Abtak Media Google News

મહિન્દ્રા દ્વારા ક્રિશ-ઇ ચેમ્પયિન પુરસ્કાર કૃષિ અને સંબંધિત સેવાઓમાં પરિવર્તન લાવવા માટે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર વ્યક્તિઓ અને સંસ્થાઓને બિરદાવે છે અને સન્માનિત કરે છે

પુરસ્કારની પ્રથમ એડિશનમાં 10 રાષ્ટ્રીય પુરસ્કારો એનાયત થયા

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું ફાર્મ ઇક્વિપમેન્ટ સેક્ટર ભારતનું અગ્રણી ટ્રેક્ટર ઉત્પાદક છે અને 19.4 અબજ ડોલરના મહિન્દ્રા ગ્રૂપની કંપની છે. આ સેક્ટરે 30 જાન્યુઆરી, 2021ના રોજ પહેલાં ક્રિશ-ઇ ચેમ્પિયન પુરસ્કારોના વિજેતાઓની જાહેરાત કરી હતી. આ પુરસ્કારો મહિન્દ્રા સમૃદ્ધિ ઇન્ડિયા એગ્રિ પુરસ્કારો (MSIAA)ના જુસ્સાને આગળ વધારશે, જેની શરૂઆત વર્ષ 2011માં થઈ હતી. ક્રિશ-ઇ ચેમ્પિયન પુરસ્કારોની પ્રથમ એડિશનમાં 10 રાષ્ટ્રીય વિજેતાઓને 4 કેટેગરીઓણાં વિજેતા જાહેર કરવામાં આવ્યાં હતાં.

ખરીફ અને રવિ સિઝન સાથે જોડાયેલી આ દર વર્ષે બે વાર યોજાતો ક્રિશ ઇ-પુરસ્કારો ખેડૂતો અને સંસ્થાઓને બિરદાવે છે, જેઓ સાધારણ કામગીરીથી આગળ વધીને પડકારો સ્વીકાર્ય પછી નવી રીતે વિચારીને કૃષિ ક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તન લાવે છે. ક્રિશ-ઇ ચેમ્પિયન પુરસ્કારો દ્વારા મહિન્દ્રાનો ઉદ્દેશ લાખો ખેડૂતો અને કૃષિઉદ્યોગસાહસિકોને દેશ માટે ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવા પ્રોત્સાહન આપવાનો છે.

ક્રિશ-ઇ ચેમ્પિયન પુરસ્કારોના પ્રાદેશિક રાઉન્ડમાં ભારતનાં 29 ક્રિશ-ઇ સેન્ટર્સમાંથી ખેડૂતો સહભાગી થયા હતા. પછી પ્રાદેશિક પુરસ્કાર વિજેતાઓ રાષ્ટ્રીય પુરસ્કારો માટે આ કેટેગરીઓ માટે નોમિનેટ થયા હતાઃ તકનીક ચેમ્પિયન, મહિલા કિસાન ચેમ્પિયન, યુવા કિસાન ચેમ્પિયન અને રેન્ટલ પાર્ટનર ચેમ્પિયન પુરસ્કારો.

આ પ્રસંગે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડના ફાર્મ ઇક્વિપમેન્ટ સેન્ટરના પ્રેસિડન્ટ શ્રી હેમંત સિક્કાએ કહ્યું હતું કે, “પરિવર્તનકારોને સન્માનિત કરવાની મજબૂત પરંપરાને આગળ લઈ જઈ અને અગાઉના સમૃદ્ધિ પુરસ્કારોની પ્રચંડ સફળતાને આગળ વધારીને અમને ક્રિશ-ઇ ચેમ્પિયન પુરસ્કારો શરૂ કરવાની ખુશી છે. આ લગભગ દાયકાથી ખેડૂતોને બિરદાવવાની પરંપરાને આગળ વધારતો પુરસ્કાર છે અને અમને વિશ્વાસ છે કે, આ પુરસ્કારો ભવિષ્યના ચેમ્પિયન ખેડૂતોને પ્રેરિત કરશે તથા ભારતના કૃષિ ક્ષેત્રમાં પરિવર્તનને વેગ આપશે.”

