Abtak Media Google News

પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાની પ્રેરક ઉપસ્થિતીમાં સમગ્ર ગુજરાતમાંથી 170થી વધુ દીકરા-દીકરીઓએ ભાગ લીધો

વર્ષો જુની અને રજપુત સમાજની જાણીતી સંસ્થા મહાગુજરાત રજપુત સમાજ મહા મંડળ (ગુજરાત-કચ્છ) અને જે ભગવાન મેરેજ બ્યુરો રાજકોટનાં સંયુકત ઉપક્રમે જીવન સાથી પસંદગી સમારોહ ગત તા.29-5-2022 ને રવિવારનાં રોજ સવારે 9 થી સાંજે 5 સુધી રાજકોટનાં શીરમોર સમા અભય ભારદ્વાજ હોલ, ગોપાલ ચોક, ચંદન પાર્ક મેઈન રોડ, રાજકોટ ખાતે યોજાયેલ હતો.આ પસંદગી સમારોહમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં રજપુત સમાજનાં 100 દિકરા અને 70 દિકરીઓ મળી કુલ 170 જેટલા સભ્યોએ ઉત્સાહભેર ભાગ લઈ સમારોહને સફળ બનાવેલ. આ સમારોહમાં ભાગ લેનાર સભ્ય અને તેમના માતા-પિતા માટે સંસ્થા દ્વારા કાર્યક્રમની શરૂઆતમાં બ્રેકફાસ્ટ તેમજ બપોરે રસપ્રચુર ભોજન અને સાંજે કોલ્ડ્રીંકસની અલાયદી વ્યવસ્થા કરવામાં આવેલ હતી.

આપણા રાજકોટનાં પનોતાપુત્ર અને  રાજકારણનાં ભિષ્મ પિતામહ તેમજ કર્ણાટક રાજ્યનાં રાજયપાલ રહી ચુકેલ વજુભાઈ વાળા ખાસ ઉપસ્થિત રહી સમારોહની શોભામાં વધારો કરેલ હતો. સમારોહનાં અધ્યક્ષ કિશોરભાઈ રાઠોડએ તેમને સાફો પહેરાવી સન્માન કરેલ અને શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું અદકેરું સન્માન કરવામાં આવેલ હતું.વજુભાઈ વાળાએ પોતાના સુંદર વ્યકતવ્ય કહયું કે રજપુત સમાજનાં દિકરાઓએ વ્યસન મુકત અને દિકરીઓએ ફેશન મુકત રહેવા માટે ખાસ અનુરોધ કરેલ, વધુમાં જીવનસાથી પસંદ કરો ત્યારે દેખાવ અને જ્ઞાન જુઓ, સારા દેખાવમાં નહીં.તદ્ઉપરાંત આ જીવન સાથી પસંદગી સમારોહ અતિથિ વિશેષ તરીકે વલસાડ થી ખીમજીભાઈ એચ. ચાવડા – જાણીતા બિલ્ડર, ગૌપ્રેમી, સમાજ સેવક અને બનાસકાંઠા-દીયોદર થી ડો.સોનાજી એમ. ચૌહાણ ખાસ ઉપસ્થિત રહી આયોજકોનાં આયોજન બિરદાવેલ હતા. આ સમારોહનાં આયોજનને વધુ પ્રબળ બનાવવા બન્ને મહાનુભાવઓએ માતબર રકમ અનુદાન પેટે જાહેર કરેલ હતી.

આ સમારોહમાં ધર્મેન્દ્રભાઇ જેસર, ઘનશ્યામભાઇ ચૌહાણ, શાંતિલાલ ડી.રાઠોડ, રાજેન્દ્રસિંહ ચાવડા, મિલનસિંહ રાઠોડ, પ્રાણભાઇ ગોહીલ, હરીભાઇ રાઠોડ, ઇશ્ર્વરભાઇ ચાવડા, બાલસીંગભાઇ રાઠોડ, કે.બી.ઝાલા, મનીષભાઇ એસ.ચૌહાણ, હિરેનભાઇ રાઠોડ ખાસ ઉપસ્થિત રહી દીકરા-દિકરીઓ અને તેમના વાલીઓને શુભેચ્છા પાઠવેલ હતી.

મહાગુજરાત રજપુત સમાજ મહા મંડળ (ગુજરાત-કચ્છ)નાં પૂર્વપ્રમુખ અને આ જીવન સાથી પસંદગી સમારોહનાં અધ્યક્ષ કિશોરભાઈ એમ. રાઠોડ (છેલ્લા 10 વર્ષથી રાજકોટ કાર રીપેરર્સ એસોસીશનનાં પ્રમુખ) એ પોતના વક્તવ્યમાં જણાવેલ કે આવા સુંદર આયોજન કરવા માટે અમારી ટીમ છેલ્લા 20-25 દિવસથી રાત દિવસ મહેનત કરી છે.

સાથે સાથે ઉપસ્થિત મહેમાનો હાથે જીવન સાથી પસંદગી સમારોહમાં ભાગ લેનાર ઉમેદવારોની સઘળી માહીતી અને બાયોડેટા સભર એક મલ્ટીકલર પૂસ્તીકાનું વિમોચન કરવામાં આવેલ.

આ જીવન સાથી પસંદગી સમારોહને સફળ બનાવવા મહાગુજરાત રજપુત સમાજ મહા મંડળ (ગુજરાત-કચ્છ) નાં પૂર્વપ્રમુખ અને સમારોહનાં અધ્યક્ષ કિશોરભાઈ એમ. રાઠોડ અને તેમની ટીમનાં મેમ્બર સર્વે પ્રવિણભાઈ ભટ્ટી, ઘનશ્યામભાઈ ડોડીયા, પંકજભાઈ પઢીયાર, પ્રવિણભાઈ પરમાર, ભાવેશભાઈ ખંઢેરીયાએ જહેમત ઉઠાવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.