વાંકાનેર નજીક રામધામની ભૂમિ ઉપર રઘુવંશી સમાજનું મહા સંમેલન

પાંચ વર્ષ પહેલા લીધેલ જીતુભાઇ સોમાણીની પગરખા નહી પહેરવાની પ્રતિજ્ઞા ગુરૂદેવના આદેશથી આજે પૂર્ણ થઇ

અબતક,નિલેશ ચંદારાણા વાંકાનેર

વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં ભગવાન શ્રીરામચંદ્રજીનું ભવ્યાતીભવ્ય મંદિર બનાવવા માટે જમીન સંપાદન થયેલ તે “રામધામ” ભૂમિ ઉપર આજે બપોરે સમગ્ર ગુજરાતમાંથી રઘુવંશી સમાજના અગ્રણીઓ લોહાણા મહાજનો અને જુદી-જુદી સંસ્થા સાથે જોડાયેલા અગ્રણીઓની ઉપસ્થિતિમાં મહામંડલેશ્ર્વર 1008 સદ્ગુરૂ દેવ હરીચરણદાસજી મહારાજની અધ્યક્ષતામાં ત્રણ દિવસથી ચાલતા શ્રીરામ યજ્ઞની પુર્ણાહુતી હોમ બાદ \ મળ્યું હતું.

જેમાં વિધાનસભાના અધ્યક્ષ નિમાબેન આચાર્ય પણ ખાસ પધાર્યા હતા અને ભગવાન શ્રીરામચંદ્રજીના દર્શન તથા યજ્ઞમાં આહુતી આપી હતી. વાંકાનેર રઘુવશીં સમાજના અગ્રણી અને શ્રીરામધામના સ્વપ્નદ્રષ્ટાં જીતુભાઇ સોમાણી અને પૂર્વ ધારાસભ્ય શ્રીમતી જ્યોત્સનાબેન સોમાણીએ નિમાબેનનું શાલ, પુષ્પહાર અને શક્તિનું પ્રતિક તલવાર આપી સન્માન કર્યું હતું. નિમાબેને રામધામની પવિત્ર જગ્યામાં આવી ખુશી અનુભવી જીતુભાઇ સોમાણી અને તેમની ટીમને શુભેચ્છા આપી હતી અને સૌએ ખભેખભા મીલાવી તન-મન-ધનથી આ ભગીરથ કાર્ય ઝડપી પુરૂ થાય તે માટે તમામ રઘુવંશીઓને અપીલ કરી હતી અને જીતુભાઇને આશિર્વાદ આપ્યા હતા.

પાંચ વર્ષ પહેલા મંદિર માટે જમીન લેવાય બાદ જ ચપલ (પગરખા) પહેરવાની માનતા જીતુભાઇ સોમાણીએ લીધેલ. જે આજે ગુરૂદેવના આદેશને માન આપી. પાંચ વર્ષ પહેલા બીલખા ગામના લોહાણા મહાજને તેના પગરખા રાખેલ. જે નવા પગરખાને અને ધામધુમથી સંમેલન સ્થળે લાવી જીતુભાઇ સોમાણીને પહેરાવ્યા હતા.જુદા-જુદા દાતાઓ તરફથી જમીનના દાનની જાહેરાતો થયેલ, જે સંમેલન દરમ્યાન 26 એકર અને 10 વીઘા જમીનના દાતાઓએ નામ નોંધાવ્યા હતા તેમજ રોકડ દાન પણ લાખોની સંખ્યામાં રઘુવંશી શ્રેષ્ઠીઓએ નોંધાવ્યું હતું.