ફિલ્મ સંગીત ક્ષેત્રમાં મહારાજાએ નોંધાવ્યો  વર્લ્ડ રેકોર્ડ

 

તાજેતરમાં મહારાજા નૌશિવ વર્માએ “એક ફીચર ફિલ્મમાં સંગીતની મહત્તમ શૈલીઓ” માટે સંગીત શ્રેણીમાં એક અને એકમાત્ર વિશ્વ રેકોર્ડ ધારક તરીકે નોંધાયેલ વર્લ્ડ રેકોર્ડ મેળવ્યો.

મહારાજા નૌશિવ વર્મા હવે વર્લ્ડ રેકોર્ડ્સ ઈન્ડિયા, હાર્વર્ડ વર્લ્ડ રેકોર્ડ્સ,લંડન , યુકે, અને ઈન્ડિયાઝ વર્લ્ડ રેકોર્ડ વગેરેમાં વર્લ્ડ રેકોર્ડ ધારક તરીકે પ્રમાણિત છે. તાજેતરમાં વર્લ્ડ રેકોર્ડ્સ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ  પાવન સોલંકી દ્વારા મહારાજાને આપવામા આવ્યો હતો.

મહારાજા એક ઇન્ટરનેશનલ વેવો આર્ટિસ્ટ છે જેમને પોતાની કારકિર્દીની શરૂઆત આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર પોતાના આલ્બમ્સ દ્વારા ૨૦૧૯માં  રેપર, સિંગર તથા મ્યુઝિક ડિરેક્ટર તરીકે કરેલી.

એક સ્વતંત્ર કલાકાર, નૌશિવ વર્મા, જેને સ્ટેજ નેમ “મહારાજા” તરીકે ઓળખવામાં આવે છે, 26મી ઑગસ્ટ ૨૦૨૨ ના રોજ  સિનેમાઘરોમાં રિલીઝ થયેલી બહુભાષી ફીચર ફિલ્મ “તલ્લિકા” માટે સંગીતની સૌથી વધુ વિવિધ શૈલીઓ બનાવીને વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે.

ફિલ્મ તલ્લીકાના પ્રોડ્યુસર  ગુણવંત જાની(નટશિલ્પ પ્રોડ્કશન્સ) તથા ફિલ્મનુ દિગ્દર્શન  મિતાલી જાની દ્વારા કરવામા આવ્યુ હતુ

ફિલ્મના સંગીતમાં તેમના સહભાગી કલાકારો તરીકે, ગાયક રાધિકા પરીખ, ગ્રેતા મોરોની, નેહા ભટ્ટી, મિતાલી જાની, પાયલ વખારીયા, નરેન્દ્ર જોશી,  ડિમ્પલ ઉપાધ્યાય અને યશ ત્રિવેદી એ કામ કર્યું

આ ફિલ્મના ગીતો, તલ્લીકા હૉરર થીમ, ભુતો કી રાની, સખી રે,  પ્રેમ છે, તલ્લીકા આયી સે, ટ્વિન્જ ઓફ તલ્લીકા,જેમાં ઇન્ડિયન કલાસીકલ, વેસ્ટર્ન કલાસીકલ ઓપેરા, પૉપ મ્યુઝિક, ઇન્ડિયન ફોલ્ક, હૉરર મ્યુઝિક, રેગેટોન, સૉઉલ મ્યુઝિક અને ઇઝી લિસનીંગ વગેરે શૈલીઓનો સમાવેશ કરવા માં આવ્યો છે.

દુનિયાના ઈતિહાસની આ પહેલી ફિલ્મ છે જેમાં અલગ અલગ શૈલીઓમાં સંગીત સાંભળવામાં આવ્યું જે એક વિશ્વ રેકોર્ડ તરીકે પ્રસ્થાપિત થયું છે. આ ફિલ્મને દુનિયાના અલગ અલગ વર્લ્ડ રેકોર્ડ્સ ઓર્ગેનાઇઝશન્સ અને  ફિલ્મ ફેસ્ટિવલ્સમાં મોકલવામાં આવી છે. ફિલ્મના સંગીતને લોકો માણી રહ્યા છે, ઈન્ટાગ્રામ ફેસબુક એન્ડ યુટ્યુબ પર આજે પણ લોકો રીલ્સ બનાવી હૉરરયોર મ્યુઝિકનો આનંદ લઇ રહ્યા છે.