દેવોના દેવ મહાદેવને રીઝવવા કાલે ઉજવાશે મહાશિવરાત્રી

સૌરાષ્ટ્રભરનાં શિવાલયોમાં ગૂંજશે ‘હર હર મહાદેવ’નો નાદ; મંદિરમાં સવારથી જ ભકતોની જામશે ભીડ; લોકો શિવરાત્રીનો ઉપવાસ કરી પૂણ્યનું ભાથુ બાંધશે

કાલે દેવોના દેવ મહાદેવને રીઝવવાનો પાવન પવિત્ર દિવસ છે. લોકો આસ્થાભેર મહાશિવરાત્રી ઉજવી પૂણ્યનું ભાથું બાંધશે. કાલે સૌરાષ્ટ્રભરનાં શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે. શિવમંદિરોમાં સવારથી જ ભોળાનાથના દર્શન કરવા ભાવિકોની ભીડ જામશે, શ્રધ્ધાનો સાગર ઘુઘવશે, મહાવદ તેરસનાં દિવસે મહાશિવરાત્રીએ દેવની નગરી એવા ગરવા ગિરનારની ગોદમાં, ભવનાથ તળેટીમાં અનેરો-અવિસ્મરણી મેળો ભરાઈ છે. જે મીની કુંભ મેળા તરીકે પણ જાણીતો છે જયાં બમ-બમ ભોલે, હર હર મહાદેવના નાદ સાથે વિશ્ર્વભરમાંથી ઉચ્ચ કોટિના સાધુ-સંતોનો મેળાવડો જામે છે. અને આવા અધોરીઓનાં દર્શન થાય છે. એવું કહેવાય છે કે આ દિવસે સ્વયં મહાદેવ ભોળાનાથ કૈલાશ માન સરોવરથી ગીરનાર ભવનાથની તળેટીમાં હજરા હજુર હોય છે. કાલે લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ગિરનારની ગોદમાં જઈ ધન્યતા અનુભવશે.

મહાશિવરાત્રી વર્ષમાં એક જ વખત આવતી હોય ભકતો આ દિવસે ઉપવાસ રાખી ઓમ નમ: શિવાયના અખંડ પાઠ કરી શિવલિંગ પર બિલીપત્ર ચઢાવી દુધ-પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના કરી ભગવાનને રીઝવવાનો પ્રયાસ કરશે. શિવાલયોમાં કાલે વિશેષ ધાર્મિક કાર્યક્રમો, મહાઆરતી, અભિષેક, પૂજન વગેરે યોજાશે.

સોમનાથ ખાતે મહાશિવરાત્રી પર્વ નિમિતે આગામી તા.૨૦-૦૨-૨૦૨૦ થી તા.૨૪-૦૨-૨૦૨૦ દરમ્યાન સોમનાથ મંદિર મુકામે બહોળી સંખ્યામા યાત્રાળુઓ એકત્રિત થનાર હોય, તેમની અવર-જવરના કારણે અકસ્માતનો કોઈ બનાવ ન બને અને લોકોની સલામતિ જળવાઈ રહે તે માટે તા.૨૦-૦૨-૨૦૨૦ના રોજ થી તા.૨૪-૦૨-૨૦૨૦ના રોજ રાત્રીના ૮ કલાક સુધી વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકાયો છે.

તમામ વાહનો સફારી હોટલ બાયપાસ તરફથી તમામ પ્રકારના વાહનો એક માર્ગીય રીતે વેણેશ્ર્વરના રસ્તે થઈ ગૌરીકુંડ પાસેના પાર્કીંગ સ્થળે પાર્ક કરવા, ગૌરીકુંડ પાસેના પાર્કીંગમા પાર્ક થયેલા વાહનો પરત જતી વખતે ત્રિવેણી રોડ ઉપર આવેલ પ્રજાપતિ ધર્મશાળા પાસે નવા બનેલ સિમેન્ટ રોડ ઉપર સદભાવના ગ્રાઉન્ડમાં થઈ સફારી બાયપાસથી બહાર નિકળશે.

