Abtak Media Google News

આજે વિશ્વ આરોગ્ય દિવસ: એક સુંદર, તંદુરસ્ત વિશ્વનું નિર્માણ

યોગ અને પ્રાણાયામ આરોગ્ય માટે અતિ ઉત્તમ, આહાર-વિહાર અને વિચારથી શરીર સ્વસ્થ રાખવું

દર વર્ષે 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ તરીકે ઉજવામાં આવે છે. 1948 માં ફર્સ્ટ હેલ્થ એસેમ્બલીની સ્થાપનાથી અને 1950 માં અમલી બન્યા ત્યારથી, ઉજવણીનો હેતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અગ્રતા ક્ષેત્રને ઉજાગર કરવા માટે ચોક્કસ આરોગ્ય વિષયક જાગૃતિ લાવવાનો છે.પાછલા 50 વર્ષોમાં આ માનસિક આરોગ્ય, માતા અને બાળ સંભાળ અને હવામાન પરિવર્તન જેવા આરોગ્યના મહત્વપૂર્ણ મુદ્દાઓને પ્રકાશમાં લાવ્યો છે. આ ઉજવણી એ પ્રવૃત્તિઓ દ્વારા ચિહ્નિત થયેલ છે જે ફક્ત દિવસની બહાર જ વિસ્તરે છે અને વૈશ્વિક આરોગ્યના આ મહત્વપૂર્ણ પાસાઓ પર વિશ્વવ્યાપી ધ્યાન કેન્દ્રિત કરવાની તક તરીકે કામ કરે છે. કોરોના એવી મહામારી છેલ્લા દસ દિવસથી ઉપર ચાલી રહી છે ત્યારે લોકોએ પોતાના સ્વાસ્થ્યની કિંમત આંકી છે ખરેખર કોરોના આવ્યા બાદ મનુષ્યને પોતાના જીવનનું મૂલ્ય સમજાવ્યું છે ત્યારે વર્લ્ડ હેલ્થ ડે ની વાત કરી એ તો દર વર્ષની જેમ આ વર્ષે ની થીમ હેલ્ધીયર વર્લ્ડ એન્ડ હેપીયર વર્લ્ડ રાખવામાં આવી છે જેમાં વધુને વધુ લોકોને હેલ્ધી અને હેપી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે વિશ્વના દરેક દેશોમાં પ્રજાજનો ને આરોગ્યની તમામ તકેદારીઓ ની જાળવણી કેવી રીતે કરવી તેમજ સ્વાસ્થ્યને લઈ સજાગ રહેવાના પ્રયત્નો વિશ્વ આરોગ્ય દિવસે કરવામાં આવે છે તેમજ રોજીંદા જીવન માં લોકો એ આને અનુસરી ને પોતાના જીવનને સ્વાસ્થ્ય સભર બનાવી રાખે તેવા હેતુથી વિશ્વ આરોગ્ય દિવસ ને ઉજવવામાં પણ આવે છે લોકોએ પોતાના જીવનમાં આહાર-વિહાર અને વિચાર થી પ્રાકૃતિક અને કુદરતી રીતે સ્વાસ્થ્ય ની જાણવની કરવી જરૂરી.

