- મહિસાગર જિલ્લામાં મધ્ય ગુજરાતવીજ વિભાગ દ્વારા 27 ટીમો બનાવી વીજ ચેકિંગ હાથ ધરાયું
- વીજ ચોરી કરનાર 107 ગ્રાહકો સામે કાર્યવાહી
- MGVCL દ્વારા સંતરામપુર તાલુકામા 738 વીજ જોડાણ ચેક કરાયા
- વીજ ચોરી કરનારને 18.38 લાખનો દંડ ફટકારાયો
મહીસાગર જિલ્લામાં ઘણા સમયના વિરામ બાદ આજે વીજ તંત્ર દ્વારા ફરીથી વીજ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિજ ચેકીંગ ટુકડીઓને દોડતી કરાવાઈ છે. જેથી વીજ ચોરોમાં ફફડાટ મચી ગયો છે.
મહિસાગર જિલ્લામાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન મહિસાગર જિલ્લામાં મધ્ય ગુજરાતવીજ વિભાગ દ્વારા 27 ટીમો બનાવી વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ વીજ ચોરી કરનાર 107 ગ્રાહકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત MGVCL દ્વારા સંતરામપુર તાલુકામા 738 વીજ જોડાણ ચેક કરાયા હતા. આ દરમિયાન વીજ ચોરી કરનારને 18.38 લાખનો દંડ ફટકારાયો હતો.
અનુસાર માહિતી મુજબ , મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં મોટાપાયે વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ 27 જાન્યુઆરી 2025ના રોજ કંપનીની વડોદરા સ્થિત કોર્પોરેટ ઓફિસ દ્વારા આયોજિત સરપ્રાઈઝ ચેકિંગમાં 27 ટીમો દ્વારા વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી હતી.
MGVCLના ચેકિંગ દરમિયાન કુલ 738 વીજ જોડાણોની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 107 કનેક્શનમાં વીજચોરી થતી હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત વીજ કંપનીએ આ ચોરીના કેસોમાં અંદાજે રૂપિયા 18.38 લાખનો દંડ ફટકાર્યો હતો. આ અચાનક ચેકિંગની કાર્યવાહીથી વીજચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
આ કાર્યવાહી વીજચોરી અટકાવવા અને કંપનીને થતા આર્થિક નુકસાનને રોકવાના ભાગરૂપે હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત વીજ કંપનીના સૂત્રોના જણાવ્યા અનુસાર, આવી સઘન ચેકિંગની કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે, જેથી વીજચોરીના કિસ્સાઓને અટકાવી શકાય.