માધવરાયજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહારકતદાન કેમ્પનું આયોજન

માધવરાયજી ચેરીટેબલ ટ્રસ્ટના  સભ્ય ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

માધવરાયજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી વિશ્વકર્મા જયંતિની cનીમીતે તા .3 -2 ને શુક્રવારે “શ્યામ મંદિર” રીંગ રોડ બાયપાસ , કોઠારીયા ચોકડી ખાતે સવારે 7 થી બપોરે 1 વાગ્યા સુધી સમાજ ઉત્થાન , સમાજ ઉત્કર્ષ અને સમાજ સેવાનાં ભાગ રૂપે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. તો સર્વને રક્તદાન કેમ્પમાં ભાગ લેવા નમ અપીલ છે. અબતકી શુભેચ્છા મુલાકાતે આવેલા નિલેશભાઈ ચાવડા જણાવ્યું હતુ ટ્રસ્ટ દ્રારા છેલ્લા 13 વર્ષથી નીયમીત રીતે વર્ષમાં ત્રણ વખત રક્તદાન કેમ્પ કરીને થેલેસીમીયા પીડીત બાળકો તેમજ અસંખ્ય દર્દીઓને રક્તપુરૂ પાડયું છે.

બીજી ઘણી સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે.  આ કેમ્પમાં વિશેષ ઉપસ્થિતી તરીકે  ભાનુબેન બાબરીયા, વિજયભાઇ રૂપાણી, કમલેશભાઇ મીરાણી, ડો . પ્રદીપભાઇ ડવ,  પુષ્કરભાઇ પટેલ, ધનસુખભાઇ ભંડેરી,  નિતિનભાઇ ભારદ્રાજ, ભુપતભાઇ બોદર,  ઉદયભાઇ કાનગડ, રમેશભાઇ ટીલાળા, ડો . દર્શિતાબેન શાહ,  ગાવિંદભાઇ પટેલ,  અરવિંદભાઇ રૈયાણી,  જીતુભાઇ કોઠારી,  કિશોરભાઇ રાઠોડ,  નરેન્દ્રસિંહ ઠાકુર, કશ્યપભાઇ શુકલ,  અમીતભાઇ અરોરા, સહિત વગેરેની હાજરી અમારા આ ભગીરથ કાર્યમાં ઉત્સાહસભર અને પ્રેરણારૂપી રહેશે.

આ સમગ્ર આયોજન માટે ટ્રસ્ટનાં પ્રમુખ નિલેશભાઇ ચાવડા , ઉપપ્રમુખ જતીનભાઇ મારૂ , ખજાનચી રિતેશભાઇ ટાંક, મંત્રી કિશોરભાઇ ચોટલીયા , સહમંત્રી સંદીપભાઇ મકવાણા તેમજ કારોબારી સભ્યો મનોજભાઇ રાઠોડ, વિજયભાઇ રાઠોડ , હિતેશભાઇ ભાલીયા, કે.જે. ચાવડા, વિપુલભાઇ ટાંક, રાકેશભાઇ પરમાર, રાકેશભાઇ ટાંક, નીખીલભાઇ ટાંક , કિશનભાઇ સોલંકી, જયભાઇ સોલંકી  અબતકની શુભેચ્છા મુલાકાત આવેલા હતા.