Abtak Media Google News

અબતક, રાજકોટ

‘અબતક’ નો લોકપ્રિય કાર્યક્રમ ચાય પે ચર્ચામાં અરૂણ દવે કાઉન્સીલર અને શિક્ષક દ્વારા બાળકોનું માનસિક સ્વાસ્થ્ય કેમ કથળ્યું અને બાળકો આપઘાત કરવા પ્રેરાય છે. તે વિશેની વિશેષ માહીતી પ્રસ્તુત કરતો કાર્યક્રમ તાજેતરમાં જ ‘અબતક’ ચેનલ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. જેનો સંક્ષિપ્ત અહેવાલ અહી રજુ કર્યા છે. આપઘાત કરવાના કયા કારણો વગેરે માહીતી સભર આ કાર્યક્રમને બહોળો પ્રતિસાદ મળ્યો છે.

પ્રશ્ર્ન:- બાળકોનું માનસ કયાં પ્રકારનું હોય છે.

જવાબ:- બાળક જયારે શાળાકીય પ્રવૃતિમાં આવે છે ત્યારે તેમને ઘણી સમસ્યા સામનો કરવો છે શાળામાં સામાજીક, માનસિક, શારીરિક  વિકાસ થાય છે. અને આ વિકાસમાં  શિક્ષક અને શાળાનું વાતાવરણ મહત્વનો ભાગ ભજવે છે.

પ્રશ્ર્ન:- અત્યારે જે ઓનલાઇન શિક્ષણની બાળક પર નકારત્મક અસર થઇ છે?

જવાબ:- હા, ઓનલાઇન શિક્ષણથી બાળક પર ગંભીર અસર દેખાય હતી.

પ્રશ્ર્ન:- અત્યારે બાળક આત્મહત્યા કરવા પ્રેરાય છે તેનું શું કારણ ?

જવાબ:- 13 વર્ષની ઉમર બાળક આ વયમાં ઘણા બધા પ્રશ્ર ઉભરતા હોય છે અને તે પ્રશ્ર્નનું નિરાકરણ ન મળતા નાસી પાસ થાય છે. એટલા માટે ઉચ્ચ માઘ્યમિક સ્તર કાઉન્સીલગ શરુ કરવં જોઇએ.

પ્રશ્ર્ન:- કયા કારણોથી બાળક આત્મહત્યા કરે છે.

જવાબ:- શૈક્ષણિક કાર્ય  પણ આત્મહત્યા માટે જરુરી હોય શકે છે આ સિવાય બીજા કારણો હોય શકે છેે.

પ્રશ્ર્ન:- આપણા શિક્ષણ વિભાગે શાળા સંકુલમાં મનો વૈજ્ઞાનિક સેવા રાખવાની જરુર છે?

જવાબ:- અત્યારે નવી શિક્ષણ નીતીમાં એવી તાલીમ અપાય રહી છે જે પછી શાળામાં શિક્ષક બાળકને આવી મનોવૈજ્ઞાનિક તાલીમ આપશે.

પ્રશ્ર્ન:- કાઉન્સીલર કેવો હોવો જોઇએ?

જવાબ:- કાઉન્સીલર ધીર ગંભીર હોવો જોઇએ જે પહેલા બાળકની સમસ્યા પૂરે પુરી સંભાળી અને પછી તેમને નિરાતે વ્યવસ્થિત સમજવે.

પ્રશ્ર્ન:- બાળકના નકારાત્મક વિચારના આવે એ માટે સમાજે શું કરવું જોઇએ?

જવાબ:- બાળકને જો પ્રેમ, હુંફ અને લાગણી આ ત્રણ વસ્તુ મળે તો બાળક કયારે નકારાત્મક વિચાર તરફ વળતું નથી.

પ્રશ્ર્ન:- ખાનગી શાળામાં મનોવૈજ્ઞાનિક સલાહકાર રાખવાની જરુર છે ખરી?

જવાબ:- હા, ચોકકસ અને ખાનગી શાળામાં કોલીફાઇડ શિક્ષક નથી હોતા ખાનગી શાળા પી.ટી. બી.એડ. શિક્ષકની નિમણુંક કરવી જોઇએ બાળકને જો ભાર વગરનું ભણતર થશે અને જે બાળક પોતાની વાત મા-બાપ શિક્ષક સગાવહાલા સામે રજુ કરતા શીખી ગયો તે કોઇ દિવસ આત્મહત્યા કરવા નહિ પ્રેરાય

પ્રશ્ર્ન:- નવી શિક્ષણ નિતિ અને કાઉન્સીલર આવી ગયા તો આવતા દિવસોમાં બાળ આપઘાત ઘટી જશે?

જવાબ:- હા, ચોકકસ વિઘાર્થીના આપઘાતની વાત છે ત્યારે ચિંતા અને ચિંતન બન્ને જરુરી છે હવે શિક્ષણમાં માહોલ ઉભો થયો છે. હવે વિઘાર્થી સરળ બને અને માતા-પિતા બાળકને સમય, પ્રેમ હુંફ આપે એટલે આ પ્રજાનો ચોકકસ નિરાકાર મળી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.