Abtak Media Google News

ટિકિટ બુકિંગ સમયે અલ્ટરનેટીવ ટ્રેનનો વિકલ્પ પસંદ કરનારને અપાશે સુવિધા

એપ્રિલ મહિનાથી મેઈલ કે એકસપ્રેસ ટ્રેનની રીઝર્વેશન ટિકિટ ધરાવનાર મુસાફર રાજધાની અને શત્તાબ્ધી ટ્રેનમાં મુસાફરી કરી શકશે. રીઝર્વેશન કરતી વખતે અન્ય ટ્રેનનો વિકલ્પ પસંદ કરનાર વ્યક્તિને આ લાભ આપવામાં આવશે.

રાજધાની કે, શત્તાબ્ધીમાં મુસાફરી કરવા માટે મેઈલ કે એકસપ્રેસની ટિકિટ ધરાવનાર મુસાફરને કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં. એટલે કે, રાજધાની અને શત્તાબ્ધીમાં મેઈલ અને એકસપ્રેસમાં ભાડામાં મુસાફરી ઈ શકશે. સરકારની આ યોજનાનું નામ ‘વિકલ્પ’ રાખવામાં આવ્યું છે.

રાજધાની, શતાબ્ધી દુરંતો અને અન્ય પ્રિમીયમ ટ્રેનમાં ખાલી રહેતી બેઠકો પુરવા માટે સરકારે આ યોજના અમલમાં મુકવાનો નિર્ણય લીધો છે. રેલવેને દર વર્ષે ટિકિટ કેન્સલીંગ કરનાર મુસાફરોને રીફંડ ચૂકવવા બદલ .૭૫૦૦ કરોડનો બોજ પડે છે. એકંદરે રેલવેને નુકશાન તું હોય છે. માટે સરકારે હવે ખાલી રહેતી સીટો ઉપર મેઈલ કે એકસપ્રેસના મુસાફરને મુસાફરી માટેની છુટ આપવાનો નિર્ણય લીધો છે. મેઈલ કે એકસપ્રેસમાં બહોળી માંગ હોવાથી ઘણી વખત મુસાફરોને ટિકિટ મળતી ની. આ મુસાફર હવે શત્તાબ્ધી અને રાજધાનીની બેઠક પર તે જ ભાડામાં મુસાફરી કરી શકશે.

ટિકિટ બુક કરતી વખતે વિકલ્પ યોજનાનો ઉપયોગ કરનાર વ્યક્તિને આ સુવિધાનો લાભ મળશે. અલ્ટરનેટીવ ટ્રેનમાં ક્ધફર્મ ટિકિટ મળી જતા મુસાફરને એસએમએસ મળશે. મુખ્ય ટ્રેનની વેઈટીંગ લીસ્ટમાં અલ્ટરનેટીવ ટ્રેનની ક્ધફર્મ ટિકિટ મેળવનાર મુસાફરનું નામ રહેશે નહીં આ માટે અલગી લીસ્ટ બહાર પડાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.