મહંત સ્વામીનું સારંગપુરમાં આગમન વ્યસન મુક્તિનું વિરાટ અભિયાન

mahant swami | dharmik
mahant swami | dharmik

બી.એ.પી.એસ. સ્વામિનારાણ વિદ્યામંદિરના ૩૦૦ બાળકોએ વ્યસનમુક્તિની આહલેક જગાવી

વિશ્વપ્રસિદ્ધ ર્તિર્થધામ સારંગપુરનું બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર સેંકડો વર્ષોથી સત્સંગ, સંસ્કાર અને શિક્ષણની સરવાણી વહાવી રહ્યું છે. થોડા જ દિવસોમાં અહીં મોટા પાયે ફૂલદોસનો ઉત્સવ ઉજવાવનાર છે ત્યારે અહીંના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના ૩૦૦ બાળકોએ સમગ્ર ગામમાં વ્યસનમુક્તિની રેલી યોજી હતી.

બી.એ.પી.એસ.ના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું સારંગપુર મંદિર ખાતે આગમન થયું હતું. હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો તેઓના દર્શન-આશીર્વાદ માટે ઊમટ્યા હતા. તેઓની જ પ્રેરણાથી બાળકો દ્વારા વ્યસનમુક્તિ અભિયાન હાથ ધરાયું. વિશિષ્ટડ્રેસમાં સજ્જ ૩૦૦ જેટલા બાળકોએ સારંગપુર ગામમાં વ્યસનમુક્તિની રેલી કાઢી હતી. હામાં વ્યસની વિનાશ, વ્યસની બરબાદી વગેરે સુવાક્યો અને ચિત્રોનેદર્શાવતાં વિવિધ પ્રકારના બેનરો લઈને બાળકો ગામમાં ફર્યા હતા. ઘરે-ઘરે અને દુકાનોમાં જઈને સૌને વ્યસનમુક્તિની પ્રેરણા આપી હતી. સારંગપુર ગામને વ્યસનમુક્તિની પ્રેરણા આપી હતી. વ્યસનીઓનેવ્યસની થતાં વિનાશ અને શારિરીકતકલીફોથી માહિતગાર કરી તેઓની કેટલીક ગેરસમજણો દૂર કરીને બાળકોએ તેમને વ્યસન છોડવા કટિબદ્ધ કર્યા હતા. નાના-નાના બાળકો દ્વારા થતાં સમાજસેવાના આ ભગીર કાર્યી ગ્રામલોકો અત્યંત પ્રભાવિત થયાં હતા. સૌ અંતરીબી.એ.પી.એસ. સંસ, મહંતસ્વામી મહારાજ અને બાળકોના વખાણ કરતા જણાયા.