Abtak Media Google News
  • પાંચ લકઝરી ટ્રેનોમાં ડીલકસ, કેબિન, જુનિયર, પ્રેસિડેન્શીયલ સ્ટુય કોચ ઉપલબ્ધ
  • લોકોના રજવાડી ટ્રેનોમાં મુસાફરી કરવા પાંચથી વીસ લાખ રૂપીયા ચૂકવવામાં પણ છોછ થતો નથી
  • આલિશાન ટ્રેનો બેડરૂમ, રેસટોરન્ટ, મીનીબાર, લોન્જ એરીયા સહિતની સુવિધાથી ભરપૂર

રાજકોટ ન્યૂઝ : ભારતમાં લોકો લાંબી મુસાફરી માટે ટ્રેન મારફતે મુસાફરી કરવાનું પસંદ કરતા હોય છે. ટ્રેનમાં મુસાફરી કરવાનો આનંદ અનેરો હોય છે. ટ્રેનમાં પણ અલ ગઅલગ પ્રકારની સુવિધા આપવામાં આવે છે. સ્લીપર, એસી, નોન-એસી કોચ વિશે તો આપણે સાંભળ્યું જ હશે.પરંતુ ટ્રેન પણ લકઝુરીયસ હોય તેવું બહુ ઓછા લોકોએ સાંભળ્યું હશે. ભારતીય રેલવે પ્રવાસન વિભાગ દ્વારા વિવિધ લકઝુરીયસ ટ્રેનોનું સંચાલન કરવામાં આવે છે. જેમાંમ હારાજા એકસપ્રેસ, સહિતની ઘણી લકઝુરીયસ ટ્રેનોનો સમાવેશ થાય છે. આ તમામ ટ્રેનોમાં રાજા -મહારાજા જેવી ફીલીંગ્સ આવશે વિવિધ સુવિધા સાથેની ટ્રેનોની વિશેષતા પણ અનોખી છે. આ લકઝુરીયસ ટ્રેનો દેશના ચાર અલગ અલગ રૂટ પર ચલાવવામાં આવે છે. જેમાં મુસાફરી કરવા માટે ચારમાંથી એક માર્ગ પસંદ કરી શકાય છે. આ ટ્રેનમાં 7 દિવસની યાત્રા કરી શકાય છે. જેમાં આ લકઝરી ટ્રેનનો આનંદ માણી શકાય છે.WhatsApp Image 2024 05 25 at 18.50.31 e222131c

મહારાજા એકસપ્રેસ જેવું નામ તેવો જ ઠાઠ

મહારાજા એકસપ્રેસ ભારતની સૌથી મોંઘી અને લકઝુરીયસ ટ્રેન છે આ ટ્રેનનું જેવું નામ છે તેવો જ ઠાઠ સાથેનો સફર પણ છે. આ ટ્રેનમાં મુસાફરી કરવાની દરેક ભારતીયોનું સપનું હોય છે. આ ટ્રેનમાં ડાઈનીંગ રૂમ, બાર, લોજ, એસી, ટીવી સહિતની વિવિધ સુવિધા ઉપલબ્ધ છે. આ ટ્રેનમાં ડાયલ ફોનની પણ સુવિધા આપવામાં આવે છે. આ ટ્રેન યાત્રીઓને રાજધાની દિલ્હીથી લઈને આગરા, વારાણસી, જયપૂર, રણથંભોર અને મુંબઈનું દર્શન કરાવે છે. આ ટ્રેનનું ઓછામાં ઓછું 5,41,023 રૂપીયા ભાડું છે. આ ટ્રેનમાં પ્રેસિડેનિશયલ સ્યુટનું રૂ.37,93,482 રૂપીયા ભાડુ છે જે આ ટ્રેનનું મહત્તમ ભાડું છે.WhatsApp Image 2024 05 25 at 18.50.48 2b798bb9

મહારાજા એકસપ્રેસ ટ્રેનમાં ચાર અલગઅલગ પ્રકારના કોચ આપવામાં આવે છે.જેમાં ડીલકસ કેબીન, સ્યુટ, જુનિયર સ્યુટ, અને પ્રેસિડેન્શિયલ સ્યુટનો સમાવેશ થાય છે. મહારાજા એકસપ્રેસ ટ્રેનમાં બે પ્રકારના મુસાફરોને પેકેજ આપવામાં આવે છે. જેમાં એક 3 રાત અને 4 દિવસનું હોય છે. બીજુ 6 રાત અને 7 દિવસનું હોય છે. દરેક માટે અલગ ભાડુ ચૂકવવાનું હોય છે.

રોયલ રાજસ્થાન ઓન વ્હીલ્સ એથ્લે ‘હરતુ ફરતુ’ ‘રજવાડુ’

રોયલ રાજસ્થાન ઓન વ્હીલ્સ ભારતીય રેલવે દ્વારા ચલાવવામાં આવતી લકઝરી ટ્રેન છે. રાજસ્થાન પર્યટન અને ભારતીય રેલ દ્વારા આ ટ્રેનનું સંચાલન કરવામાં આવે છે. રોયલ રાજસ્થાન ઓન વ્હીલ્સ ફાઈવ સ્ટાર હોટલ જેવી ભૌતિક સુવિધાવાળી ટ્રેન છે. જે રાજસી ઠાઠનો અહેસાસ કરાવે છે. આ શાહી ટ્રેન દિલ્હીથી પોતાની સફર શરૂ કરીને રાજસ્થાનનાં પર્યટનસ્થળો જોધપુર, ચિતૌડગઢ, ઉદયપૂર, રણથંભોર અને જયપૂરની સાથે જ મધ્યપ્રદેશના ખજૂરહો અને ઉતર પ્રદેશનાં પર્યટન સ્થળો સાથે આગરા, વારાણસીની પણ મુસાફરીનો આનંદ માણી શકે છે. આ ટ્રેન લકઝુરીયસ બેડરૂમ સ્પા, મિજ, બાર સલૂન, રેસ્ટોરન્ટ, લોન્જબાર, ટીવી, એસી સહિતની તમામ સુવિધાથી ભરપૂર છે. આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે ઓછામાં ઓછી ટીકીટની કિંમત 3,63,300 રૂપીયા 7,56,000 રૂ. સુધીની હોય છે.WhatsApp Image 2024 05 25 at 18.51.01 9952cc80

