કરો અથવા ટોલ ટેકસની વસુલાત અડધો અડધ કરો અથવા સાવ જ વસુલાત બંધ કરો.તેમ મદ્રાસ હાઇકોર્ટે એક કેસના ચુકાદામાં ઓર્ડર આપ્યો છે.

આ કેસની વિગત એવી  છે કે મદુરાઇ-ચેન્નાઇ હાઇવે અતિશય બીસ્માર હાલતમાં છે.પરંતુ તેના પર દોડતા વાહનો પાસેથી ૧૦૦ ટકા ટઠોલ ટેકસ વસુલ કરવામાં આવે છે તેની વિરુઘ્ધમાં મદ્રાસ હાઇકોર્ટમાં રાવ કરવામાં આવતી એક પિટીશન દાખલ કરવામાં આવી હતી. જેની સામે ગઇકાલે મદ્રાસ હાઇકોર્ટે ચુકાદો આપ્યો હતો કે કાં તો હાઇવેને પ્રોપર રીતે મેન્ટેન કરો અથવા ટોલ ટેકસ અડધો કરી નાખો કે વસુલાત જ બંધ કરો.

કોર્ટના ઓર્ડર સામે કેન્દ્રીય સચિવે જણાવ્યું હતું કે અમે ચુકાદાનું સન્માન કરીએ છીએ અને તેનો તાકીદે અમલ કરાશે. આ સિવાય નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા પણ મદ્રાસ હાઇકોર્ટના ચુકાદાથી હરકતમાં આવી ગયું છે. ટૂંકમાં કોર્ટના ચુકાદા બાદ આપણને દેશના તમામ હાઇવે વેલ મેન્ટેન્ડ અને મરામત થયેલા જોવા મળશે તેમાં શંકાને સ્થાન નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.