સોમનાથ મંદિર કાલે સતત ૪૨ કલાક દર્શનાર્થી માટે ખુલ્લુ રહેશે

પ્રતિવર્ષ સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર્વની પારંપરિક ઉજવણી કરવામાં આવતી હોય છે. સોમનાથ મંદિર શિવરાત્રી પર્વે સવારે ૪ થી લઈ સતત ૪૨ કલાક ભક્તજનો માટે ખુલ્લુ રહે છે. ચાર પ્રહરની વિશેષ પૂજા આરતી, પાલખી યાત્રા, ધ્વજા રોહણનું ધાર્મિક-સાંસ્કૃતિક આયોજન કરાય છે, જેમાં ઉપસ્થિત રહી લાખ્ખો ભક્તો શિવમય બનશે. સોમનાથ માર્ગો શિવભક્તોથી ઉભરાય આવે છે. પ્રભાસ ક્ષેત્રમાં “જય સોમનાથનો નાદ ગુંજી ઉઠે છે.શિવરાત્રી મહોત્સવ-૨૦૨૦ને લક્ષ્યમાં લઈ સોમનાથ આવતા ભાવિકો વિશેષ શિવભક્તિ કરી શકે તેવા હેતુથી તા.૨૦-૨-૨૦૨૦ થી તા.૨૨-૨-૨૦૨૦ના મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન છે. મહાશિવરાત્રી પર્વે દર્શર્નથે  પધારતા યાત્રીઓને મહાપ્રસાદ, ફરાળ, નિ:શુલ્ક મળી રહે તે પ્રકારની સુંદર વ્યવસથા ગોઠવવામાં આવેલ છે. માં પરિવાર બાઢડા આશ્રમ તેમજ ગુપ્તા પરિવાર દ્વારા ભોજન-પ્રસાદ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સોમના પરિસર સમુદ્ર ઉદ્યાન ચોપાટી ગ્રાઉન્ડ ખાતે રાત્રે તા.૨૦-૨-૨૦૨૦ થી તા.૨૨-૨-૨૦૨૦ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. સોમનાથ મહાદેવની પાલખીયાત્રા વેરાવળથી સોમનાથ સુધીની યોજાશે, ભૈરવના ચોકી ભવ્ય પદયાત્રા નીકળશે.

સોમનાથ ખાતે વાહનોની અવર-જવર પર પ્રતિબંધાત્મક આદેશ

સોમનાથ ખાતે મહાશિવરાત્રી પર્વ નિમિતે આગામી તા.૨૦-૦૨-૨૦૨૦ થી તા.૨૪-૦૨-૨૦૨૦ દરમ્યાન  સોમનાથ મંદિર મુકામે બહોળી સંખ્યામા યાત્રાળુઓ એકત્રિત થનાર હોય, તેમની અવર-જવરના કારણે અકસ્માતનો કોઈ બનાવ ન બને અને લોકોની સલામતિ જળવાઈ રહે તે માટે તા.૨૦-૦૨-૨૦૨૦ના રોજ થી તા.૨૪-૦૨-૨૦૨૦ ના રોજ રાત્રીના ૮ કલાક સુધી વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકાયો છે.

તમામ વાહનો સફારી હોટલ બાયપાસ તરફથી તમામ પ્રકારના વાહનો એક માર્ગીય રીતે વેણેશ્ર્વરના રસ્તે થઈ ગૌરીકુંડ પાસેના પાર્કીંગ સ્થળે પાર્ક કરવા, ગૌરીકુંડ પાસેના પાર્કીંગમા પાર્ક થયેલા વાહનો પરત જતી વખતે ત્રિવેણી રોડ ઉપર આવેલ પ્રજાપતિ ધર્મશાળા પાસે નવા બનેલ સિમેન્ટ રોડ ઉપર સદભાવના ગ્રાઉન્ડમાં થઈ સફારી બાયપાસથી બહાર નિકળશે.