મહારાષ્ટ્ર: રસી લીધી તો શરીર બની ગયું ચુંબક, લોખંડની દરેક વસ્તુ શરીર સાથે ચોંટી જવાનો દાવો

કોરોના સંક્રમણને નાથવા સરકારે રસીકરણ અભ્યાનને વેગ આપ્યો છે. આ સાથે સમગ્ર દેશમાં રસીનો બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં કોરોના રસીના બીજા ડોઝને લઈ એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વૃદ્ધ વ્યક્તિએ બીજો ડોઝ લીધા બાદ તેના શરીરમાં ચુંબકીય શક્તિ આવી ગઈ છે.

એક વૃદ્ધ વ્યક્તિએ કોરોનાનો બીજો ડોઝ લીધા બાદ એક વિચિત્ર દાવો કર્યો છે. વડીલ કહે છે કે, ‘બીજા ડોઝ બાદ તેના શરીરમાં ચુંબકીય શક્તિ આવી છે. જેના કારણે હવે સ્ટીલના વાસણો તેના શરીર પર ખૂબ જ સરળતાથી ચીપકી જાય છે. જેમ કોઈ ચુંબક સાથે લોહ પદાર્થો ચીપકે તેવી રીતે આ વૃદ્ધના શરીરમાં વાસણો ચીપકે છે.

શરીર બન્યું ચુંબક

નાસિકના અરવિંદ જગન્નાથ સોનાર નામના વ્યક્તિનું શરીર બીજો ડોઝ લેવાથી ચુંબકીય થઈ ગયું છે. જ્યારે તેના શરીર સાથે કોઈ વાસણ ચીપકી ગયું તો પરિવારના સભ્યોને લાગ્યું કે કદાચ પરસેવાના કારણે આ વાસણો શરીરમાં ચીપક્યા હશે. જે બાદ અરવિંદ સોનારને નવડાવવામાં આવ્યા હતા. આ પછી પણ, લોખંડની ચીજો તેના શરીરને ચીપકવા લાગી હતી. હાલ આ ઘટના ઘણા દિવસોથી ચાલી રહી છે.

આ મામલો ડોકટરો માટે પણ એક પહેલી બન્યો

આવી સ્થિતિમાં હવે નાશિક શહેરના તબીબો માટે પણ આ બાબત એક વિચિત્ર પહેલી બની ગઈ છે. જ્યારે નાસિક જિલ્લાના ડો.અશોક થોરાટ સાથે આ મુદ્દા અંગે ચર્ચા કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે, ‘તે સંશોધનનો વિષય છે. અત્યારે આ અંગે કોઈ ટિપ્પણી કરવી ખૂબ જ અઘરી છે. સઘન તપાસ કર્યા પછી, તે તારણ કાઢી શકાય છે કે, આ ઘટના પાછળનું કારણ શું હોઈ શકે છે. હાલમાં, અમે તેનો અહેવાલ મહારાષ્ટ્ર સરકારને મોકલીશું અને તેમની સૂચના મુજબ કામ કરવામાં આવશે.’

અરવિંદ સોનારનો પુત્ર કહે છે કે, ‘તેણે યુટ્યુબ પર એક વીડિયો જોયો હતો. જેમાં દિલ્હીનો એક વ્યક્તિ જણાવી રહ્યો હતો કે, કોરોનાનો બીજો ડોઝ લીધા પછી તેના શરીરમાં મેગ્નેટિક પાવર સર્જાયો છે. એવો જ કિસ્સો મારા પપ્પા સાથે પણ જોવા મળ્યો. જ્યારે અમે પપ્પાના શરીર પર સિક્કા, ચમચી, પ્લેટો જેવી ચીજો લગાવી ત્યારે તે બધી વસ્તુઓ તેના શરીર પર ચોંટી ગઈ.’

હવે આ ઘટનાથી આખો પરિવાર ચોંકી ઉઠ્યો છે. દરેક વ્યક્તિએ જાણવા માંગે છે કે, ‘શરીરમાં આટલી મોટી માત્રામાં ચુંબકીય શક્તિ કેવી રીતે પેદા થઈ છે. જો કે, ડોકટરો પાસે પણ આ માટે કોઈ જવાબ નથી.’