Abtak Media Google News

હાલ કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈને ચાંદલી ગામે ઘંટેશ્વર મહાદેવ મંદિરના મહંત મહેશ્વરીનાથજી દ્વારા વિશ્વમાં  ચાલી રહેલા કોરોના મહામારીના શાંતિ અર્થે 21 દિવસ સુધી મૌનવ્રત પાળી 7 ધુણી તપસ્યાનો પ્રારંભ કરાયો છે.

Vlcsnap 2021 04 14 14H16M28S740

શ્રી ઘંટેશ્ર્વર મહાદેવ સ્વયંભૂ મદિર છે. હાલમાં સદગુરૂ શ્રી મહેશ્વરીનાથજી દ્વારા તથા તેમના ગુરૂશ્રી ભજનનાથજી સમાજના હિત માટે કોરોના મહામારી દિન પ્રતિદિન વધતી જાય છે. તેના માટે સદગુરૂ મહેશ્વરીનાથજીએ સપ્તધુણીનું આકરૂ નીમ લીધું છે.જેથી કોરોના મહામારીથી સમાજને છોડાવાના પ્રયાસના ભાગરૂપે 21 દિવસની તપસ્યા શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છેકે આ તપસ્યા તેઓ દ્વારા જયારથી કોરોના આવ્યો ત્યારેથી કરવામાંઆવે છે. ચેત્ર સુદ એકમથી શરૂ કરવામાં આવે છે. મહેશ્ર્વરીનાથજીએ હાલ 21 દિવસનું મૌનવ્રત પણ ધારણ કર્યું છે. સવારે 11 થી 2 ખૂબજ આકરી તપસ્યા કરવામાં આવે છે. અને સુર્યનારાયણના આકરા તાપ અને હવન કુંડના આકરા તાપ બંને વચ્ચે કસ્ટ સહન કરીને કરવામાં આવે છે. જે તપને સાધુઓનાં આકરૂ તપ કહેવામાં આવે છે. અને પૌરાણીક માન્યતાનુસાર આ તપમાં પાર્વતી પણ સૂર્યનારાયણની સાક્ષીએ કરતા હતા એ મૌન સાથે સમાજનં કલ્યાણ થાય હિત થાય અને કોરોના જેવી મહામારીમાંથી ઈશ્વર તમામ જીવોને છોડાવે એ હેતુથી આ કરવામાં આવી રહી છે.

Vlcsnap 2021 04 14 14H16M38S322

અનુપસિંહ રરૂભા જાડેજા ચાંદલી ગામે રહે છે. જેઓ ઘંટેશ્ર્વર મહાદેવ મંદિરમાં સેવા આપે છે. અને છેલ્લા 35 વર્ષથી આ ગામમાં શિક્ષક તરીકેની ફરજ બજાવે છે. તેઓ કહે છેકે નિવૃત થયા પછી અને મને અહીયા સેવા કરવાથી શાંતી મળે છે. અને વિશ્ર્વશાંતી અને કોરોનાનો નાશ થાયતે માટે નો મારો મુખ્ય ઉદેશ છે.પૂ.શ્રક્ષ મહેશ્ર્વરીનાથજી જેઓએ અત્યારે કઠીન તપસ્યા કરીને આ કોરોનાની મહામારીને સમાજને મુકત કરવા માટે ઘુણી ધખાવીને 21 દિવસ સુધી બેસાવની કઠીન નિયમ લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.