Abtak Media Google News

ધાર્મિક સ્થળોએ આઈઇડી વિસ્ફોટના ઇનપુટ મળતાની સાથે એનાઈએની છાપેમારી!!

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા આજે જમ્મુ કાશ્મીરમાં કુલ ૧૪ સ્થળોએ છાપેમારી કરવામાં આવી છે. જમ્મુમાં આઈઇડી વિસ્ફોટ કરવા પ્રયત્નશીલ ૨ હરામી લોકોની ગિરફતારી બાદ વધુ બે આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે.

હાલ એનઆઈએ દ્વારા શોપિયા, અનંતનાગ, બનીહાલ અને સુંજવાન જેવા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અગાઉ આ મામલામાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમની પૂછપરછ બાદ વધુ બે હરામી લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલાની ઓળખ નદીમ અયુબ અને તાલિબ ઉર રહમાન તરીકે કરવામાં આવી છે.

એનઆઈએ દ્વારા જમ્મુમાં આઈઇડી બ્લાસ્ટ થકી ધાર્મિક સ્થળોને રંઝાડવાના ષડયંત્ર મામલે અલગ અલગ સ્થળો પર છાપેમારી કરવામાં આવી છે. ૨૭ જુનના રોજ જમ્મુના નરવાલ વિસ્તારમાંથી આઇઇડીના જથ્થા સાથે પોલીસે બે આતંકીઓની ધરપકડ કરી હતી.

ગૃહ મંત્રાલય દ્વારા સમગ્ર મામલાની તપાસ ટૂંક સમય પૂર્વે એનઆઈએને સોંપવામાં આવી છે. નોંધનીય બાબત છે કે, જે દિવસે આઈઇડીના જથ્થા સાથે બેની ધરપકડ કરવામાં આવી તે જ દિવસે જમ્મુ એરબેઝ પર ૨ ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. ત્યારે એનઆઈએ હાલ આકરા પાણીએ સર્ચ ઓપરેશન હાથ ધરીને હરામી લોકોના ઠેકાણા પર ત્રાટકી રહી છે.

જમ્મુમાં આઈઇડીની જથ્થા સાથે બે આતંકીઓની ધરપકડ કરી હતી. આ બંનેની ઓળખ નદીમ અયુબ રાથર અને તાલિબ ઉર રહમાન તરીકે કરવામાં આવી હતી. બંનેની પૂછપરછ બાદ એનઆઈએ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સંભવતઃ એનઆઈના સર્ચ ઓપરેશનમાં વધુ આતંકીઓને દબોચી લેવામાં આવશે તેવી પ્રબળ શકયતા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આતંકીઓનો મુખ્ય ટાર્ગેટ જમ્મુના ધાર્મિક સ્થળો હતા. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓની નાપાક હરકતો સતત યથાવત છે. સુરક્ષા દળોની સંયુક્ત ટીમે ૨૫ જુલાઈના રોજ કૂપવાડા જિલ્લામાંથી ચાર આઈઇડી કબ્જે કર્યા હતા.

હાલ જે રીતે સર્ચ ઓપરેશન ચાલુ છે ત્યારે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ અને સેનાની ૪૧ આર.આર. સેના દ્વારા નાકાબંદી અને સર્ચ હાથ ધરીને આઈઇડી જપ્ત કરવામાં આવ્યું છે. સૂત્રોએ જણાવ્યું છે કે, વિસ્ફોટક ઉપકરણોને ડિફ્યુઝ કરવા માટે પણ ટીમ બોલાવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.