Abtak Media Google News

Mahisagar: જિલ્લામાં ડીગ્રી વગરના ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટીસ કરી એલોપેથી દવાઓ આપી જનતાના સ્વાસ્થ સાથે ચેડા કરતા હોય તેવા ઇસમો સામે કાયદેસર કાર્યવાહો કરવાની સુચના આપવામાં આવી હતી. જે અનુસંધાને SOG પો.ઇન્સ. પી.આર.કરેણની સુચના અને માર્ગદર્શન હેઠળ PI કે.આર.ચાવડા તથા સ્ટાફના માણસોની અલગ અલગ ટીમની રચના કરી હતી.

તે દરમ્યાન SOGને મળેલ બાતમીના આધારે કોઇપણ જાતના મેડીકલ ડીગ્રી કે, સર્ટીફીકેટ વગર ડોકટર તરીકેનુ રૂપધારણ કરી અને બીમાર લોકોને તપાસીને એલોપેથીક દવા તથા ઇંજેકશન આપી બીમાર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હોવાની SOG શાખાના અધિકારીઓ તેમજ મેડીકલ ઓફીસર તથા ફાર્માસીસ્ટને સાથે રાખી સદર બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા બોગસ તબીબ તથા કમ્પાઉન્ડર અને ગેરકાયદેસર રીતે રાખેલ એલોપેથીક દવાઓ ઝડપી પાડવામાં આવી હતી. કુલ કિમત રૂપિયા 2,42,362નો જપ્ત કરવામાં આવ્યો હતો.તેમજ તેઓના વિરૂધ્ધ કોઠંબા પોલિસ સ્ટેશનમા ગુજરાત રજિસ્ટર મેડીકલ પ્રેક્ટ્રીસ એક્ટ 1963ની કલમ 30 તથા BNS ની કલમ 54મુજબનો ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અહેવાલ: સાગર ઝાલા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.