Abtak Media Google News

ગયા વર્ષે 15મી ઓગસ્ટના દિવસે ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. આ સાથે ધોનીના કરોડો ચાહકોમાં દુઃખનું મોજું કરી વર્યું હતું, પણ હવે તે બધા ચાહકો માટે ખુશીના સમાચાર છે. મહેન્દ્રસિંહ ધોની “કેપ્ટન 7” સાથે વાપસી કરશે. “કેપ્ટન 7″ના નામ વિશે વાત કરીયે તો એ માહી જયારે ક્રિકેટ ખેલતો ત્યારે તેની જર્સીનો નંબર 7 હતો, તેથી તેને “કેપ્ટન 7″નામ પસંદ કર્યું.

“કેપ્ટન 7” શું છે?
832856413
Press Trust of India(PTI)ના એક રિપોર્ટ અનુસાર, “કેપ્ટન 7″એ મહેન્દ્રસિંહ ધોની પર બનતી એનિમેટેડ વેબસીરીઝનું નામ છે. આ સિરીઝ ધોનીની ઝીંદગી પર આધારિત હશે. આ સીરીઝથી માહીનો એનિમેટેડ અવતાર તમે સ્ક્રીન પર જોય શકશો. ધોનીનું પ્રોડક્શન હાઉસ ધોની એન્ટરટેનમેન્ટ અને બ્લેક વ્હાઇટ ઓરેંજ બ્રાન્ડ પ્રા.લિ. સાથે મળીને આ સિરીઝનું નિર્માણ કરશે. હાલમાં આ પ્રોજેક્ટ પર પ્રિ-પ્રોડકશન કામ શરૂ થઈ ગયું છે.”

ધોની એ માહિતી આપતા કહ્યું હતું કે, “સિરીઝની વાર્તા અને પ્લોટ ખુબ જ અદભુત છે. હું એ સિરીઝ દ્વારા મારા ક્રિકેટના કિસ્સાઓ શેર કરીશ.” ધોની એન્ટરટેનમેન્ટના ડિરેક્ટર અને સિરીઝમાં સહ નિર્માતાની ભૂમિકા ભજવનાર સાક્ષી સિંહ ધોનીએ કહ્યું,”જયારે અમને માહી આધારિત એનિમેશન સિરીઝ વિશે વાત કરવામાં આવી તો અમે તરત સહમત થઈ ગયા. અને “કેપ્ટન 7″ સિરીઝ તમને એક અલગ લેવલના એડવેન્ચર ટ્રીપ પર લઈ જાશે.”

કેપ્ટન 7′ ભારતની પ્રથમ જાસૂસ એનિમેટેડ સિરીઝ હશે. તેની પ્રથમ સિઝન 2022માં રિલીઝ થશે. આ સિરીઝ વિશ્વના અલગ-અલગ પ્લેટફોર્મ પર મુકવામાં આવશે.

“એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી”Ms Dhoni Review 1200
2016માં નીરજ પાંડે દ્વારા માહીની ઝીંદગી પર ‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’ નામની ફિલ્મ બનાવી હતી. માહીની મુખ્ય ભૂમિકા સુશાંતસિંહ રાજપૂતે ભજવી હતી. આ ફિલ્મમાં સુશાંત સિવાય દિશા પટની, કિયારા અડવાણી અને અનુપમ ખેર મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.