Abtak Media Google News

નવરાત્રી આવવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે યુવતીઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. નવરાત્રી પૂર્વેની તૈયારીના ભાગ‚પે બ્યુટીપાર્લરોમાં લાંબી લાઇન લાગી છે. અને વારો આવે તેમ નથી તો ચહેરાની રંગત વધારવા ફેશિયલ વગર જ બનાવો ચહેરાને સુંદર, આ ઘરેરુ નુસ્ખા વધારશે તમારા ચહેરની રંગત તો ચાલો જોઇએ કે શું કરવુ જોઇએ.

એક ચમચી મલાઇમાં લીંબુનો રસ મિક્સ કરી હોઠ અને ચહેરા પર લગાવવાથી તેમાં સુવાળા બનશે. એક ચમચી ચણાનાં લોટમાં થોડી મલાઇ ઉમેરી પેસ્ટ બનાવો અને તેનો ઉપયોગ ફેસવોવ તરીકે કરો આટલું કરવાથી ત્વચા સુવાળી બનશે.

મલાઇમાં મુલતાની માટીને ક્રશ કરીને ઉમેરો અને ચહેરા તથા કોણી પર લગાવવાથી ત્વચામાં વધુ નિખાર આવશે.

મલાઇમાં મોસંબી અથવા સંતરાની છાલને પીસીને મિક્સ કરી ઉબટણ તરીકે ત્વચા પર લગાવો ત્વચા ઓર નીખરશે.

– ગોરા ચહેરા માટે સફરજનનો રસ મલાઇમાં મિક્સ કરી તેને હળવા હાથે ચહેરા પર લગાવો, આટલું રોજ કરવાથી ચહેરો ગોરો બનશે.

– ૧ ચમચી અડદની દાળને કાચા દૂધમાં પલાળી પછી પીસીને પેસ્ટ બનાવો તેમાં થોડુ ગુલાબજળ મિક્સ કરો અને ચહેરા પર લગાવો સુકાઇ જાય એટલે તે કાઢી ચહેરો સાફ કરો ત્વચા ચમકદાર બનશે.

– મસુરની દાળને રાત્રે પલાળી સવારે તેને પીસી તેમાં મધ કે દહીં ભેળવી એ પેસ્ટને ચહેરા પર ગરદન પર લગાવો ધીમે ધીમે મસાજ કરો.

આટલું ૨૦ મીનીટ સુધી કરો, આટલું કરવાથી ચહેરા અને ગરદન પરના કાળા ડાઘા દૂર થશે અને ત્વચાનો નિખાર પણ વધશે.

– ટમેટુ પણ ત્વચા માટે ખૂબ ફાયદાકારક હોય છે. ટમેટામાં લાઇકોપિન તત્વ હોવાથી સ્કીન માટે એન્ટી એજિંગ તરીકે કામ કરે છે. ત્યારે ટમેટામાં મધ ભેળવીને ચહેરા પર નિયમિત લગાવવાથી ચોક્કસ ફરક જોઇ શકાશે.

તો આ હતા કેટલાંક ઘરેલુ નુસ્ખા જેનાથી ઘરે રહીને જ ફેશિયલ જેવી રંગત ચહેરાને આપી શકશો. આ મોંઘવારીના જમાનામાં બ્યુટી પાર્લરના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. ત્યારે આ ઘરેલું નુસ્ખા સસ્તા અને ફાયદાકારક નિવડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.