Abtak Media Google News

બંધારણમાં તમામને સમાન અધિકાર છતાં ભેદભાવ કેમ?

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપી નોટિસ

વૈવાહિક જીવનમાં વિવાદમાં તમામને એક સમાન ભરણપોષણ ચુકવવા મુદ્દે થયેલા અરજીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટીસ આપી છે. અને જવાબ માગ્યો છે.

વૈવાહિક જીવનમાં વિવાદ સર્જાતા જાળવણી અને તારણપોષણ મામલે જાતિ અને ધર્મના આધાર પર ભેદભાવ રાખ્યા વિના ભરણપોષણ ચુકવવા સુપ્રીમ કોર્ટમાં દાદ માંગવામાં આવી હતી.

મુખ્ય ન્યાયધીશ એસ.એ. બોબડેના નેતૃત્વ હેઠળની પીઠે કેન્દ્રીય ગૃહ મંત્રાલય, કયાદા મંત્રાલય અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને નોટીસ આપી ભાજપ નેતા અને વકીલ અશ્ર્વિની ઉપાઘ્યાયે કરેલી અરજી અંગે જવાબ માગ્યો હતો.ન્યાયમૂર્તિ એસ.એ. બોપન્ના ન્યાયમૂર્તિ બી.રામા સુબ્રમણ્યમ, પણ આ પીઠમાં હતા. સુપ્રીમની પીઠે ઉ૫ાઘ્યાય તરફથી રોકાયેલા વરિષ્ઠ વકીલ મીનાક્ષી આરોરાની અમે પુરી તકેદારી સાથે નોટીસ મોકલી રહ્યા છીએ.જાળવણી અને ભરણ પોષણ ભથ્થુ ચુકવવામાં પ્રવર્તતી ધર્મ:, જાતિ, લીંગ કે જન્મ સ્થાનના આધારે ભેદભાવ વગર તમામ નાગરીકો માટે એક સમાન બનાવવા સરકાર યોગ્ય પગલા લે તેવી આ અરજીમાં દાદ માગવામાં આવી હતી.અરજીમાં જણાવ્યું હતું કે બંધારણમાં ચોખ્ખુ લખ્યું છે છતાં ધર્મ જાતિ અને લીંગ ભેદભાવ રાખી સમાન ભરણપોષણ ચુકવવામાં કેન્દ્ર સરકાર નિષ્ફળ ગઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.