એમએન્ડએમ લિમિટેડની એફઇએસ સ્ટ્રેટેજી અને FaaSના સીનિયર વાઇસ પ્રેસિડન્ટ શ્રી રમેશ રામચંદ્રને જણાવ્યું હતું કે, “અમે શ્રેષ્ઠ એગ્રોનોમી, મિકેનાઇઝેશન અને ડિજિટાઇઝેશનના ફાયદા ખેડૂતો સુધી પહોંચાડવા કૃષિલક્ષી સેવાઓ પૂરી પાડીને કૃષિલક્ષી પરિણામોમાં ફરક લાવવા ક્રિશ-ઇ બ્રાન્ડ શરૂ કરી હતી. અત્યાર સુધી ક્રિશ-ઇથી ખેડૂતોની ઉપજમાં 15 ટકા સુધીનો વધારો કર્યો છે, ખેતીવાડીના ખર્ચમાં આશરે 8 ટકાથી 12 ટકાનો ઘટાડો કર્યો છે અને એકરદીઠ નફામાં રૂ. 6,000 સુધીનો વધારો કર્યો છે. આ પ્રગતિશીલ ખેડૂતોના ઉત્સાહનું પ્રતિબિંબ છે, જેમણે કૃષિ ઉત્પાદનો વધારવા નવી પદ્ધતિઓ અપનાવી છે. ક્રિશ-ઇ ચેમ્પિયન પુરસ્કારો અમારી સાથે અતિ મહત્વપૂર્ણ પગલું લેનાર અને અદ્યતન ટેકનોલોજીને સૌપ્રથમ અપનાવનાર ખેડૂતોની પ્રગતિને બિરદાવે છે.”

ટેગ લાઇન – એક્ષ્પર્ટ તકનીક, નયે ઉપાય. પરિણામ દિખાયે સાથે – ક્રિશ-ઇ એ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની ફાર્મિંગ એઝ એ સર્વિસ (FaaS) બિઝનેસ વર્ટિકલ છે. ક્રિશ-ઇ ટેકનોલોજી સંચાલિત સેવાઓ પ્રદાન કરે છે, જે પ્રગતિશીલ, વાજબી અને ખેડૂતોને સરળતાથી સુલભ છે. ક્રિશ-ઇનો ઉદ્દેશ પાકના સંપૂર્ણ ચક્રમાં ડિજિટલી અનેબલ સેવાઓ દ્વારા ખેડૂતોની આવક વધારવાનો છે. એમાં એગ્રોનોમી સલાહ, અદ્યતન ફાર્મ ઇક્વિપમેન્ટ રેન્ટલ્સની સુલભતા અને આધુનિક સચોટ કૃષિ સોલ્યુશનો સામેલ છે, જે તમામ સંપૂર્ણ ખર્ચ ઘટાડવા અને પાકની ઉત્પાદકતા વધારવા અને આ રીતે ખેડૂતોની આવક વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

મહિન્દ્રાની કેટલીક ડિલરશિપ ક્રિશ-ઇ સેન્ટર ધરાવે છે, જે ખેડૂતોને વૈજ્ઞાનિક પદ્ધતિઓ, જમીન પરીક્ષણની સુવિધાઓ, પ્લોટનું પ્રદર્શન, ઇક્વિપમેન્ટ રેન્ટલ સોલ્યુશનો અને સચોટ કૃષિ સમાધાનો, બિયારણો અને રસાયણો જેવા પાક માટે જરૂરી સામગ્રીનું વેચાણ, ડ્રિપ ઇરિગેશન ઇક્વિપમેન્ટ તેમજ ટ્રેક્ટર્સ, હાર્વેસ્ટર્સ અને અન્ય કૃષિલક્ષી ઉપકરણનું વેચાણ અને સર્વિસ જેવી સેવાઓ પૂરી પાડે છે.

