Abtak Media Google News

વાવાઝોડા ની આફતમાં માનવ ખુંવારી નો દર શૂન્ય રાખવામાં સરકારી તંત્ર સફળ, સમયસર ના સાવચેતીના પગલા સલામત સ્થળાંતર અને. આગોતરું આયોજન વાવાઝોડાને મહા આપવામાં કારગત પુરવાર

વાવાઝોડા “ટોકેત”અસર હજુ થોડા કલાક રહેવાની છે ત્યારે 135થી 185 કિલો મીટરની ઝડપે ફકાનારા પવનની તીવ્રતામાં ઘટાડો થવા પામ્યો છે અને વાવાઝોડું દૂર ફંટાઈ જતા સૌરાષ્ટ્ર અને ગુજરાત પરની ભારે ઘાત સહેજમાં હળવી બની છે પરંતુ હળવા દબાણના કારણે મધ્યમથી ભારે વરસાદ અને જોરદાર પવન ફુકાવાની આ આફત વધુ નુકસાન ન કરે તે માટે ડેમેજ કંટ્રોલ અને નુકસાન નિયંત્રણની આગોતરી વ્યવસ્થા એ સૌરાષ્ટ્ર અને ગુજરાત ભરમાં કમ સે કમ નુકસાન અને જાનહાનિ ન થાય તે માટેના પ્ર્યાસોને ખૂબ જ સારી સફળતા મળી છે ,વાવાઝોડાની આગોતરી આગાહીના પગલે રાજ્ય સરકારે સંભવિત વાવાઝોડા ની રેન્જમાં આવનાર તમામ જિલ્લા પ્રશાસને એલર્ટ કરી ને નીચાણવાળા વિસ્તારોમાંથી  સલામત સ્થળાંતર થી લઈને રાઉન્ડ ક્લોક કંટ્રોલરૂમ, વીજળીના પુરવઠા નું નિયમન ભયજનક વાયરીંગ ની મરામત થી લઈને રસ્તા પરના વૃક્ષો ની ભયજનક ડાળીઓ કાપી વાવાઝોડામાં કોઈપણ પ્રકારની આફત ન સર્જાય તે માટે કરેલા આગોતરા આયોજન એનડીઆરએફની ટીમોની તેનાથી અને સામાજિક સંસ્થાઓના સહિયારા પ્રયાસોથી વાવાઝોડા ટોકીઝન પરિસ્થિતિમાં કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે સરકારના સમયબદ્ધ સમય સૂચકતા ભર્યા આયોજન અને વહીવટી સંકલન ના કારણે વાવાઝોડા ની ઘાત કોઈ નુકસાન વગર કડી જાય તે માટેના પરયાસ ઓને સફળતા મળી છે આધુનિક ટેકનોલોજી અને સંદેશા વ્યવહારના સુચારુ ઉપયોગથી કુદરતી” આસમાની”આફતમાં ખેડૂતોનો ખળામાં પડેલો માલ શ્રદ્ધા વરસાદમાં ન પડે તે માટે વરસાદ પૂર્વે જ સંભવિત અસરગ્રસ્ત વિસ્તારના ખેડૂતોને વાવાઝોડા ના આગોતરા આયોજન ની અપીલ, માર્કેટિંગ યાર્ડ માં ખેતપેદાશો ની માવજત અને સરકારના “ઝીરો પર્સન્ટ કેઝ્યુલિટી’”માનવ જાનહાનિનો દર્ 0 શૂન્ય રાખવાનું લક્ષ્ય જળવાઈ રહ્યું છે જોકે વાવાઝોડું છેલ્લી ઘડીએ ફંટાઈ જવાથી સૌરાષ્ટ્ર અને ગુજરાત પરથી મોટી ઘાત ટળી છે પરંતુ સાથે સાથે તંત્ર દ્વારા સલામતી અને વાવાઝોડા અને વરસાદની પૂર્વ આગાહી સામે આગોતરા આયોજનથી સૌરાષ્ટ્રની ગુજરાતભરમાં ક્યારેય કોઇ મોટી નુકસાની થવા પામી નથી તે સરકાર અને તંત્રની સમયસૂચકતા સાવચેતી તંત્ર અને સામાજિક સહયોગની જે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી તેની ફળશ્રુતિ ગણાય એક જમાનો હતો કે વાવાઝોડા અને અતિવૃષ્ટિની આફત આ અંગે છેલ્લી ઘડી સુધી કોઈ નક્કર માહિતી કે આગોતરા આયોજનના અભાવે ભારે ખુવારી સર્જાતી હતી હવે માહિતી અને ટેકનોલોજીના સતત ઉપયોગથી કુદરતી આફતોની ખુંવારી નો દર નહિવત રાખવામાં સફળતા મળે છે વર્તમાન સમયમાં મહામારીની આફત ની સાથે કુદરતી આફતની સમસ્યાનો સામનો કરવો તંત્ર અને સરકાર માટે પડકાર રૂપ બને છે ત્યારે તંત્રને સરકારે “બેવડા મોરચે”બાજી સંભાળવામાં સફળતા મેળવી છે હજુ થોડા કલાક વિષમ પરિસ્થિતિ ની ઘાત છે તેવા સંજોગોમાં પણ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સરકાર અને તંત્રની સજાગતાથી કોઈ નુકસાન ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, સમય સૂચકતા આગોતરા આયોજન અને સાવચેતી સાથે વહીવટી સંકલન આસમાની આફત માંથી ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉગારી લીધું છે અને સરકારના જાનહાનિના દરને 0 જાળવી રાખવાનું લક્ષ્ય સંપૂર્ણ પણ સફળ રહ્યું છે કુદરતી આફતો સામે ના આયોજનમાં ગુજરાત વધુ એકવાર દેશ માટે પ્રેરક વ્યવસ્થા ગોઠવનાર રાજ્ય બન્યું છે ગુજરાત સરકાર અને વહીવટી તંત્રની કુદરતી આફતો સામે ની વ્યવસ્થા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની કામગીરી સંતોષજનક બની રહી છે સામાજિક ધોરણે પણ સાવચેતી અને અગમચેતીના ભાગરૂપે જે પગલા અને પરિસ્થિતિ મુજબની નાગરિકોની જવાબદારી પણ સારી રીતે અદા થઈ રહી છે , વાવાઝોડા અને વરસાદની પરિસ્થિતિમાં ઓછામાં ઓછું નુકસાન થાય તેવું આયોજન સફળ રહ્યું ગણાય

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.