Abtak Media Google News

મહારેલીમાં રાજ્યભરના ૧૦ હજાર જેટલા આરોગ્યકર્મીઓ ઉમટી પડશે : હડતાલનો આજે પાંચમો દિવસ, સરકાર નમતું જોખવાની સ્થિતિમાં ન હોય આંદોલન ઉગ્ર બનવાના એંધાણ

આરોગ્ય કર્મચારી મહાસંઘે પડતર માંગણીઓના પ્રશ્ને આંદોલન છેડયું છે. જે મુજબ રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓ છેલ્લા ૪ દિવસથી હડતાલ ઉપર છે. આજે હડતાલનો પાંચમો દિવસ થયો છે. તેમ છતાં સરકાર નમતું જોખવાની સ્થિતિમાં ન હોય આંદોલન ઉગ્ર બનવા જઇ રહ્યું છે. જેના ભાગરૂપે આગામી ૨૬મીએ ગાંધીનગર ખાતે મહારેલીનું આયોજન ઘડવામાં આવી રહ્યું છે.

7537D2F3 17

ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આંદોલનના એલાનને પગલે રાજકોટ જિલ્લાના ૭૦૦ સહિત રાજ્યભરના ૩૫ હજારથી વધુ પંચાયત સેવા હેઠળ ફરજ બજાવતા આરોગ્ય કર્મચારિઓ હડતાલ ચલાવી રહ્યા છે. આ હડતાલ આજે પાંચમા દિવસે પ્રવેશી છે. જેને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવા ઉપર ભારે અસર વર્તાઈ રહી છે. જો કે સરકાર સાથે આરોગ્ય કર્મચારી મહાસંઘની બેઠક મળી હતી. પરંતુ તેમાં સરકાર દ્વારા માંગણીઓ ઉકેલવાની લેખિત ખાતરી આપવમાં આવી ન હતી. આમ સરકાર નમતું જોખવાની સ્થિતિમાં ન હોવાનું જોવા મળ્યું હતું. સરકાર નમતું જોખવાની તૈયારીમાં ન હોવાથી આરોગ્ય કર્મચારી મહાસંઘનું આંદોલન ઉગ્ર બનવા તરફ જઈ રહ્યું છે. મહાસંઘે આગામી તા. ૨૬ના રોજ ગાંધીનગરમાં વિશાળ મહા રેલી યોજવા માટે તંત્ર સમક્ષ મંજૂરી માંગી છે. આ મંજૂરી મળતા તા. ૨૬ના રોજ ગાંધીનગરમાં મહેસુલી કર્મચારીની જેમ જ વિશાળ રેલી નીકળશે જેમાં રાજ્યભરમાંથી ૧૦ હજાર જેટલા આરોગ્ય કર્મચારિઓ ઉમટી પડવાના છે. ઉલ્લેખનીય છે કે આરોગ્ય કર્મચારીઓ તેઓની પડતર માંગણીઓને લઈને અડગ છે. જ્યારે સામે સરકાર પણ મક્કમ છે. જિલ્લા કક્ષાએ આરોગ્ય કર્મચારીઓની ગેરહાજરીમાં કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે. જો કે કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીઓ નિપુણતા ધરાવતા ન હોય જન આરોગ્ય સામે જોખમ ઉભું થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.