ક્રિશઇ ચેમ્પિયન પુરસ્કારોના રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતાઓ નીચે મુજબ છે:

 

ક્રિશઇ ચેમ્પિયન પુરસ્કારો 2020 – રાષ્ટ્રીય વિજેતાઓ

ક્રમકેટેગરી
વર્ણન
નામક્રિશઇ સેન્ટરરેન્ક
1મહિલા કિસાન પુરસ્કાર પ્રગતિશીલ મહિલા ચેમ્પિયન ખેડૂતોને પુરસ્કાર એનાયત થયો હ તો, જેમણે ક્રિશ-ઇ પદ્ધતિઓનો સફળતાપૂર્વક અમલ કર્યો હતો અને એકરદીઠ તેમની આવકમાં વધારો થયો છેસલોમી લાકરારાંચી
2યુવા કિસાન પુરસ્કાર યુવાન ચેમ્પિયન ખેડૂતોને પુરસ્કાર આપ્યો હતો, જેઓ ક્રિશ-ઇ પદ્ધતિઓનો સફળતાપૂર્વક અમલ કર્યો છે અને તેમની એકરદીઠ આવકમાં વધારો થયો છેહર્ષલ સાહેબરાવ લમ્બાતવર્ધા
3તકનીક ચેમ્પિયન પુરસ્કારપ્રગતિશીલ, ચેમ્પિયન ખેડૂતોને પુરસ્કાર એનાયત થયો હતો, જેમણે એગ્રોનોમી અને યાંત્રિકીકરણની શ્રેષ્ઠ પદ્ધતિઓને અપનાવીને સંપૂર્ણ આવકમાં વધારાને વેગ આપ્યો છેમોહમ્મદ મિન્હાજ આલમબિહારશરીફ1
4બુક્કા આનંદમહબુબનગર2
5અજય સિંહબેરી3rd
6રેન્ટલ પાર્ટનર ચેમ્પિયન પુરસ્કાર 

રેન્ટલ ઉદ્યોગસાહસિકોને પુરસ્કાર આપ્યો હતો, જેમણે રેન્ટલ સેવાઓ અને અદ્યતન મશીનરી પ્રદાન કરીને કૃષિમાં યાંત્રિક ઉપકરણનાં ઉપયોગને પ્રોત્સાહન આપ્યું છે

સચિન રઘુવંશીવિદિશા1
7અજય યાદવશિવરાજપુર2
8સુરેન્દ્ર યાદવબાર્હ3
9રેન્ટલ B2B પાર્ટનર ચેમ્પયિન પુરસ્કાર
(વિશેષ સન્માન)
વિપુલ પટેલગાંધીનગર
10કુલદીપ સિંઘપંજાબ

 

મહિન્દ્રા ગ્રૂપ 19.4 અબજ ડોલરનું કંપનીઓનું ગ્રૂપ છે, જે લોકોને ઇનોવેટિવ મોબિલિટી સોલ્યુશનો દ્વારા વિકાસ કરવા, ગ્રામીણ સમૃદ્ધિને વેગ આપવા, શહેરી જીવનની ગુણવત્તા સુધારવા, નવા વ્યવસાયોને પ્રોત્સાહન આપવા અને સમુદાયોનો વિકાસ કરવા સક્ષમ બનાવે છે. ગ્રૂપ ભારતમાં યુટિલિટી વ્હિકલ્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, નાણાકીય સેવાઓ અને વેકેશન ઑનરશિપમાં લીડરશિપ પોઝિશન ધરાવે છે તથા વિશ્વમાં વોલ્યુમની દ્રષ્ટિએ ટ્રેક્ટર બનાવતી સૌથી મોટી કંપની છે. ગ્રૂપ પુનઃપ્રાપ્ય ઊર્જા, કૃષિવ્યવસાય, લોજિસ્ટિક્સ અને રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટમાં પણ મજબૂત કામગીરી ધરાવે છે. ભારતમાં હેડક્વાર્ટર સાથે મહિન્દ્રા દુનિયાના 100થી વધારે દેશોમાં 2,56,000 લોકોને રોજગારી આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.