ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના પુત્ર ગોંડલના યુવા અગ્રણી ગણેશસિંહના જન્મ દિવસે મહારકતદાન કેમ્પ 

થેલેસેમીયા પિડીત દર્દીઓેને એકત્રીત રકત વિનામૂલ્યે અપાશે:જન્મદિવસે ખોટા દેખાડા કરવાને બદલે ધારાસભ્ય પુત્રનું સેવાલક્ષી સ્તૃત્ય પગલું

યુથ ભાજપના નેજા હેઠળ યોજાશે કાર્યક્રમ: ગણેશસિંહની રકતતુલા કરવા પણ ઘડી કઢાયું આયોજન: ગામે ગામથી રકતદાન કરવા હાકલ

ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તથા વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર જયોર્તિરાહિત્યસિંહ (ગણેશસિંહ) જાડેજા ના જન્મ દિવસ પ્રસંગે તા. ૧-૧-૨૦૨૧ શુક્રવારના ગોંડલ માર્કેટ યાર્ડ ખાતે યુવા ભાજપ દ્વારા મહારકતદાન કેમ્પનું ભવ્ય આયોજન કરાયું છે. ગ્રામ્ય પંથકના એંસી ગામડા અને ગોંડલ શહેરી વિસ્તારમાં મહારકતદાન કેમ્પને લઇને કાર્યકરોમાં જબરો ઉત્સાહ પ્રર્વતી રહ્યો છે. શહેરમાં તમામ અગીયાર વોર્ડમાં કાર્યકરો દ્વારા મીટીંગોના દોર શરુ કરાયા છે. ગામડાઓમાં પણ આગેવાનો અને કાર્યકરો રકતદાન કેમ્પમાં રકતદાતાઓને ઉમટી પડવા આહવાન કરી રહ્યા છે.

સામાન્ય રીતે જન્મ દિવસમાં ભભકા અને દેખાડા થતાં હોય છે. પણ કોરોના કાળમાં લોકડાઉનના સમયમાં રકતની અછત થેલેસેમીયાગ્રસ્ત દર્દીઓની વ્હારે આવી માનવીય અભિગમ અપનાવી મહા રકતદાન કેમ્પનું  ભવ્ય આયોજન કરી ઉમદા કાર્યમાં સૌ સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે.ગોંડલ તાલુકામાં અંદાજે ૧ હજાર જેટલા થેલેસેમીયા પિડીત બાળકો હોય લોકડાઉન દરમ્યાન ગોંડલની બ્લડ બેંકમાં બ્લડની અછય હોય આથી બાળક ઉપરાંત પ્રસુતા મહિલા સહિતના રકત માટેના જરુરીયાત મંદ દર્દીઓ રકત વગર ભારે પીડા વેઠી રહ્યા હોય આ વેદના ગણેશભાઇના ઘ્યાને આવતા પોતાના જન્મ દિવસને લોકસેવા સાથે જોડી દઇ આ દિવસે રકતદાન કેમ્પનું આયોજન થાય તેવી લાગણી યુવા ભાજપ પાસે વ્યકત કરતા યુવા ભાજપની ટીમ દ્વારા આ સચ્યુત પગલાને વધાવી લઇ નોંધનીય આયોજન કરવામાં આવ્યું છે.જયોર્તિરાદિત્ય (ગણેશસિંહ) જન્મ દિવસને સામાજીક કાર્યકરી અને ઉજવણી કરી સમાજને ઉમદા ઉદાહરણ પુરુ પાડવાની યુવાનોને શીખ આપી મોટા પ્રમાણમાં રકતદાન કરવા અપીલ કરી છે.

આ તકે ગોંડલ નગરપાલિક પૂર્વ ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, શહેર યુવા ભાજપ પ્રમુખ સમીર કોટડીયા, તાલુકા યુવા ભાજપ પ્રમુખ યોગેશ કપાડા, મહામંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહીતના યુવા અગ્રણીય અબતક મીડીયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

મારા માતા-પિતા જેવી સેવાકીય પ્રવૃતિને આગળ ધપાવવા માંગુ છું: જયોર્તિરાદિત્ય સિંહ (ગણેશસિંહ)

રકતદાન કેમ્પ અંગે અબતક સાથેની વાતચીતમાં જયોર્તિરાદિત્યસિંહ જયરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે હું મારા માતા-પિતા જેવી સેવાકીય પ્રવૃતિને આગળ ધપાવવા માંગું છું. રકતદાન કેમ્પની જરુરીયાત મંદ દર્દીઓને રકત મળી રહે તેવો હેતુ છે. કોરોના મહામારીના કારણે લોહીની તંગી ઉભી થઇ છે. આવી સ્થિતિમાં લોકોને પડતી મુશ્કેલીઓ મેં મારી નજરે નિહાળી છે.

મારો જન્મદિવસ ખરેખર સેવાકીય કાર્ય કરવાની તક છે. અમે રકતની અછત પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશું. યુવા ભાજપના નેજા હેઠળ રકતદાન કેમ્પ યોજાશે જેમાં ઘણી સેવાકિય સંસ્થાઓએ સાથ દેવાનો કોલ આપ્યો છે. મારા િ૫તા જયરાજસિંહ અનેક જરુરીયાત મંદોની સાથે ઉભા રહ્યા હતા. મદદ માટેઅમારા દરવાજા રાત્રે બે વાગ્યે પણ ખુલ્લા રહે છે તેમણે અબતકની મુલાકાત દરમિયાન પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને ધારાસભ્ય ગીતાબાના અનેક સેવા કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો.

અમે ગોંડલને સૌરાષ્ટ્રનું બેસ્ટ ટાઉન બનાવવા ઇચ્છીએ છીએ: રાજેન્દ્રસિંહ જાડેજા

રાજેન્દ્રસિંહ જાડેજા (શાસક પક્ષના નેતા) એ કહ્યું હતું કે અમે મહારાજા ભગવતસિંહજીની જેમ ગોંડલમાં સુવિધા ઉભી કરવાના પ્રયત્નો કરી રહ્યાં છીએ. સરકાર દ્વારા પુરેપુરી ગ્રાન્ટ મળે છે. ટેકનોલોજી પણ વિકસી ચુકી. જેનો ઉપયોગ ગોંડલના વિકાસમાં થઇ રહ્યો છે.

છેલ્લા ૧૩ વર્ષથી સફેદ કપડા પહેર્યા છે. અમે ગોંડલને સૌરાષ્ટ્રનું સૌથી બેસ્ટ ટાઉન બનાવવા ઇચ્છીએ છીએ. સાયન્સ અને સ્પોર્ટસ સેન્ટર બનાવું છે. આગામી દિવસોમાં ચુંટણીને લઇને અમારુ વિઝન કલીયર છે જુના ગોંડલમાં જેમ વિકાસ કર્યો થયા છે તેમ નવા ગોંડલમાં પણ વિકાસ કાર્યોની હારમાળા સર્જાશે.