Abtak Media Google News

ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢના સમાજશાસ્ત્ર ભવન દ્વારા મહારાણા પ્રતાપની 481મી જન્મજયંતિ નિમીતે ભગવદ્દ ગીતા મહારાણા પ્રતાપ ઔર ભારત, વિષય પર રાષ્ટ્રીય સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વકતા તરીકે હાજર રહેલ ભારતીય ચરિત્ર નિર્માણ સંસ્થાન દિલ્હીના અઘ્યક્ષ રામકૃષ્ણ ગોસ્વામીએ જણાવ્યું હતું કે માનવ અધિકારોની રક્ષા માટે રાષ્ટ્રીય સુરક્ષા અને ગીતા સાર અનિવાર્ય છે. ધર્મ, કર્મ અને અધર્મની સાચી સમજણ ભગવદ્દ ગીતામાં જ છે. ગીતા સાર પ્રમાણે જ મહારાણા પ્રતાપે માનવ કલ્યાણ ધર્મની રક્ષા કરી હતી. મહારાણા પ્રતાપનો ચેતક ઘોડો સમર્પણનું પ્રતિક ગણાય છે. મુખ્ય અતિથિી  તરીકે હાજર રહેલ ગુજરાત રાજય માનવ અધિકાર આયોગના અઘ્યક્ષ ન્યાયમુર્તિ રવિ આર. ત્રિપાઠીએ જણાવ્યું હતું. કે ભારતમાં જન્મ લેવો એ સૌથી મોટી ગર્વની વાત છે. મહારાણા પ્રતાપ વિશ્ર્વના તમામ લોકો માટે વંદનીય અને રોલ મોડેલ છે.

મહારાણા પ્રતાપની 481મી જન્મ જયંતિએ વેબીનાર સંપન્ન

ભકત કવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા ‘ભગવદ્દગીતા, મહારાણા પ્રતાપ ઔર ભારત’ વિષય ઉપર રાષ્ટ્રીય સંગોષ્ઠી યોજાઇ

ભારતમાં જન્મ લેવો એ સૌથી મોટી ગર્વની વાત મહારાણા પ્રતાપ, વિશ્વ વંદનીય અને રોલ મોડેલ: ન્યાયમૂર્તિ ત્રિપાઠી

Img 20210614 Wa0001

અન્ય મુખ્ય અતિથિ તરીકે રાજસ્થાન રાજય માનવ અધિકાર આયોગના અઘ્યક્ષ ન્યાયમૂતિ ગોપાલકૃષ્ણ વ્યાસે ઐતિહાસિક હલ્દીઘાટીના યુઘ્ધનો ઉલ્લેખ કરી સ્વાભિમાનપૂર્વક અન્યાય સામે લડેલ મહારાણા પ્રતાપને યુવાનોના પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા હતા. સમાજમાં પરિવર્તન લાવવાનું મુખ્ય કામ માત્ર સારા શિક્ષકો જ કરી શકે તેમ છે. શિક્ષણ એ જ પરિવર્તનનું મુખ્ય માઘ્યમ છે. મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય હિન્દુ યુનિવર્સિટી વર્ધાના કુલપતિ પ્રો. રજનીશ શુકલએ સ્વ. નરસિંહ મહેતાને યાદ કરીને જણાવ્યું હતું કે ભારતના વર્તમાન સમયમાં મહારાણા પ્રતાપના જીવન મુલ્યો અને સર્વોચ્ચ બલિદાનનું અનન્ય મહત્વ છે. ધર્મનો ધર્મ ગ્રંથ એટલે જ ગીતા  અન્ય અતિથી તરીકે સેન્ટ્રલ યુનિવર્સિટી, ગુજરાતના કુલપતિ પ્રો. આર.એસ. દુબેએ ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાને સમજાવ્યો હતો. અને સંસ્કૃતિની નિરંતરતાને મુખ્ય ગણાવી હતી. મહારાણા પ્રતાપને તેઓએ દેશની અસ્મીતાના પ્રતિક ગણાવ્યા હતા. ભકત ફુલસિંહ મહિલા યુનિવર્સિટી સોનીપત હરિયાણાના પૂર્વ કુલપતિ પ્રો. સુષ્મા યાદવે જણાવ્યું હતું કે ભગવદ્દ ગીતાને આત્મસાત કરીને પૂર્ણ સમર્પણ વૃતિ સાથે મહારાણા પ્રતાપ યુઘ્ધ લડયા હતા. પૂર્વ કુલપતિએ યુવા ચેતના તથા બૌઘ્ધિક ચેતનાનું આહવાન કર્યુ હતું.

અઘ્યક્ષ સ્થાનેથી બોલતા ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. ચેતનભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ભાવના, કર્તવ્યનિષ્ઠા, સંસ્કાર, સંવેદનશીલતા અને હકક માટેનો સંઘર્ષ એ મહારાણા પ્રતાપના આગવા ગુણો હતા. કુલપતિએ આ વેબીનારને રાષ્ટ્રીય મનોમંથન સમો યજ્ઞ ગણાવીને શિક્ષણ અને શિક્ષકનું મહત્વ સમજાવ્યું હતું.

સંચાલન વેબીનારના સંયોજક અને સમાજશાસ્ત્ર ભવનના અઘ્યક્ષ ડો. જયસિંહ ઝાલાએ કર્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.