મહારાજા ટ્રેનનું ભાડુ પાંચથી વીસ લાખ સુધીનું હોય

મહારાજા ટ્રેનની ઓફિશ્યિલ વેબસાઈટ અનુસાર આ ટ્રેનના દરેક કોચમાં મોટી વિન્ડો, કોમ્પ્લિમેન્ટરી મિનીબાર, વાઈફાઈ, એર ક્ધડીશનીંગ, લાઈવ ટીવી, સહિતની લકઝરી સુવિધાઓ મુસાફરોને આપવામાં આવે છે. સાથે જ મહારાજા એકસપ્રેસ ધ હેરિટેજ ઓફ ઈન્ડિયા ટ્રેઝર્સ ઓફ ઈન્ડિયા, ધ ઈન્ડિયન પેનોરમા અને ઈન્ડિયન સ્પ્લેન્ડર નામના ચાર અલગ અલગ પ્રવાસો ઓફર કરે છે. અને આ મહારાજા ટ્રેનનું ભાડુ 5 લાખ રૂપીયાથી લઈને 20 લાખ રૂપીયા સુધી હોય છે.WhatsApp Image 2024 05 25 at 18.51.15 0d8f2cf3

આ છે ભારતની પાંચ સૌથી લકઝુરીયસ ટ્રેન

મહારાજા એકસપ્રેસ

પેલેસ ઓન હીલ

રોયલ રાજસ્થાન ઓન વ્હીલ્સ

ડેકકન ઓડિસી

ગોલ્ડન ચેરિયટ

ગોલ્ડન ચેરિયટ ‘સોનાનો રથ’ નામ એવાજ ગુણ’

ધ ગોલ્ડન ચેરિયેટનો અર્થ થાય છે, સોનાનો રથ જેવું ટ્રેનનું નામ છે તેવી જ સુવિધાઓ છે માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરની સૌથી લકઝુરીયસ આલીશાન ટ્રેનમાં પણ ધ ગોલ્ડન ચેરીયેટનું નામ સામેલ છે. આ ટ્રેનને ભારતીય રેલવે અને કર્ણાટક સરકાર સંયુકત રૂપે ચલાવે છે. આ ટ્રેન દક્ષિણ ભારતના કર્ણાટક, કેરળ, તમિલનાડુ, પોંડીચેરી, ગોવા દર્શન કરાવે છે. આ ટ્રેનનું ઓછામાં ઓછુ ભાડુ 3,36,137 રૂપીયા છે. જયારે 5,88,242 રૂપીયા મહતમ ભાડુ છે. આ ટ્રેનને 2013માં વર્લ્ડ ટ્રાવેલ એવોર્ડસ દ્વારા ‘એશિયાની લિડિંગ લકઝુરી ટ્રેન’નો ખિતાબથી નવાજવામાં આવી છે.

પેલેસ ઓન વ્હીલમાં સફર કરવાનો અનોખો આનંદ

પેલેસ ઓન વ્હીલ દુનિયાની સૌથી લકઝરી ટ્રેનો પૈકીની એક ટ્રેન માનવામાં આવે છે. આ ટ્રેનમાં મુસાફરોને રાજમહેલમાં હોય તેવો અહેસાસ કરાવે છે. પેલેસ ઓન વ્હીલમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ટ્રેનમાં 2 ડાઈનીંગ રૂમ, રેસ્ટોરન્ટ, બાર, સલૂન પણ સામેલ છે. ભારતીય રેલવે દ્વારા ચલાવાતી પેલેસ ઓન વ્હીલ રાજધાની દિલ્હીથી ઉપડે છે જે આગરા, ભરતપૂર, જોધપૂર, જેસલમેર, ઉદયપૂર, ચિતોડગઢ, સવાઈ માધોપૂર, જયપૂર દર્શન કરાવે છે. આ ટ્રેનનું ભાડુ 5,23,600 રૂ. થી 9,42,480 રૂપીયા સુધીનું હોય છે.

ડેકકન ઓડિસી દુનિયાની લકઝરી ટ્રેનો સામેલ

ડેકકન ઓડિસી દુનિયાની લકઝરી ટ્રેના.ે પૈકીની એક ગણવામાં આવે છે. ભારતીય રેલવે દ્વારા ચલાવવામાં આવતી ડેકકન ઓડિસી ટ્રેન મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતના દર્શન કરાવે છે. આ ટ્રેનમાં 5 સ્ટાર હોટલ, રેસ્ટોરન્ટ, કમ્પ્યુટર, ઈન્ટરનેટ, બાર, બિઝનેસ સેન્ર, એસી, ટીવી, લકઝરી બેડરૂમ સહિતના 21 લકઝરી કોચ છે. આ ટ્રેનનું ઓછામાં ઓછુ ભાડુ 5,12,400 રૂપીયાથી 11,09,850 રૂપીયા સુધીનું છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.