ચુડાના ચોકડી ગામનો મહાવીર સિંધવ પાસાના પિંજરે પુરાયો

સ્મશાનમાં ડાઘુઓ પર ફાયરીંગ, હત્યાની કોશિષ અને મારામારીના ગુંનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચોકડી ગામના નામચીન શખ્સની પાસા તળે અટકાયત કરી સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં ધકેલવામાં આવ્યો છે.વધુ વિગત મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેવા હેતુથી ખંડણી, અપહરણ, લૂંટ, મારામારી, દારૂ અને સાયબર ક્રાઇમ જેવા ગુંનામાં સંડોવાયેલા અસામાજીક તત્વો સામે રાજ્ય સરકાર દ્વારા અધિનિયમ-1985 સુધારા કરી નવા એમન્ડમેન્ટ બહાર પાડવામાં આવેલો છે.

નવા એમેન્ડમેન્ટ અન્વયે રાજકોટ રેન્જના આઇ.જી. સંદિપ સિંધની સુચના અન્વયે અસામાજીક તત્વો સામે કડક હાથે કામગીરી કરવા આપેલી સુચનાને પગલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ ચુડા તાલુકાના ચોકડી ગામે રહેતો નામચીન શખ્સ મહાવીર ભગવાનસિંહ સિંધવ નામના શખ્સ સામે ચુડા, મૂળી અને બોટાદ પોલીસ મથકના ચોપડે સ્મશાનમાં ડાઘુઓ પર ફાયરીંગ, હત્યાની કોશિષ અને મારામારીના ગુંના પોલીસ ચોપડે ચડી ચુક્યો હોય તેની સામે કરેલી પાસાની દરખાસ્તને જિલ્લા કલેક્ટરે મંજૂરીની મહોર મારતા જે વોરંટની પોલીસ સ્ટાફે બજવણી કરી મહાવીર સિંધની અટકાયત કરી સુરતની જેલમાં ધકેલવામાં આવ્યો છે.