૩.૫ ફૂટની દિવ્યાના હાથમાં જાદુ…સ્કેચને જોતા જ લાગશે આ છે જીવંત તસ્વીર, જુઓ વીડીયો

નબળા મનના માનવીને રસ્તો મળતો નથી અને અડગ મનના માણસોને હિમાલય પણ નડતો નથી.આ યુક્તિ સુરતની 3.5 ફૂટની દિવ્યાંગ યુવતી એ સાર્થક કર્યું હતું. દિવ્યાંગ હોવાના કારણે પોતે આગળ નહીં વધી શકે તેવો ડર અનેક લોકોને સતાવતો હોય છે ત્યારે સુરતના જહાંગીરપુરા ખાતે રહેલી દિવ્યા પ્રજાપતિ આવા લોકો માટે પ્રેરણારૂપ છે , કારણ કે અભ્યાસની સાથે સાથે નાનપણમાં જ તેને પેન્સિલ વડે સ્કેચ વર્ક કરવાનો અનેરો શોખ હતો આ શોખને કોરોનાકાળ દરમિયાન અન્ય કોઇ પ્રવૃત્તિ નહીં હોવાના લીધે તેને પોતાના વ્યવસાય તરીકે અપનાવી લીધો છે.તેના દ્વારા તૈયાર કરવામાં આવેલા સ્કેચને ઓનલાઇનની સાથે સાથે ઓફલાઇન પણ વેચીને પરિવારને આર્થિક સહયોગ પૂરો પાડી રહી છે .

આ ઉપરાંત તેની ઊંચાઇ ૩.૫ ફૂટની હોવા છતાં આખા ઘરમાં એ ટેબલ પર જ બેસીને પોતાના તમામ કાર્ય કરવાની સાથે હવે તેણે સોશિયલ મીડિયાના માધ્યમથી ઓર્ડર મળી રહ્યા છે અને વડાપ્રધાન નરેદ્ર મોદીના મંત્ર આત્મનિર્ભર મહિલા અંતર્ગત ખરા અર્થમાં સાકાર કરી રહ્યી છે દિવ્યા પ્રજાપતિએ વધુ જણાવ્યું હતું કે નાનપણ સ્કૂલે જતી ત્યારે મારુ નાનું કદ જોઈ લોકો હસતા મજાક ઉડાવતા પણ એ સમયે મારા પરિવારે ખૂબ સ્પોટ કર્યો અને મારા ઉછેર માં ફેમિલી ને અનેક પ્રકારની તકલીફનો સામનો કર્યો હતો ત્યારે હવે મારી આવડત મુજબ હવે આત્મનિભર બની પરિવાર ને મદદ થઈ રહી છું અને મારા ફેમિલી આજે ગર્વ મહેસુસ કરે છે