યોગા અને પ્રાણાયામને જીવનનું એક અંગ બનાવવું: ડો. પ્રતીક્ષા દેસાઈ

Vlcsnap 2021 04 07 13H48M49S848

ડો. પ્રતીક્ષા દેસાઈ એ અબતક ની વાત ચિતમાં જણાવ્યું હતું  લોકોએ ફિઝિકલ હેલ્થ સાથે મેન્ટલ હેલ્થ ની પણ જાણવણી રાખવી જોઇ. સાથે જ આજ નાં આ સમયમાં જ્યારે વિશ્વ આખું કોરોના ની મહામારી થી જાજુમી રહ્યું છે , ત્યારે દરેક વ્યક્તિએ પોતાનું ધ્યાન પોતે જ રાખવુ પડે છે. જો બધા જાતે જ જાગૃત  થાય, હેલ્થી ખોરાક લઇ તો મહામારીને હરાવી શકાઈ છે. એની સાથે યોગા ની મદદ થી મન ને સ્વાસ્થ્ય રાખવુ એટલું જ જરૂરી છે. યોગા અને પ્રાણાયામ જીવન નો એક અંગ બની જવું જોઇ. આજે લોકોની લાઇફ ફાસ્ટ થઈ ગઈ છે, ત્યારે દરેક વ્યક્તિ એ સિસ્ટમ બનાવી તેનું પાલન કરવું એજ એકમાત્ર રસ્તો છે . જેમાં વિટામિન્સ યુક્ત પદાર્થો ખાવા જોઇ, સવારે નાસ લેવી જોઇ, ગરમ પાણી પીવું , તેનો સમાવેશ થાય છે. કોરોના નો કપરો સમય ચાલી રહ્યો છે ત્યારે લોકો એ તેમના બાહ્ય અને આંતરિક બને નું ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે ડોદભાગ વાળા આપણા જીવન માં આપણે શરીર પાછળ રોજ ની એક કલાક તો કાઢવી જરૂરી છે યોગ પ્રાણયમ નોર્મલ એક્સરસાઇઝ ઘરે રહી કરવી જરૂરી છે ખોરાકમાં  હેલધ્ધિ અને ડાઈટ વાળા પોસ્ક તત્વ નું સેવન કરવું તેમજ લીલા શાકભાજી ખાવા અતિ જરૂરી છે.

આરોગ્ય અમૂલ્ય અને આશીર્વાદરૂપ છે: ડો.જીગરસિંહ જાડેજા

Vlcsnap 2021 04 07 13H49M17S476

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે 7 એપ્રિલ 1948 ના રોજ કરવામાં ઉજવામાં આવે છે  દર વર્ષ અલગ અલગ થીમ પર ઉજવણી કરવામાં આવે છે આ વર્ષની  થીમ હેપીયર વર્લ્ડ એન્ડ હેલ્ધીયર વર્લ્ડ પર ઉજવામાં આવી છે વિશ્વને હેપી અને હેલ્ધી વધારે બનાવવા નું આયોજન કરાયું છે કોરોના કાળ માં લોકો ની સ્થિતી માં ઘણા ફેરફાર જોવા મળ્યા છે લોકો સ્વાસ્થ્ય ને લઈ પોતાની તકેદારી જાતે રાખવી જોસે અત્યારે કોરોના નો કપરો સમય ચાલી રહ્યો છે ત્યારે લોકો એ તેમના બાહ્ય અને આંતરિક બને નું ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે ડોદભાગ વાળા આપણા જીવન માં આપણે શરીર પાછળ રોજ ની એક કલાક તો કાઢવી જરૂરી છે યોગ પ્રાણયમ નોર્મલ એક્સરસાઇઝ ઘરે રહી કરવી જરૂરી છે ખોરાક માં  હેલધ્ધિ અને ડાઈટ વાળા પોસ્ક તત્વ નું સેવન કરવું તેમજ લીલા શાકભાજી ખાવા અતિ જરૂરી છે લોકડાઉન માં માનવી એ જીવન નું મૂલ્ય ઘણું સમજ્યું છે ત્યારે પોતાના ના જીવન માં ઘણા ફેરફાર કર્યા છે આજકાલ બાળકો માં પણ સ્વસ્થ્ય ની ચિંતા રહેતી હોય છે ત્યારે ખાસ બાળકો ને પ્રોટીન યુક્ત ઇમ્યુનિટી વાળો ખોરાક આપવો જરૂરી છે માત્ર શારીરિક નહીં પરંતુ માનસિક હેલ્થ ની ખૂબ જાણવની કરવી અત્યન્ત જરૂરી છેલ્લા ઘણાના સમય થી લોકો ને લોકડાઉન બાદ શારિરીક ફેરફાર કરવા પડ્યા છે તેમજ રાત્રી કરફુય ને ચાલતે લોકો ના જીવન માં વધુ ભાગ દોડ જોવા મળે છે ત્યારે ખાસ લોકો એ વધુ ને વધુ પોતાના આહાર અને આરોગ્ય પર ધ્યાન રાખવું હાલ મારી લોકો ને અપીલ છે બને તો પોતાનું અને પોતાના પરિવાર નું ધ્યાન રાખવા કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવું તેમજ વધુ ને વધુ સ્વાસ્થ્ય ની જાણવની રાખવી જરૂરી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.